Today News: ઉત્તરાખંડમાં પ્રવાસી બસ ખીણમાં પડી, 5 લોકોના કરુણ મોત

Gujarat Latest News Update Today in Gujarati 24 November 2025: ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગર વિસ્તારમાં લગભગ 28 પ્રવાસીઓને લઇ જઇ રહેલી બસ ઉંડી ખીણમાં પડી છે. આ બસ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે.

Written by Ajay Saroya
Updated : November 24, 2025 23:15 IST
Today News: ઉત્તરાખંડમાં પ્રવાસી બસ ખીણમાં પડી, 5 લોકોના કરુણ મોત
Uttarakhand Bus Accident : ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં એક પ્રવાસી બસ ઉંડી ખીણમાં પડી છે. (Photo: @AHindinews)

Gujarat Latest News Update Today in Gujarati 24 November 2025: ઈઝરાયલે ફરી લેબનાન પર ફરી હુમલો કર્યો છે. શનિવારે ઇઝરાયલે લેબનાનના પાટનગર બેરુતના દક્ષિણ વિસ્તાર પર એરસ્ટ્રાક કરતા હિઝબુલ્લાહનો ચીફ ઓફ કમાન્ડર હાયથમ અલી તબતાબાઇ મરાયો છે. ઈઝરાયલ સુરક્ષા દળ (IDF) દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે, જો કે હિઝબુલ્લાહ તરફથી આ વિશે કોઇ પૃષ્ટિ કરવામાં આવી નથી. નવેમ્બર 2024થી ઈઝરાયલ અને લેબનાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની શરૂઆત બાદ તબતાબાઈ ઇઝરાયલ દ્વારા માર્યા ગયેલા સૌથી સિનિયર હિઝબુલ્લાહ કમાન્ડર છે.

G20 સમિટ માંથી પીએમ નરેન્દ્ર મોદી ભારત પરત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકામાં જી20 સમિટમાં સામેલ થઇ ભારત પરત આવ્યા છે.

અયોધ્યા રામ મંદિરમાં 25 નવેમ્બરે ધ્વજારોહણ કાર્યકમને લઇ કડક સુરક્ષા

અયોધ્યા રામ મંદિરમાં 25 નમેમ્બરે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે. આ ધ્વજારોહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહેવાના છે. ધ્વજારોહણ કાર્યક્રમની અંતિમ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દિલ્હીના લાલ કિલ્લા બ્લાસ્ટન ઘટના બાદ અયોધ્યમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા છે.

Read More
Live Updates

ઉત્તરાખંડમાં પ્રવાસી બસ ખીણમાં પડી, 5 લોકોના કરુણ મોત

ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં એક બસ ખીણમાં પડવાની દુઃખદ ઘટના બની છે. SDRFએ જણાવ્યું કે, આજે ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગર વિસ્તારમાં કુંજાપુરી હિંડોલાખાલ નજીક લગભગ 28 પ્રવાસીઓને લઇ જઇ રહેલી બસ ઉંડી ખીણમાં પડી છે. આ બસ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે.

પાકિસ્તાનમાં અર્ધસૈનિક દળની છાવણી પર બંદૂકધારીઓનો હુમલો, 3 મોત

પાકિસ્તાની અર્ધસૈનિક દળની છાવણી પર બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે બંદૂકધારીઓએ પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ શહેર પેશાવરમાં ફેડરલ કોન્સ્ટેબ્યુલરીના મુખ્ય મથક પર હુમલો કર્યો હતો. અર્ધસૈનિક દળનું મુખ્ય મથક જ્યાં હુમલો થયો હતો. જે એક ભીડભાડવાળા વિસ્તારમાં સ્થિત સૈન્ય છાવણીની નજીક છે. આ હુમલામાં હાલ 3 લોકોના મોત થયા છે.

Justice Suryakant Oath : જસ્ટિસ સૂર્યકાંત કોણ છે? રાષ્ટ્રપતિ એ લેવડાવ્યા ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના શપથ

India’s New CJI Suryakant : જસ્ટિસ સૂર્યકાંત ભારતની સુપ્રીમ કોર્ટના 53માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે, તેમણે CJI બીઆર ગવાઈનું સ્થાન લીધું છે. ભારતના ચીફ જસ્ટિસ પદે તેમનો કાર્યકાળ એક વર્ષ અને બે મહિનાનો રહેશે. …બધું જ વાંચો

નીતિશ કુમાર પ્રથમ નથી, આ રાજ્યોમાં પણ મુખ્યમંત્રી પાસે નથી ગૃહ મંત્રાલયની સત્તા

Bihar Government Ministers Portfolio : નીતિશ કુમાર બિહારા મુખ્યમંત્રી બન્યા છે.જો કે નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સમ્રાટ ચૌધરીને ગૃહ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. …અહીં વાંચો

અયોધ્યા રામ મંદિરમાં 25 નવેમ્બરે ધ્વજારોહણ કાર્યકમને લઇ કડક સુરક્ષા

અયોધ્યા રામ મંદિરમાં 25 નમેમ્બરે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે. આ ધ્વજારોહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહેવાના છે. ધ્વજારોહણ કાર્યક્રમની અંતિમ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દિલ્હીના લાલ કિલ્લા બ્લાસ્ટન ઘટના બાદ અયોધ્યમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે.

G20 સમિટ માંથી પીએમ નરેન્દ્ર મોદી ભારત પરત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકામાં જી20 સમિટમાં સામેલ થઇ ભારત પરત આવ્યા છે.

ઈઝરાયલની લેબનાન પર એરસ્ટ્રાઇક, હિઝબુલ્લાહનો ચીફ કમાન્ડ હાયથમ અલી તબતાબાઇ મરાયો

ઈઝરાયલે ફરી લેબનાન પર ફરી હુમલો કર્યો છે. શનિવારે ઇઝરાયલે લેબનાનના પાટનગર બેરુતના દક્ષિણ વિસ્તાર પર એરસ્ટ્રાક કરતા હિઝબુલ્લાહનો ચીફ ઓફ કમાન્ડર હાયથમ અલી તબતાબાઇ મરાયો છે. ઈઝરાયલ સુરક્ષા દળ (IDF) દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે, જો કે હિઝબુલ્લાહ તરફથી આ વિશે કોઇ પૃષ્ટિ કરવામાં આવી નથી. નવેમ્બર 2024થી ઈઝરાયલ અને લેબનાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની શરૂઆત બાદ તબતાબાઈ ઇઝરાયલ દ્વારા માર્યા ગયેલા સૌથી સિનિયર હિઝબુલ્લાહ કમાન્ડર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ