Today Latest News Update in Gujarati 5 November 2025: કારતક પૂર્ણિમાના દિવસે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. બુધવારે સવારે ચુનાર રેલ્વે સ્ટેશન પર કાલકા એક્સપ્રેસની અડફેટે આવતા છ યાત્રાળુઓના મોત થયા હતા. બે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ રેલ્વે ટ્રેક પર ચાલતી વખતે ટ્રેનની અડફેટે આવી ગયા હતા. અકસ્માત બાદ ચુનાર રેલ્વે સ્ટેશન પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આરપીએફ અને રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.





