Live

Today News Live: પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ ટ્રેનને ફરી નિશાન નબાવી, રેલ્વે ટ્રેક બોમ્બથી ઉડાવ્યો

Gujarat Latest Live News Update Today in Gujarati 17 November 2025: બલુચિસ્તાનના નસીરાબાદ જિલ્લામાં રેલ્વે ટ્રેક પર લગાવવામાં આવેલ વિસ્ફોટક ઉપકરણ ટ્રેન પસાર થયા પછી તરત જ વિસ્ફોટ થયો.

Written by Ankit Patel
Updated : November 17, 2025 14:23 IST
Today News Live: પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ ટ્રેનને ફરી નિશાન નબાવી, રેલ્વે ટ્રેક બોમ્બથી ઉડાવ્યો
આજના તાજા સમાચાર - photo- IEGujarati

Today Latest News Live Update in Gujarati 17 November 2025: પાકિસ્તાનના બલુચિસ્તાન ક્ષેત્રમાં ફરી એકવાર જાફર એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવવામાં આવી છે. બલુચિસ્તાનના નસીરાબાદ જિલ્લામાં રેલ્વે ટ્રેક પર લગાવવામાં આવેલ વિસ્ફોટક ઉપકરણ ટ્રેન પસાર થયા પછી તરત જ વિસ્ફોટ થયો.

પાકિસ્તાનની સૌથી વધુ લક્ષ્યાંકિત પેસેન્જર ટ્રેનોમાંની એક પર આ તાજેતરનો હુમલો છે. પોલીસ અને રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, અજાણ્યા હુમલાખોરોએ શાહિદ અબ્દુલ અઝીઝ બુલો વિસ્તારમાં રેલ્વે ટ્રેક પર બોમ્બ મૂક્યો હતો. ક્વેટાથી પેશાવર જતી ટ્રેન વિસ્ફોટના થોડા સમય પહેલા જ આ વિભાગમાંથી પસાર થઈ હતી. હુમલામાં કોઈ મુસાફરો કે રેલ્વે કર્મચારી ઘાયલ થયા નથી.

નસીબાબાદના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગુલામ સરવરે જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ક્ષતિગ્રસ્ત ટ્રેકનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને હુમલાખોરોને પકડવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

Read More
Live Updates

AFCAT Registration 2025: ઈન્ડિયન એરફોર્સમાં સામેલ થવાની સુવર્ણ તક, NCC ઉમેદવાર પણ ભરી શકશે AFCAT ફોર્મ

AFCAT Registration 2025: ભારતીય વાયુસેનાએ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT 2026) માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઉમેદવારો 17 નવેમ્બરથી શરૂ થતી આ ભરતી પરીક્ષા માટે 14 ડિસેમ્બર, 2025 ની અંતિમ તારીખ સુધી અરજી કરી શકે છે. …વધુ વાંચો

Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમાર રેકોર્ડ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે લેશે શપથ, કોણ કોણ રહેશે હાજર?

Bihar CM 2025 Shapath Grahan Samaroh:બિહારમાં એનડીએના ભવ્ય વિજય બાદ નીતિશ કુમાર 10મી વખત સંભવતઃ 20 નવેમ્બરે, પટણાના વિશાળ ગાંધી મેદાનમાં બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. …બધું જ વાંચો

Saudi Arabia bus Accident: સાઉદી અરેબિયામાં બસ અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત, હજ માટે ગયેલા 42 ભારતીયોના મોત

Saudi Arabia Bus-Tanker Crash: તેલંગાણાથી હજ માટે ગયેલા ભારતીયોની બસ સાથે અકસ્માત થયો હતો. બસ અને ટેન્કર વચ્ચે ટક્કર બાદ લાગેલી આગમાં 42 ભારતીયો જીવતા ભૂંજાયા હતા. …વધુ વાંચો

Ojas Bharti 2025 : ગુજરાતમાં સરકારી નોકરીઓ માટે બંપર ભરતી, પોસ્ટ, પગાર સહિતની બધી માહિતી અહીં વાંચો

Ojas GSSSB Recruitment 2025 in gujarati: ઓજસ નવી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. …અહીં વાંચો

Today News Live: સાઉદી અરબમાં 42 ભારતીયોની દર્દનાક મોત

હજ કરવા માટે તેલંગણાથી સાઉદી અરબ ગયેલા ભારતીયોની બસ દુર્ઘટનાનો ભોગ બની છે. આ બસ દુર્ઘટનામાં 42 ભારતીયોના મોત નીપજ્યા છે.

Sheikh Hasina Verdict: શેખ હસીના પર આજે કોર્ટનો ચુકાદો, બાંગ્લાદેશમાં તણાવ; હિંસા કરનારને ગોળી મારવાનો આદેશ

Bangladesh Sheikh Hasina verdict in gujarati: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના પર કોર્ટનો ચુકાદો આજે આવવાનો છે, અને એવી ચિંતા છે કે બાંગ્લાદેશમાં ફરી હિંસા ફાટી શકે છે. આ ભયને કારણે, સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. …બધું જ વાંચો

US Visa Bulletin: ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીયો માટે Good News, વિઝા બુલેટિન જાહેર, જાણો ક્યારે મળશે અમેરિકાના PR

us green card latest update : ડિસેમ્બર 2025 માટે યુએસ વિઝા બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે. તેમાં ભારતીય અરજદારો માટે કેટલાક ફેરફારો પણ શામેલ છે. ભારતીય કામદારોને રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. …સંપૂર્ણ વાંચો

Today News Live: પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ ટ્રેનને ફરી નિશાન નબાવી

પાકિસ્તાનના બલુચિસ્તાન ક્ષેત્રમાં ફરી એકવાર જાફર એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવવામાં આવી છે. બલુચિસ્તાનના નસીરાબાદ જિલ્લામાં રેલ્વે ટ્રેક પર લગાવવામાં આવેલ વિસ્ફોટક ઉપકરણ ટ્રેન પસાર થયા પછી તરત જ વિસ્ફોટ થયો.

પાકિસ્તાનની સૌથી વધુ લક્ષ્યાંકિત પેસેન્જર ટ્રેનોમાંની એક પર આ તાજેતરનો હુમલો છે. પોલીસ અને રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, અજાણ્યા હુમલાખોરોએ શાહિદ અબ્દુલ અઝીઝ બુલો વિસ્તારમાં રેલ્વે ટ્રેક પર બોમ્બ મૂક્યો હતો. ક્વેટાથી પેશાવર જતી ટ્રેન વિસ્ફોટના થોડા સમય પહેલા જ આ વિભાગમાંથી પસાર થઈ હતી. હુમલામાં કોઈ મુસાફરો કે રેલ્વે કર્મચારી ઘાયલ થયા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ