Today News : મેહુલ ચોકસી ભારત પરત ફરશે, બેલ્જિયમ કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી

Gujarat Latest News Update Today in Gujarati 18 October 2025: પંજાબ નેશનલ બેંક સાથે આશરે ₹13,000 કરોડની છેતરપિંડી કરીને દેશ છોડીને ભાગી ગયેલા ઉદ્યોગપતિ મેહુલ ચોકસીને પરત લાવવાના પ્રયાસમાં એક મોટી સફળતા મળી છે.

Written by Ankit Patel
Updated : October 18, 2025 23:24 IST
Today News : મેહુલ ચોકસી ભારત પરત ફરશે, બેલ્જિયમ કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી
મેહુલ ચોક્સી- Express photo

Today Latest News Update in Gujarati 18 october 2025: પંજાબ નેશનલ બેંક સાથે આશરે ₹13,000 કરોડની છેતરપિંડી કરીને દેશ છોડીને ભાગી ગયેલા ઉદ્યોગપતિ મેહુલ ચોકસીને પરત લાવવાના પ્રયાસમાં એક મોટી સફળતા મળી છે. 18 ઓક્ટોબરના રોજ બેલ્જિયમની એક કોર્ટે તેમના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. તેમને ભારત પાછા લાવવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

બેલ્જિયમની કોર્ટે મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે, તેને સંપૂર્ણપણે કાયદેસર જાહેર કર્યું છે, જેને ભારત સરકાર અને તપાસ એજન્સીઓ માટે સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

Read More
Live Updates

વનપ્લસનો વધુ એક ધમાકેદાર સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ થશે, જાણો ભારતમાં શું હશે કિંમત

OnePlus 15 : વનપ્લસ 15 5G સ્માર્ટફોન 27 ઓક્ટોબરે ચીનમાં લોન્ચ કરવામાં આવશે. આ પછી હેન્ડસેટને જાન્યુઆરી 2026 માં ભારત સહિત વૈશ્વિક બજારમાં લોન્ચ કરવાની સંભાવના છે …બધું જ વાંચો

કેપ્ટન બન્યા બાદ રોહિત-વિરાટ સાથેના સંબંધો કેવા છે, શુભમન ગિલે વન-ડે સિરીઝ પહેલા કહી આવી વાત

IND vs AUS 1st ODI Match : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 ઓક્ટોબરને રવિવારથી પ્રથમ વન ડે શરુ થઇ રહી છે. રોહિત અને કોહલી બન્ને શુભમન ગિલની કેપ્ટનશિપમાં આ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મેદાન પર ઉતરશે. …સંપૂર્ણ માહિતી

મહિન્દ્રા સ્કોર્પિયો એન ફેસલિફ્ટ લોન્ચ પહેલા થઇ સ્પોટ, જાણો ડિઝાઇનથી લઈને ફીચર્સ સુધી શું છે અપેક્ષાઓ

Mahindra Scorpio N facelift : મહિન્દ્રા એસયુવીના ફેસલિફ્ટ સંસ્કરણ પર કામ કરી રહી છે અને તાજેતરમાં તેના સ્પાય જાસૂસ શોટ્સ જાહેર થયા છે. તાજેતરના સ્પાય શોટ્સમાં, સ્કોર્પિયો એન ફેસલિફ્ટનો રિયર ક્વાર્ટર એંગલ જોવા મળ્યો છે
વધુ વાંચો

Diwali 2025 : દિવાળી પર આ પ્રમાણે મીઠાઈ ખાવાથી નહીં વધે શુગર લેવલ! આ સરળ ઉપાયો અપનાવો

Diwali Sweets Without Sugar: દિવાળીના તહેવારમાં અમે શુગરના દર્દીઓ માટે કેટલીક સ્ટ્રેટેજી લઇને આવ્યા છીએ, જેને ફોલો કરીને તમારે મીઠાઇથી પુરી રીતે પરહેજ કરવાની જરૂર નહીં પડે અને શુગર લેવલને કંટ્રોલમાં રાખીને તમે દિવાળીની મીઠાશનો આનંદ માણી શકો છો …સંપૂર્ણ વાંચો

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 : નીતિશ કુમાર, ચિરાગ પાસવાને મુસ્લિમોને ઓછી ટિકિટો કેમ આપી, જાણો

Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએના બે પક્ષો જેડીયુ અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)એ ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ઓછા મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે બંને દાવો કરે છે કે મુસ્લિમ સમુદાયનું રાજકીય સમર્થન તેમની સાથે છે …સંપૂર્ણ માહિતી

Diwali 2025 : સાદગીથી લઇને રોનક સુધી, દિવાળી પર આ રીતે ઘરની સજાવટ કરો, જુઓ ટોપ આઇડિયાઝ

Diwali Decoration Ideas For Home : દિવાળી પર દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમનું ઘર સૌથી ખાસ અને અલગ દેખાય. આવી સ્થિતિમાં જો તમે પણ આ ખાસ અવસર પર તમારા ઘરને સજાવટ કરવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક આઈડિયા લાવ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો …વધુ માહિતી

અફઘાનિસ્તાન પાસેથી શીખે કેન્દ્ર અને BCCI, પ્રિયંકા ચતુર્વેદીએ મોદી સરકાર પર કેમ કર્યો પ્રહાર?

Priyanka Chaturvedi : અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના વલણનો ઉલ્લેખ કરતાં શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ અને ભારત સરકારે પણ રમત કરતાં દેશને પ્રાથમિકતા આપવી જોઈએ …સંપૂર્ણ વાંચો

ભોજન કર્યા પછી 1 ગ્લાસ પાણીમાં 4 લવિંગ મિલાવીને પીવાથી સ્વાસ્થ્ય પર શું થાય છે અસર? જાણો

Health News Gujarati : લવિંગ એક ખૂબ જ ઉપયોગી મસાલા છે જે ખોરાકમાં સ્વાદ વધારવાની સાથે-સાથે ઘણા પ્રકારના ફાયદા પણ પહોંચાડે છે. …સંપૂર્ણ વાંચો

મોહમ્મદ શમી અને અગરકર વચ્ચે શાબ્દિક જંગ! ફિટનેસ પર બન્નેના અલગ-અલગ નિવેદન, કોણ સાચું, કોણ ખોટું?

Mohammad Shami vs Ajit Agarkar : એક તરફ મોહમ્મદ શમીએ પોતાને ફિટ ગણાવ્યો છે, તો અગરકર કહે છે કે શમી સંપૂર્ણ ફિટ નથી, જેના કારણે તેને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો નથી. આ રીતે એક અઠવાડિયાની અંદર બે અલગ-અલગ નિવેદનો બહાર આવ્યા છે …અહીં વાંચો

દિલ્હીમાં સાંસદોના ફ્લેટમાં આગ લાગી, ફાયર બ્રિગેડના છ વાહનો ઘટનાસ્થળે

fire broke out in MPs staff : દિલ્હીમાં સાંસદોના ફ્લેટમાં આગ લાગી છે. છ ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબુમાં લેવા માટે કામ કરી રહ્યા છે. સાંસદોના ફ્લેટ બીડી શર્મા માર્ગ પર સ્થિત છે. …વધુ માહિતી

લુધિયાણાથી દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં લાગી ભીષણ આગ, પોલીસ અને રેલવેની ટીમ ઘટના સ્થળે

Amritsar-saharsa garib rath : લુધિયાણાના ઘણા વેપારીઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. લોકો પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેન રોકી દીધી. …સંપૂર્ણ માહિતી

Today News Live: લુધિયાણાથી દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં લાગી ભીષણ આગ

શનિવારે સવારે પંજાબના સરહિંદ સ્ટેશન નજીક લુધિયાણાથી દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગી હતી. પ્રારંભિક માહિતી અનુસાર, કોચ નંબર 19 માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. લુધિયાણાના ઘણા વેપારીઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી.

Today News Live: પીએમ મોદીએ પાઠવી ધનતેરસની ખુબ ખુબ શુભકામનાઓ

ધનતેરસના શુભ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “દેશભરના મારા પરિવારના તમામ સભ્યોને ધનતેરસની ખુબ ખુબ શુભકામનાઓ. આ શુભ પ્રસંગે, હું દરેકને સુખ, સૌભાગ્ય અને સ્વાસ્થ્યની કામના કરું છું. ભગવાન ધનવંતરી સૌનું કલ્યાણ કરે.” દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક અગ્રણી નેતાઓએ શનિવારે ધનતેરસ પર રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી.

પાકિસ્તાન હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોના મોત, અફઘાનિસ્તાને ત્રિકોણીય શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું, ખેલાડીઓએ શોક વ્યક્ત કર્યો

Afghanistan-Pakistan War : અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટમાં આ હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યું. રાશિદ ખાન સહિત અનેક અફઘાન આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પણ શોક વ્યક્ત કર્યો. …સંપૂર્ણ માહિતી

Today News Live: મેહુલ ચોકસી ભારત પરત ફરશે, બેલ્જિયમ કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી

પંજાબ નેશનલ બેંક સાથે આશરે ₹13,000 કરોડની છેતરપિંડી કરીને દેશ છોડીને ભાગી ગયેલા ઉદ્યોગપતિ મેહુલ ચોકસીને પરત લાવવાના પ્રયાસમાં એક મોટી સફળતા મળી છે. 18 ઓક્ટોબરના રોજ બેલ્જિયમની એક કોર્ટે તેમના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. તેમને ભારત પાછા લાવવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

બેલ્જિયમની કોર્ટે મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે, તેને સંપૂર્ણપણે કાયદેસર જાહેર કર્યું છે, જેને ભારત સરકાર અને તપાસ એજન્સીઓ માટે સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ