Today Latest News Live Update in Gujarati 23 November 2025: ઝારખંડના દુમકા જિલ્લામાં એક જ પરિવારના 4 લોકોની હત્યાથી ખળભળાટ મચ્યો છે. પીટીઆઈ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, હંસડીહા પોલીસ સ્ટેશનની હદમાં આવતા બરદાહી ગામમાં એક વ્યક્તિએ તેની પત્ની અને 2 બાળકોની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી. એક જ પરિવારના 4 લોકોની હત્યાની ઘટનાથી ગામમાં સનનાટી મચી ગઇ છે.
CM ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં 503 કરોડના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કચ્છને મોટી ભેટ આપી છે. તેમણે કચ્છમાં 503 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કામોનું ઇ ખાતમુહૂર્ત અને ઇ લોકાર્પણ કર્યું હતું. આ વિકાસલક્ષી કામોમાં રોડ રસ્તાનું નિર્માણ, મકાન બાધકામ અને શિક્ષણ સહિત સાત ખાસ વિભાગોના પ્રોજેક્ટ સામેલ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ પ્રયાસ કચ્છના સમગ્ર વિકાસનું પરિદ્રશ્ય બદલવામાં મોટી ભૂમિકા ભજવશે.





