Gujarat Latest News Update Today in Gujarati 9 November 2025 : ગુજરાત એટીએસ એ 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણેય વ્યક્તિ છેલ્લા એક વર્ષથી ગુજરાત એટીએસની રડારમાં હતા. ત્રણેય વ્યક્તિ હથિયારોની સપ્લાય કરતી વખતે ઝડપી લેવામાં આવ્યા છે. તેઓ દેશના વિવિધ વિસ્તારોમાં આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.
મને ખતરો છે એટલે મારી સુરક્ષા વધારાઇ છે : તેજ પ્રતાપ યાદવ
જન શક્તિ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહુઆ વિધાનસભા ક્ષેત્રના ઉમેદવાર તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, મારી સુરક્ષા વધારવામાં આવી છે, કારણ કે મને ખતરો છે. આ લોકો મને મારી પણ નાંખશે. બધા જ દુશ્મન દેખાય છે.
બિહારની જનતા પરિવર્તન માટે મતદાન કરી રહી છે : RJD નેતા તેજસ્વ યાદવ
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રચાર માટે આજે છેલ્લો દિવસ છે. બિહાર ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થશે, જેની માટે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આ વખતે સ્થિતિ ઘણી સારી છે. બિહારની જનતા આશીર્વાદ આપી રહી છે અને પરિવર્તન માટે વોટ કરી રહી છે. વડાપ્રધાન હોય કે કેન્દ્રના મંત્રી હોય આ લોકો 65 ટકા અનામત વિશે કોઇ વાત કરશે નહીં. તેમણે ઉમેર્યું કે, ચૂંટણી પંચની જવાબદારી છે કે સ્લિપ ક્યાંથી મળી રહી છે? સીસીટીવી જો ગાયબ થઇ રહ્યા છે તો આ પ્રકારની વાતો થશે જ.





