Today Latest News Update in Gujarati 26 August 2025 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે હાંસલપુર ખાતે મારુતિ સુઝુકીની ઈ વિટારા કારને લીલીઝંડી આપી હતી. મારુતિ સુઝુકીના ઉચ્ચ અધિકારીઓને પણ મળ્યા હતા ત્યારબાદ દિલ્હી જવા માટે રવાના થયા હતા. બેચરાજીના હાંસલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારુતિ સુઝુકીના કાર્યક્રમમાં કહ્યું હતું કે ગણેશ ઉત્સવના આ ઉત્સાહમાં, ભારતની મેક ઇન ઇન્ડિયા યાત્રામાં એક નવો અધ્યાય ઉમેરવામાં આવી રહ્યો છે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ એ આપણા ધ્યેય તરફ એક મોટી છલાંગ છે. આજથી, ભારતમાં બનેલા ઇલેક્ટ્રિક વાહનો 100 દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ સાથે, હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોલાઇટ ઉત્પાદન પણ આજથી શરૂ થઈ રહ્યું છે. આ દિવસ ભારત અને જાપાન વચ્ચેની મિત્રતાને એક નવું પરિમાણ પણ આપી રહ્યો છે. હું બધા દેશવાસીઓ, જાપાન અને સુઝુકી કંપનીને અભિનંદન આપું છું.