Live

Today News; દરેક ઘરને સ્વદેશીનું પ્રતિક બનાવો, વિકસિત રાજ્ય થી વિકસિત ભારત બનશે : PM મોદી

Gujarat Latest News Update Today in Gujarati 21 September 2025: પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે, ભારતનું દરેક રાજ્ય વિકસિત થવાથી ભારત વિકસિત થશે. દેશની સ્વતંત્રતાને જેવી રીતે સ્વદેશી મંત્રથી તાકાત મળી તેવી જ રીતે દેશની સમૃદ્ધિને પણ સ્વદેશી મંત્રથી જ તાકાત મળશે.

Written by Ajay Saroya
Updated : September 22, 2025 15:35 IST
Today News; દરેક ઘરને સ્વદેશીનું પ્રતિક બનાવો, વિકસિત રાજ્ય થી વિકસિત ભારત બનશે : PM મોદી
પીએમ નરેન્દ્ર મોદી (ફોટો સોર્સઃ @BJP4India)

Gujarat Latest News Update Today in Gujarati 21 September 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતામાં કહ્યું કે, મારો તમામ રાજ્ય સરકારોને આગ્રહ છે કે, આત્મનિર્ભર ભારત અને સ્વદેશીના આ અભિયાન સાથે પોતાના રાજ્યોમાં ઉત્પાદન સાથે જોડાવો અને રોકાણ માટે માહોલ તૈયાર કરો. ભારતનું દરેક રાજ્ય વિકસિત થવાથી ભારત વિકસિત થશે. દેશની સ્વતંત્રતાને જેવી રીતે સ્વદેશી મંત્રથી તાકાત મળી તેવી જ રીતે દેશની સમૃદ્ધિને પણ સ્વદેશી મંત્રથી જ તાકાત મળશે. આપણે દરેક ઘરને સ્વદેશીનું પ્રતિક બનાવવું પડશે. ગર્વથી કહો કે આ સ્વદેશી છે, હું સ્વદેશી ખરીદુ છું, હું સ્વદેશી સામાન વેચું છું, તે દરેક ભારતીયનું સ્વમાન બનવું જોઇએ, આમ થવાથી જ ભારત વિકસિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે પાંચ વાગ્યે દેશને સંબોધિત કરવાના છે. તે હજી સ્પષ્ટ નથી કે આ કયા મુદ્દા પર દેશને સંબોધિત કરવાના છે. પરંતુ તે પહેલા જ્યારે પણ પીએમ મોદીએ દેશને આ રીતે સંબોધન કર્યું છે, ત્યારે મોટી જાહેરાતો કરવામાં આવી છે, તેની વ્યાપક અસર જોવા મળી છે. સોશિયલ મીડિયા પર અટકળોનું બજાર પહેલાથી જ ગરમ થઈ ગયું છે. કેટલાક યુઝર્સનું માનવું છે કે પીએમ મોદી માત્ર જીએસટી વિશે જ માહિતી આપી શકે છે. હકીકતમાં જીએસટીના નવા દર 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવી રહ્યા છે. દિવાળી પહેલા સામાન્ય લોકોને મોટી ભેટ મળવાની છે, ઘણી વસ્તુઓ સસ્તી થશે. આવી સ્થિતિમાં લોકોનું માનવું છે કે પીએમ મોદી આ નિર્ણય વિશે વિગતવાર માહિતી આપી શકે છે.

Read More
Live Updates

એશિયા કપમાં ભારત સામેની મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ રઘવાયા થયા, અભિષેક શર્માએ શું કહ્યું

Asia Cup 2025, India vs Pakistan : એશિયા કપ 2025 માં ભારતે સુપર 4 માં પાકિસ્તાન સામે વિજય મેળવ્યો હતો. ભારતે આ ટૂર્નામેન્ટમાં પાક સામે સતત બીજો વિજય મેળવ્યો છે …વધુ માહિતી

દરેક ઘરને સ્વદેશીનું પ્રતિક બનાવો, વિકસિત રાજ્ય થી વિકસિત ભારત બનશે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતામાં કહ્યું કે, મારો તમામ રાજ્ય સરકારોને આગ્રહ છે કે, આત્મનિર્ભર ભારત અને સ્વદેશીના આ અભિયાન સાથે પોતાના રાજ્યોમાં ઉત્પાદન સાથે જોડાવો અને રોકાણ માટે માહોલ તૈયાર કરો. ભારતનું દરેક રાજ્ય વિકસિત થવાથી ભારત વિકસિત થશે. દેશની સ્વતંત્રતાને જેવી રીતે સ્વદેશી મંત્રથી તાકાત મળી તેવી જ રીતે દેશની સમૃદ્ધિને પણ સ્વદેશી મંત્રથી જ તાકાત મળશે. આપણે દરેક ઘરને સ્વદેશીનું પ્રતિક બનાવવું પડશે. ગર્વથી કહો કે આ સ્વદેશી છે, હું સ્વદેશી ખરીદુ છું, હું સ્વદેશી સામાન વેચું છું, તે દરેક ભારતીયનું સ્વમાન બનવું જોઇએ, આમ થવાથી જ ભારત વિકસિત થશે.

GST 2.0 : નવરાત્રીથી મહાબચત થશે, સાબુ શેમ્પૂથી લઇ વાહનો અને ટીવી ફ્રિજ સસ્તા થશે, જાણો શું મોંઘુ થશે

New GST Rate : જીએસટીના નવા દર 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. જીએસટી સુધારા બાદ રોજિંદા આવશ્યક ચીજવસ્તુઓ, હોમ એપ્લાયન્સીસ અને નાની કાર સસ્તી થશે. તમાકુ, આલ્કોહોલ અને પેટ્રોલ મોંઘા રહેશે. કઈ વસ્તુઓ સસ્તી છે અને કઈ મોંઘી છે તે શોધો. …સંપૂર્ણ વાંચો

H 1B Visa Fee : અમેરિકાના એચ 1બી વિઝા ફીમાં વધારાથી ભારતીયોને ફટકો, જાણો કોને સૌથી વધુ અસર થશે

US H 1B Visa Fee Hike Impact Indian : અમેરિકાના એચ 1બી વિઝાની ફી વધીને 1 લાખ ડોલર થઇ ગઇ છે. ડોનાલ્ડ ટ્રમ્સના આ નિર્ણયથી ભારતીય પ્રોફેશનલ અને આઈટી કંપનીઓ સામે મોટી મુશ્કેલી ઉભી થઇ છે. જાણો અમેરિકાના રોજગાર બજાર અને ભારતના આઈટી એન્જિનિયરો પર કેવી અસર થશે …અહીં વાંચો

પીએમ મોદી આજે સાંજે 5 વાગે રાષ્ટ્રને સંબોધન કરશે, મોટી ઘોષણા થવા સંભવ

ડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે પાંચ વાગ્યે દેશને સંબોધિત કરવાના છે. તે હજી સ્પષ્ટ નથી કે આ કયા મુદ્દા પર દેશને સંબોધિત કરવાના છે. પરંતુ તે પહેલા જ્યારે પણ પીએમ મોદીએ દેશને આ રીતે સંબોધન કર્યું છે, ત્યારે મોટી જાહેરાતો કરવામાં આવી છે, તેની વ્યાપક અસર જોવા મળી છે. સોશિયલ મીડિયા પર અટકળોનું બજાર પહેલાથી જ ગરમ થઈ ગયું છે. કેટલાક યુઝર્સનું માનવું છે કે પીએમ મોદી માત્ર જીએસટી વિશે જ માહિતી આપી શકે છે. હકીકતમાં જીએસટીના નવા દર 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવી રહ્યા છે. દિવાળી પહેલા સામાન્ય લોકોને મોટી ભેટ મળવાની છે, ઘણી વસ્તુઓ સસ્તી થશે. આવી સ્થિતિમાં લોકોનું માનવું છે કે પીએમ મોદી આ નિર્ણય વિશે વિગતવાર માહિતી આપી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ