Today News : બ્રાઝિલમાં ડ્રગ ગેંગ સામે સૌથી મોટી કાર્યવાહી, 132 લોકો માર્યા ગયા

Gujarat Latest News Update Today in Gujarati 30 October 2025:બ્રાઝિલમાં પોલીસે ડ્રગ ગેંગ સામે એક મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીના ભાગ રૂપે રિયો ડી જાનેરોમાં અત્યાર સુધીમાં132ડ્રગ ગેંગ સભ્યોને મારી નાખવામાં આવ્યા છે.

Written by Ankit Patel
Updated : October 30, 2025 23:22 IST
Today News : બ્રાઝિલમાં ડ્રગ ગેંગ સામે સૌથી મોટી કાર્યવાહી, 132 લોકો માર્યા ગયા
બ્રાઝિલ ડ્રગ્સ માફિયા સામે મોટી કાર્યવાહી - (@SD73660)

Today Latest News Update in Gujarati 30 october 2025: બ્રાઝિલમાં પોલીસે ડ્રગ ગેંગ સામે એક મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીના ભાગ રૂપે રિયો ડી જાનેરોમાં અત્યાર સુધીમાં ૧૩૨ ડ્રગ ગેંગ સભ્યોને મારી નાખવામાં આવ્યા છે. પોલીસ કાર્યવાહી બાદ રિયો ડી જાનેરોની શેરીઓ લાશોથી ભરેલી હતી. રાજ્ય પોલીસે જણાવ્યું હતું કે એક મોટી ડ્રગ ગેંગને નિશાન બનાવતી આ કાર્યવાહી બે મહિના અગાઉથી આયોજન કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ પોલીસ પર હત્યાકાંડ આચરવાનો આરોપ લગાવ્યો છે.

પીડિતોના મૃતદેહ રિયો ડી જાનેરોની બહારના એક આંતરછેદ પર ફૂટપાથ પર લાઇનમાં મૂકવામાં આવ્યા હતા. રહેવાસીઓએ અહેવાલ આપ્યો હતો કે ઘણા લોકોના અન્ડરવેર ઉતારી દેવામાં આવ્યા હતા જેથી સંબંધીઓ તેમની ઓળખ કરી શકે, જ્યારે અન્યને ચાદરથી ઢાંકી દેવામાં આવ્યા હતા.

Read More
Live Updates

ગુગલની જિયો યુઝર્સને ભેટ, 35100 રુપિયાની કિંમતનું Google AI Pro એકદમ ફ્રી

Jio Google Partnership : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને ગૂગલે આજે નવી વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી. આ ભાગીદારી હેઠળ જિયો યુઝર્સને 18 મહિના માટે Google AI Pro પ્લાનનો મફત ઍક્સેસ આપવામાં આવશે. બજારમાં તેની કિંમત લગભગ 35,100 રૂપિયા પ્રતિ યુઝર છે
વધુ માહિતી

પીએમ મોદીએ એકતા નગરમાં 25 નવી ઇ-બસોનું લોકાર્પણ કર્યું

PM Modi visit Kevadia Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. વડાપ્રધાનના હસ્તે 30 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલી 25 નવી ઈ-બસોનું લોકાર્પણ કરાયું. પીએમ મોદી શુક્રવારે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી સમારોહમાં સહભાગી થશે …અહીં વાંચો

ICC અધ્યક્ષ જય શાહે IOC પ્રમુખ કોવેંટ્રી સાથે મુલાકાત કરી, આ મુદ્દા પર થઇ ચર્ચા

ICC Chairman Jay Shah : જય શાહે આ અઠવાડિયાની શરૂઆતમાં સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલા આઈઓસી સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતના અધ્યક્ષ કિર્સ્ટી કોવેંટ્રી સાથે મુલાકાત કરી …અહીં વાંચો

Today News Live: પીએમ મોદી બાય રોડ કેવડિયા જવા માટે રવાના

પીએમ મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. કેવડિયા અને આસપાસના વિસ્તારમાં ખરાબ હવામાન અને વરસાદી માહોલને કારણે પીએમ નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરના બદલે બાય રોડ કેવડિયા જવા માટે રવાના થયા છે.

મુંબઈના RA સ્ટૂડિયોમાંથી માસુમ બાળકોને છોડાવ્યા, બાળકોને બંધક બનાવનાર વ્યક્તિની ધરપકડ

Mumbai RA studio : મુંબઈના જાણીતા RA સ્ટૂડિયોના પહેલા માળે ચાલતા એક્ટિંગ ક્લાસમાં 15 થી 20 બાળકોને બંધક બનાવવાની માહિતી મળતાં સમગ્ર વિસ્તારમાં અરાજકતા મચી ગઈ હતી. જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી …બધું જ વાંચો

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટમાં તૂટી જશે 148 વર્ષથી ચાલી રહેલી પરંપરા, જાણો કેવી રીતે

Tea before lunch in Guwahati Tests : 22 નવેમ્બરથી ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન પ્રથમ વખત ખેલાડીઓને લંચ પહેલા ટી બ્રેક મળશે …વધુ માહિતી

ગેલેક્સી AI નો હવે ગુજરાતી ભાષામાં પણ કરી શકાશે ઉપયોગ, આ સાથે કુલ 22 ભાષામાં ઉપલબ્ધ

Samsung adds Gujarati to Galaxy AI: સેમસંગ તરફથી ગુરુવારે કરાયેલી એક જાહેરાત મુજબ કંપનીએ ગેલેક્સી AI માટે બે નવી ભાષાઓ ગુજરાતી અને ફિલિપિનો રજૂ કરી છે. આ નવા અપડેટ સાથે ગેલેક્સી AIનો ઉપયોગ હવે કુલ 22 ભાષાઓમાં કરી શકાશે …સંપૂર્ણ વાંચો

પીએમ મોદીએ કહ્યું - કટ્ટા, ક્રૂરતા, કટુતા, કુશાસન અને કરપ્શન બિહારમાં રાજદના જંગલરાજની ઓળખ

Bihar Assembly Elections 2025 : પીએમ મોદીએ કહ્યું કે આજે દરેક સર્વેમાં એક વાત ખુલીને સામે આવી રહી છે કે આ ચૂંટણીમાં આરજેડી-કોંગ્રેસને અત્યાર સુધીની સૌથી મોટી હારનો સામનો કરવો પડશે. બધા સર્વેક્ષણો કહી રહ્યા છે અને તમામ સર્વે એ પણ કહી રહ્યા છે કે ચૂંટણીમાં એનડીએને સૌથી મોટી જીત મળવાની છે …અહીં વાંચો

Today News Live: બ્રાઝિલમાં ડ્રગ ગેંગ સામે સૌથી મોટી કાર્યવાહી, 132 લોકો માર્યા ગયા

બ્રાઝિલમાં પોલીસે ડ્રગ ગેંગ સામે એક મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીના ભાગ રૂપે રિયો ડી જાનેરોમાં અત્યાર સુધીમાં ૧૩૨ ડ્રગ ગેંગ સભ્યોને મારી નાખવામાં આવ્યા છે. પોલીસ કાર્યવાહી બાદ રિયો ડી જાનેરોની શેરીઓ લાશોથી ભરેલી હતી. રાજ્ય પોલીસે જણાવ્યું હતું કે એક મોટી ડ્રગ ગેંગને નિશાન બનાવતી આ કાર્યવાહી બે મહિના અગાઉથી આયોજન કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ પોલીસ પર હત્યાકાંડ આચરવાનો આરોપ લગાવ્યો છે.

પીડિતોના મૃતદેહ રિયો ડી જાનેરોની બહારના એક આંતરછેદ પર ફૂટપાથ પર લાઇનમાં મૂકવામાં આવ્યા હતા. રહેવાસીઓએ અહેવાલ આપ્યો હતો કે ઘણા લોકોના અન્ડરવેર ઉતારી દેવામાં આવ્યા હતા જેથી સંબંધીઓ તેમની ઓળખ કરી શકે, જ્યારે અન્યને ચાદરથી ઢાંકી દેવામાં આવ્યા હતા.

National Unity Day : રાષ્ટ્રિય એક્તા દિવસ પર દર વર્ષે એક ભવ્ય પરેડ યોજાશે,1 થી 15 નવેમ્બર સુધી ઉજવવામાં આવશે 'ભારત પર્વ'

Ekta Diwas 2025 news in gujarati : અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા દિવસ પર હવે વાર્ષિક ધોરણે એક વિશાળ પરેડ યોજાશે. કેન્દ્રીય સશસ્ત્ર દળો સાથે વિવિધ રાજ્યોની પોલીસ ટુકડીઓ પણ આ પરેડમાં ભાગ લેશે. …વધુ વાંચો

IBPS Clerk bharti 2025 :દેશભરની બેંકોમાં ક્લાર્કની ભરતી, ગુજરાતમાં કેટલી જગ્યાઓ ભરાશે?

IBPS Clerk Recruitment 2025: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન ભરતી ઝુંબેશ હેઠળ કુલ ખાલી જગ્યાઓની સંખ્યા 10,277 હતી, પરંતુ આ વધારા પછી આ ભરતી ઝુંબેશ હેઠળ કુલ ખાલી જગ્યાઓની સંખ્યા હવે વધીને 13,533 થઈ ગઈ છે. …અહીં વાંચો

ટ્રમ્પ અને શી જિનપિંગની આજે મહત્વપૂર્ણ બેઠક: વેપાર, ટેરિફ અને તાઇવાન સહિતના મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

US China summit in Gujarati : અમેરિકા અને ચીન બંને દેશો વચ્ચે વધતા ટેરિફ તણાવ વચ્ચે છ વર્ષ પછી બંને વિશ્વ નેતાઓ વચ્ચે થનારી સામ-સામે મુલાકાત પર બધાની નજર છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પે કહ્યું, “આ બેઠક ખૂબ જ સફળ રહેશે.” …સંપૂર્ણ વાંચો

Today News Live: પીએમ મોદી આજે કેવડિયામાં 800 કરોડના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે

આજે 30 ઓક્ટોબરે પીએમ મોદી કેવડિયામાં 800 કરોડના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. જ્યારે આવતી કાલે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એક્તા દિવસ પર પરેડમાં ભાગ લેશે. મળતી માહિતી પ્રમાણે 800 કરોડના પ્રોજેક્ટ્સમાં ત્રણ મ્યુઝિયમનો પણ સમાવેશ થાય છે. આ ત્રણ મ્યુઝિયમની વાત કરીએ તો ગુજરાત વંદના મ્યૂઝિયમ, વીર બાળ ઉદ્યાન મ્યૂઝિયમ અને મ્યૂઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા એટલે કે મોરકી મ્યૂઝિયમ. મોરકી મ્યૂઝિયમ રજવાડાનું મ્યૂઝિયમ છે. સરદાર પટેલની પ્રતિમાની પાછળની તરફ મોરકી મ્યૂઝિયમ બનશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ