Today News : અમદાવાદમાં ધોધમાર વરસાદ, 2 થી 4 ઈંચ જેટલા વરસાદથી પાણી જ પાણી

Today Latest News Update in Gujarati 25 June 2025: અમદાવાદમાં બે થી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા પૂર્વના ઓઢવ, મણિનગર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Written by Ankit Patel
Updated : June 25, 2025 23:31 IST
Today News : અમદાવાદમાં ધોધમાર વરસાદ, 2 થી 4 ઈંચ જેટલા વરસાદથી પાણી જ પાણી
Ahmedabad Rain Forecast Today: અમદાવાદ ભારે વરસાદ, આજનુ હવામાન - Express photo

Today Latest News Update in Gujarati 25 June 2025: અમદાવાદ શહેરમાં બુધવારે 25 જૂને સાંજ બાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પાલડી, જમાલપુર, મણિનગર, કાંકરિયા, રાણીપ, વાડજ, સેટેલાઈટ, પ્રહલાદનગર, જોધપુર, એલિસબ્રિજ, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. બે થી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા પૂર્વના ઓઢવ, મણિનગર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

751 ગ્રામ પંચાયતોમાં સમરસ

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે. હવે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થશા છે.

પરમાણુ સુવિધાઓનો નાશ કરીને યુદ્ધ બંધ કરવું એ મારા માટે સન્માન છે : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લેતા થાકતા નથી લાગતા. હવે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ઇઝરાયલ અને ઈરાન બંને સમાન રીતે યુદ્ધ બંધ કરવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે ઈરાનની તમામ પરમાણુ સુવિધાઓ અને ક્ષમતાઓનો નાશ કરીને યુદ્ધ બંધ કરવું એ તેમના માટે સન્માન છે.

અગાઉ, તેમણે યુદ્ધવિરામ પછી ઈરાન અને ઇઝરાયલ બંને દ્વારા છોડવામાં આવેલી મિસાઇલો પર નારાજગી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને ચેતવણી આપી હતી કે તે તેના પાઇલટ્સને પાછા બોલાવે કારણ કે તેઓ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ટ્રમ્પે પત્રકારોને એમ પણ કહ્યું હતું કે ઇઝરાયલ અને ઈરાને મંગળવારની દુશ્મનાવટ સમાપ્ત કરવાની સમયમર્યાદા પછી હુમલાઓ કરીને યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.

Read More
Live Updates

today News Live : અમદાવાદમાં ધોધમાર વરસાદ, 2 થી 4 ઈંચ જેટલા વરસાદથી પાણી જ પાણી

અમદાવાદ શહેરમાં બુધવારે 25 જૂને સાંજ બાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પાલડી, જમાલપુર, મણિનગર, કાંકરિયા, રાણીપ, વાડજ, સેટેલાઈટ, પ્રહલાદનગર, જોધપુર, એલિસબ્રિજ, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. બે થી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા પૂર્વના ઓઢવ, મણિનગર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મેઘરાજાએ સુરતની 'સૂરત' બગાડી, હજારો કરોડનો ખર્ચો છતા ઈમરજન્સી સુવિધાના નામે પોકળ દાવા

flood situation in Surat: દસ હજાર કરોડના બજેટવાળા સ્માર્ટ સિટી સુરતમાં મૂળભૂત કટોકટી સુવિધાઓનો અભાવ હતો. સુરતને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે સરકારે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. …સંપૂર્ણ વાંચો

અમેરિકાના હુમલામાં ન્યૂક્લિયર પ્રોગ્રામને કેટલું નુકસાન થયું? પ્રથમ વખત ઇરાને આ વાત સ્વીકારી

Iran nuclear facilities : ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ બુધવારે તેમના ત્રણ પરમાણુ પ્લાન્ટ ફોર્ડો, નતાંજ અને ઈસ્ફહાનમાં થયેલા નુકસાન પુષ્ટિ કરી …સંપૂર્ણ વાંચો

વરસાદ આવતા જ ઘઉંમાં પડવા લાગે છે જીવાત, આ 5 દેશી ઉપાયો અજમાવો આસપાસ પણ નહીં ભટકે

વરસાદની મોસમમાં ઘરોમાં ભેજ વધવા લાગે છે. જેના કારણે ઘઉંમાં જીવજંતુઓ પડવા લાગે છે. જો આ જંતુઓને યોગ્ય સમયે દૂર કરવામાં ન આવે તો તે આખું અનાજ બગાડી નાખે છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઉપાયો કરીને ઘઉંને સુરક્ષિત રાખી શકો છો
વધુ વાંચો

ઇમરજન્સીના 50 વર્ષ : બે મિનિટનું મૌન, મોદી સરકારની કેબિનેટ બેઠકમાં શું-શું થયું?

50 Years Of Emergency : ઇમરજન્સીના 50 વર્ષ પૂરા થયા છે. તે પ્રકરણને યાદ કરીને ભાજપ દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. આ પ્રસંગે કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં બે મિનિટનું મૌન રાખ્યું હતું …વધુ માહિતી

AMC Recruitment 2025 : અમદાવાદમાં કાયમી નોકરી મેળવવાની તક, ₹49,000 સુધીનો પગાર, આ લાયકાત જરૂરી

Ahmedabad Municipal Corporation Recruitment 2025: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત બગીચા ખાતાની વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા. …સંપૂર્ણ માહિતી

Gujarat Rain forecast: આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Gujarat Rain Weather Forecast Update Today: સુરત જિલ્લા બાદ મંગળવારે વરસાદે નર્મદા જિલ્લામાં ધબધબાટી બોલાવી હતી. ત્યારે હવે આજે 25 જૂન 2025, બુધવારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. …બધું જ વાંચો

today News Live : અત્યાર સુધીમાં 751 ગ્રામ પંચાયતોમાં સમરસ

ગુજરાતમાં અત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે

Gujarat Today Rain : ગુજરાતમાં 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ, નર્મદાના નાંદોદમાં 8.66 ઈંચ ખાબક્યો

Aaj Nu Havaman, Gujarat Rain : છેલ્લા 24 કલાકના વરસાદ અંગે વાત કરીએ તો રાજ્યમાં 142 તાલુકામાં વરસાદનોં ધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નર્મદાના નાંદોદમાં નોંધાયો હતો. …અહીં વાંચો

today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 24 જૂન 2025, સવારે 6 વાગ્યાથી લઈને 25 જૂન 2025 સવારે 6 વાગ્યા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નર્મદા જીલ્લાના નાંદોદમાં 8.66 ઈંચ નોંધાયો હતો. ત્યારબાદ દાહોદમાં 7.56 ઈંચ વરસાદ પડ્યો હતો.

today News Live : ઇઝરાયલ અને ઈરાન બંને યુદ્ધનો અંત લાવવા માંગતા હતા - ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ઇઝરાયલ અને ઈરાન બંને સમાન રીતે યુદ્ધ રોકવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે ઈરાનની તમામ પરમાણુ સુવિધાઓ અને ક્ષમતાઓનો નાશ કરીને યુદ્ધ બંધ કરવું તેમના માટે સન્માનની વાત હશે.

today News Live : પરમાણુ સુવિધાઓનો નાશ કરીને યુદ્ધ બંધ કરવું એ મારા માટે સન્માન છે : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લેતા થાકતા નથી લાગતા. હવે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ઇઝરાયલ અને ઈરાન બંને સમાન રીતે યુદ્ધ બંધ કરવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે ઈરાનની તમામ પરમાણુ સુવિધાઓ અને ક્ષમતાઓનો નાશ કરીને યુદ્ધ બંધ કરવું એ તેમના માટે સન્માન છે.

અગાઉ, તેમણે યુદ્ધવિરામ પછી ઈરાન અને ઇઝરાયલ બંને દ્વારા છોડવામાં આવેલી મિસાઇલો પર નારાજગી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને ચેતવણી આપી હતી કે તે તેના પાઇલટ્સને પાછા બોલાવે કારણ કે તેઓ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ટ્રમ્પે પત્રકારોને એમ પણ કહ્યું હતું કે ઇઝરાયલ અને ઈરાને મંગળવારની દુશ્મનાવટ સમાપ્ત કરવાની સમયમર્યાદા પછી હુમલાઓ કરીને યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.

today News Live : ગુજરાતની 8326 ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ

ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આજે 25 જૂન 2025, બુધવારના રોજ 8 હજારથી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આજે ગુજરાતના 8 હજાર 326 ગામોમાં સરપંચ અને સભ્યો કોણ બનશે તે નક્કી થશે. 22 જૂને યોજાએલ ગ્રામપંચાયતની મતદાનની મતગણતરી આજે બુધારે સવારે 8 વાગ્યાથી શરૂ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ