Today News : ચક્રવાત મોન્થા હાઈ એલર્ટ પર! આંધ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર, 65 ટ્રેનો અને ફ્લાઇટ્સ રદ

Gujarat Latest News Update Today in Gujarati 28 October 2025: દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને નજીકના ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વહીવટીતંત્રે સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.

Written by Ankit Patel
Updated : October 28, 2025 23:15 IST
Today News : ચક્રવાત મોન્થા હાઈ એલર્ટ પર! આંધ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર, 65 ટ્રેનો અને ફ્લાઇટ્સ રદ
મોંથા ચક્રવાત એલર્ટ - Express photo

Today Latest News Update in Gujarati 28 october 2025: ચક્રવાત મોન્થા આજ સુધીમાં તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. તે 28 ઓક્ટોબરે કાકીનાડા નજીક લેન્ડફોલ કરશે. IMD અને INCOIS એ નેલ્લોરથી શ્રીકાકુલમ સુધી આંધ્રના દરિયાકાંઠે 4.7 મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી આપી હતી, અને તોફાન નજીક આવતાં ખરાબ હવામાન અને તેજ પવનની આગાહી કરી હતી. 28 ઓક્ટોબરની સાંજ કે રાત્રિ સુધીમાં આ તોફાન માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક લેન્ડફોલ કર્યું હતું.

દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને નજીકના ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વહીવટીતંત્રે સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.

Read More
Live Updates

સ્માર્ટફોન આંખો સાથે મગજ ઉપર પણ કરે છે અસર, જાણો કેટલા દૂરથી ફોન ચલાવવો સુરક્ષિત

Health News Gujarati : નિષ્ણાતોના મતે ફોન ઓપરેટ કરવાનું અંતર અને સમયનું યોગ્ય ધ્યાન ન લેવાથી ઊંઘની સમસ્યા, તણાવ, યાદશક્તિની નબળાઈ અને દૃષ્ટિ પર ખરાબ અસર પડી શકે છે. આવી સ્થિતિમાં ફોનનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે …સંપૂર્ણ વાંચો

સરકારી કર્મચારીઓ આનંદો! 8માં પગાર પંચને લઈ ખુશખબર, કેબિનેટે આપી ToR ને મંજૂરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે (28 ઓક્ટોબર) 8મા કેન્દ્રીય પગાર પંચના સંદર્ભ નિયમો (ToR) ને મંજૂરી આપી હતી દીધી છે. …સંપૂર્ણ માહિતી

બિહારમાં મહાગઠબંધને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, જાણો ‘તેજસ્વી પ્રણ’ માં શું-શું વાયદા કરવામાં આવ્યા

Bihar Assembly Elections 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ દરમિયાન મહાગઠબંધનના તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. મહાગઠબંધને પોતાના ઢંઢેરાને તેજસ્વી પ્રણ નામ આપ્યું છે …વધુ વાંચો

મોટોરોલાએ લોન્ચ કર્યો પાતળો moto X70 Air સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ

Moto X70 Air Launched : મોટોરોલાએ તેની નવી Air Series નો પહેલો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. 50 એમપી ટ્રિપલ રિઅર કેમેરા વાળા આ નવા મોટો સ્લિમ સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે જાણો …સંપૂર્ણ વાંચો

ભારત વિ ઓસ્ટ્રેલિયા ટી 20 હેડ ટુ હેડ, સક્સેસ રેટ, હાઇએસ્ટ અને ન્યૂનતમ સ્કોરના આંકડા જાણો

India vs Australia Head to Head in T20i : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની ટી 20 શ્રેણીની શરૂઆત 29 ઓક્ટોબરથી થશે. પ્રથમ ટી 20 મેચ કેનબરાના મનુકા ઓવલમાં રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 1.45 થી શરુ થશે …વધુ માહિતી

turkey earthquake : તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, ત્રણ ઈમારતો ધરાશાયી, અનેક લોકો ઘાયલ

earthquake in Turkey : કટોકટી વ્યવસ્થાપન એજન્સી AFAD એ અહેવાલ આપ્યો છે કે 6.1 ની તીવ્રતાનો ભૂકંપ બાલિકેસિર પ્રાંતના સિંદિરગી શહેરમાં કેન્દ્રિત હતો. …વધુ માહિતી

Today News Live: તુર્કીમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ

તુર્કીમાં જોરદાર ભૂકંપ અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ તુર્કીમાં ઓછામાં ઓછી ત્રણ ઇમારતો ધરાશાયી થઈ. જોકે, કોઈ જાનહાનિના અહેવાલ નથી. કટોકટી વ્યવસ્થાપન એજન્સી AFAD એ અહેવાલ આપ્યો છે કે 6.1 ની તીવ્રતાનો ભૂકંપ બાલિકેસિર પ્રાંતના સિંદિરગી શહેરમાં કેન્દ્રિત હતો. તે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:48 વાગ્યે આવ્યો હતો. તેની ઊંડાઈ 5.99 કિલોમીટર (3.72 માઇલ) માપવામાં આવી હતી.

Study in USA : એલિયન્સ શોધવાનું પણ સિખવાડી રહ્યું છે અમેરિકા, MIT સહિત આ મોટી યુનિવર્સિટીઓમાં મળે છે ડિગ્રી

Astronomy Top Universities in USA : દુનિયાભરની અવકાશ એજન્સીઓ એલિયન્સ અને અન્ય ગ્રહો પર જીવનના સંકેતોની શોધમાં રોકાયેલી છે. પરંતુ શું તમે જાણો છો કે એલિયન્સ શોધવા માટે પણ અભ્યાસ કરવામાં આવે છે? …સંપૂર્ણ વાંચો

Today News Live: ચક્રવાત મોન્થા માટે આંધ્રપ્રદેશમાં ચેતવણી, રાજ્યભરમાં 54 ટ્રેનો રદ કરાઈ

ચક્રવાત મોન્થાની અસરને કારણે આંધ્રપ્રદેશમાં રેલ ટ્રાફિક ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલા તરીકે, દક્ષિણ મધ્ય રેલ્વે (SCR) એ વિજયવાડા વિભાગ હેઠળ કાર્યરત 54 ટ્રેન સેવાઓ રદ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી બે દિવસમાં વિજયવાડાથી ઉપડતી ઘણી પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે.

રાજમુન્દ્રી, નિદાદાવોલુ, ગુંટુર, કાકીનાડા, તેનાલી, માર્કપુર, માછલીપટ્ટનમ, નરસાપુર, વિશાખાપટ્ટનમ, ઓંગોલ, ભીમાવરમ અને માચેરલાથી ઉપડતી ટ્રેન સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થાના કારણે સર્જાયેલી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. SCR એ મુસાફરોને રદ કરાયેલી ટ્રેનો વિશે માહિતી આપતા SMS એલર્ટ પણ મોકલ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે હવામાન સામાન્ય થયા પછી ટ્રેન સેવાઓ ફરી શરૂ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ