Today Latest News Live Update in Gujarati 21 July 2025: સંસદ 2025નું ચોમાસુ સત્ર ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે હોબાળા સાથે શરૂ થયું. બંને ગૃહો – લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયાની થોડી મિનિટોમાં જ બપોર સુધી સ્થગિત કરવામાં આવી. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વિપક્ષને ગૃહમાં બોલવાની મંજૂરી આપવી જોઈએ.
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘જુઓ, પ્રશ્ન એ છે કે જે સંરક્ષણ પ્રધાનને ગૃહમાં બોલવા દે છે અને તેમના લોકોને બોલવા દે છે. પરંતુ જો વિપક્ષમાંથી કોઈ કંઈક કહેવા માંગે છે, તો તેને મંજૂરી નથી. હું લોકસભામાં વિપક્ષી નેતા છું અને મને અધિકાર છે. તેઓએ મને ક્યારેય બોલવા દીધો નહીં. આ એક નવો અભિગમ છે. પીએમ મોદી એક સેકન્ડમાં ગૃહમાંથી ભાગી ગયા અને કંઈ ચર્ચા કરી નહીં. પરંતુ સૌથી મોટો મુદ્દો એ છે કે જો સરકારના લોકો બોલે છે, તો આપણને પણ જગ્યા મળવી જોઈએ. અમે થોડા શબ્દો કહેવા માંગતા હતા પરંતુ વિપક્ષને મંજૂરી નથી.