Today News : દિવાળી પર દિલ્હી-એનસીઆરમાં AQI 550 ને વટાવી ગયો

Gujarat Latest News Update Today in Gujarati 21 October 2025: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, દિવાળી પર દિલ્હીની હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' અને 'ગંભીર' શ્રેણીઓમાં પહોંચી ગઈ. સોમવારે શહેરના 38 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 34 સ્ટેશનોએ 'રેડ ઝોન'માં પ્રદૂષણનું સ્તર નોંધ્યું.

Written by Ankit Patel
Updated : October 21, 2025 22:06 IST
Today News : દિવાળી પર દિલ્હી-એનસીઆરમાં AQI 550 ને વટાવી ગયો
હવા પ્રદૂષણ - Express photo

Today Latest News Update in Gujarati 21 october 2025: દિવાળી પર દિલ્હીની હવા ખતરનાક રીતે ‘ઝેરી’ બની ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની ‘ગેસ ચેમ્બર’ બની ગઈ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, દિવાળી પર દિલ્હીની હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ અને ‘ગંભીર’ શ્રેણીઓમાં પહોંચી ગઈ. સોમવારે શહેરના 38 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 34 સ્ટેશનોએ ‘રેડ ઝોન’માં પ્રદૂષણનું સ્તર નોંધ્યું. હાલમાં, સમગ્ર દિલ્હી માટે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 531 છે. પ્રદૂષણનું આ સ્તર ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

Read More
Live Updates

પ્રશાંત કિશોરે અમિત શાહ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું - બીજેપીના દબાણમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી

Bihar Assembly Election 2025 : જન સૂરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે આરોપ લગાવ્યો છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીના ત્રણ ઉમેદવારોને ધાકધમકી આપીને ઉમેદવારી પરત ખેંચવાની ફરજ પાડી હતી. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર ડરાવવા-ધમકાવવાનો આરોપ લગાવ્યો …વધુ વાંચો

બિહાર વિધાનસભા ચૂંટણી : મહાગઠબંધનને આ સીટ પર થયું મોટું નુકસાન, ચૂંટણી પંચે ઉમેદવારનું નામાંકન રદ કર્યું

Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માં મહાગઠબંધનના દળ વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી)ને ભારે ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે પૂર્વ ચંપારણની સુગૌલી વિધાનસભા બેઠક પરથી વીઆઈપી ઉમેદવાર શશિભૂષણ સિંહનું નામાંકન રદ કર્યું …સંપૂર્ણ વાંચો

ટોયોટા FJ ક્રુઝરથી પડદો ઉંચકાયો, ડિઝાઇનથી લઇને ફિચર્સ ડિટેલ્સ, જાણો બેબી લેન્ડ ક્રુઝર ક્યારે લોન્ચ થશે

2026 Toyota FJ Cruiser Revealed : 2025 જાપાન મોબિલિટી શો માં કાર પ્રેમીઓ માટે એક ખાસ સરપ્રાઇઝ રજૂ કર્યું હતું. જેમાં ટોયોટાએ પોતાની બહુપ્રતીક્ષિત “બેબી લેન્ડ ક્રુઝર” મોડલનો ખુલાસો કર્યો હતો …સંપૂર્ણ માહિતી

ભારતીય બેટ્સમેનોનું એડિલેડમાં પ્રદર્શન, વિરાટ કોહલી નામે છે 2 સદી

IND vs AUS 2nd ODI : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 ઓક્ટોબરે એડિલેડમાં બીજી વન-ડે મેચ રમાશે. 3 મેચની શ્રેણીમાં ભારત હાલ 1-0થી પાછળ છે. એડીલેડમાં ભારતનો રેકોર્ડ શાનદાર છે …અહીં વાંચો

1 કરોડથી વધુ રોકડા, લાખોની જ્વેલરી, 85 ATM કાર્ડ, ચા વાળા પાસે મળ્યો 'ખજાનો', જાણો આટલું ધન ક્યાંથી આવ્યું?

bihar cyber crime news: બિહાર પોલીસે આંતરરાજ્ય સાયબર ક્રાઇમ નેટવર્કમાં સામેલ બે ભાઈઓની ધરપકડ કરી છે. બિહાર પોલીસે ગોપાલગંજમાં એક ચા વેચનારના ઘરેથી ₹1.05 કરોડથી વધુ રોકડ અને મોટી માત્રામાં દાગીના જપ્ત કર્યા છે. …સંપૂર્ણ વાંચો

Today News Live: અમેરિકન ચેસ ખેલાડી ડેનિયલ નારોદિત્સ્કીનું 29 વર્ષની ઉંમરે અવસાન

ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન અને રશિયન ગ્રાન્ડમાસ્ટર વ્લાદિમીર ક્રેમનિકે 29 વર્ષની ઉંમરે અમેરિકન ગ્રાન્ડમાસ્ટર ડેનિયલ નારોદિત્સ્કીના અચાનક મૃત્યુ પર શંકા વ્યક્ત કરી છે. આ દુ:ખદ સમાચાર જાહેર થયા પછી તરત જ, ક્રેમનિકે શ્રેણીબદ્ધ વિસ્ફોટક ટ્વીટ્સ પોસ્ટ કર્યા જેમાં નરોદિત્સ્કીના અચાનક મૃત્યુના સંજોગો પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ક્રેમનિકે અગાઉ નરોદિત્સ્કી પર ઓનલાઈન ચેસમાં છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો.

ક્રેમનિકે ડેનિયલ નારોદિત્સ્કીના મૃત્યુ માટે ડ્રગના દુરુપયોગ અને બગડતા માનસિક સ્વાસ્થ્યને જવાબદાર ઠેરવ્યું. તેણે પહેલા તેના X એકાઉન્ટ પર એક પોસ્ટ પોસ્ટ કરી, જેમાં લખ્યું, “ડ્રગ્સ ન લો.” ત્યારબાદ તેણે ખુલાસો કર્યો કે નરોદિત્સ્કીએ અચાનક ટ્વિચમાંથી તેની તાજેતરની સામગ્રી દૂર કરી દીધી છે.

"શ્રી રામ આપણને ધર્મનું પાલન કરવાનું શીખવે છે અને અન્યાય સામે લડવાની હિંમત આપે છે " : પીએમ મોદીનો રાષ્ટ્રને પત્ર

Prime Minister Narendra Modi Letter to the nation : દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર અને નક્સલ વિરોધી અભિયાનની સફળતાની પ્રશંસા કરી. …સંપૂર્ણ વાંચો

ONGC Recruitment 2025: ધો. 10 થી લઈને કોલેજ પાસ ઉમેદવારોને ONGCમાં નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી

ONGC Apprentice Bharti 2025 Apply here at ongcindia.com in Gujarati: ONGC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. …સંપૂર્ણ વાંચો

Diwali AQI update :દિવાળી પછી અમદાવાદમાં હવા બની 'ખતરનાક', દેશના અન્ય શહેરોમાં શું છે સ્થિતિ?

Ahmedabad aqi after Diwali : અમદાવાદ સહિત દેશના મોટાભાગના શહેરોમાં હવા ઝેરીલી બની હતી. અમદાવાદમાં દિવાળીની રાત્રે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 350 ને વટાવી ગયો હતો. જોકે, બીજા દિવસે ઘટીને 220 નજીક આવી ગયો હતો. …વધુ વાંચો

Canada PR : હાથમાં છે કેનેડાના PR? આ 30 દેશોમાં વર્કર્સને વિઝા વગર જ મળશે એન્ટ્રી, અહીં જાણો લીસ્ટ

canada pr holders benefits in gujarati : કેનેડિયન PR મેળવવાના ત્રણ મુખ્ય ફાયદા છે. સૌથી મહત્વપૂર્ણ ફાયદો વિઝા-મુક્ત પ્રવેશ છે. તો, ચાલો 30 દેશો અને પ્રદેશો પર એક નજર કરીએ જ્યાં કેનેડિયન પીઆર ધારકો વિઝા વિના મુસાફરી કરી શકે છે. …વધુ વાંચો

Today News Live: દિવાળી પર દિલ્હી-એનસીઆરમાં AQI 550 ને વટાવી ગયો

દિવાળી પર દિલ્હીની હવા ખતરનાક રીતે ‘ઝેરી’ બની ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની ‘ગેસ ચેમ્બર’ બની ગઈ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, દિવાળી પર દિલ્હીની હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ અને ‘ગંભીર’ શ્રેણીઓમાં પહોંચી ગઈ. સોમવારે શહેરના 38 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 34 સ્ટેશનોએ ‘રેડ ઝોન’માં પ્રદૂષણનું સ્તર નોંધ્યું. હાલમાં, સમગ્ર દિલ્હી માટે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 531 છે. આ પરિસ્થિતિ ઓનલાઈન વાચકો માટે એક મોટા અને ગંભીર સમાચાર છે. પ્રદૂષણનું આ સ્તર ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ