Today Latest News Update in Gujarati 31 october 2025: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સીઝફાયર લંબાવવા અને ઇસ્તાંબુલમાં આગામી સપ્તાહ વધુ એક શાંતિ મંત્રણા કરવા સંમત થયા છે. બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. આ વાતચીત 6 નવેમ્બરે થશે. અફઘાન તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે શુક્રવારે કહ્યું હતું કે બંને પક્ષો સંમત થયા છે કે તેઓ ફરીથી મળશે અને બાકીના મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમણે કહ્યું કે ઇસ્લામિક અમીરાત અન્ય પડોશી દેશો સાથે સારા સંબંધો ઇચ્છે છે. બીજી તરફ પાકિસ્તાને આશા વ્યક્ત કરી હતી કે આ વાતચીતથી સકારાત્મક પરિણામો મળશે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ કહ્યું કે પાકિસ્તાન પાડોશી દેશ સાથે તણાવ વધારવા માંગતું નથી.





