Today News : આતંકવાદી માસ્ટરમાઇન્ડ મુઝમ્મિલનો ચોંકાવનારો ખુલાસો, ડૉ. શાહીન મારી મારી પત્ની છે

Gujarat Latest News Update Today in Gujarati 27 November 2025: દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં ખુલાસાઓ સતત ચાલુ છે. ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનાઈએ હવે તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ દરમિયાન એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.

Written by Ankit Patel
Updated : November 27, 2025 23:48 IST
Today News : આતંકવાદી માસ્ટરમાઇન્ડ મુઝમ્મિલનો ચોંકાવનારો ખુલાસો, ડૉ. શાહીન મારી મારી પત્ની છે
Delhi Red Fort Blast : રાજધાની દિલ્હીમાં કાર વિસ્ફોટની તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે (તસવીર - સોશિયલ મીડિયા)

Today Latest News Update in Gujarati 27 November 2025: દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં ખુલાસાઓ સતત ચાલુ છે. ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનાઈએ હવે તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ દરમિયાન એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. મુઝમ્મિલે ખુલાસો કર્યો છે કે જૈશ-એ-મોહમ્મદની મહિલા કમાન્ડર શાહીન શાહિદ તેની ગર્લફ્રેન્ડ નથી, પરંતુ તેની પત્ની છે. અત્યાર સુધી, એવું માનવામાં આવતું હતું કે ડૉ. મુઝમ્મિલ અને ડૉ. શાહીન પ્રેમમાં હતા, પરંતુ મુઝમ્મિલના ખુલાસાએ બધાને ચોંકાવી દીધા છે. અમારા સહયોગી, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, મુઝમ્મિલે દાવો કર્યો હતો કે બંને એક દંપતી હતા અને સપ્ટેમ્બર 2023 માં અલ-ફલાહ યુનિવર્સિટી નજીક એક મસ્જિદમાં “નિકાહ” (લગ્ન) સમારોહ કર્યો હતો. શરિયા કાયદા અનુસાર, લગ્ન માટે ₹5,000-6,000 નો “મેહર” નક્કી કરવામાં આવ્યો હતો.

Read More
Live Updates

દિપ્તી શર્માને 3.2 કરોડમાં યૂપી વોરિયર્સે ખરીદી, 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન એલિસા હિલી અનસોલ્ડ રહી

WPL 2026​ Players Auction Updates : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 માટે યોજાયેલી હરાજીમાં પ્રથમ બિડ જ અનસોલ્ડ રહી હતી. છ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન એલિસા હિલી પર કોઈએ દાવ લગાવ્યો ન હતો. દિપ્તી શર્માને યૂપી વોરિયર્સે ખરીદી …વધુ વાંચો

કિસમિસને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે ખાઇ લો, બોડીને મળશે આ 10 મોટા ફાયદા

Black Raisins Health Benefits : કાળી કિસમિસને દરરોજ પાણીમાં પલાળી રાખ્યા બાદ ખાવામાં આવે તો સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે. ચાલો અહીં જાણીએ
અહીં વાંચો

Ojas New Bharti : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી મેળવવાની તક, ₹49,600 પગાર

Ojas gsssb bharti 2025 : ઓજસ ગુજરાત ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. …સંપૂર્ણ માહિતી

WPL Auction 2026 Updates: મહિલા પ્રીમિયર લીગ 2026 હરાજી 73 ખેલાડી પર લાગશે બોલી

WPL 2026 Auction : ટાટા વિમેન્સ પ્રીમિયર લીગ 2026 હરાજી જિયો હોટસ્ટાર પર લાઇવ જોઇ શકશો. આજે બપોરે 3-30 કલાકે હરાજી થશે જેમાં 73 મહિલા ખેલાડીઓ પર બોલી લાગશે. કયા ખેલાડીને કઇ ટીમ ખરીદે છે એ જોવા અહીં જોડાયેલા રહો. …વધુ માહિતી

Hong Kong tower fire: હોંગકોંગના રહેણાંક સંકુલમાં ભીષણ આગ, 44 લોકોના મોત, 279 ગુમ, ત્રણની ધરપકડ

Hong Kong Tower Blaze:ચીનની સત્તાવાર સમાચાર એજન્સી, શિન્હુઆ અનુસાર, હોંગકોંગ પોલીસ ફોર્સે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બુધવારે વાંગ ફુક કોર્ટમાં લાગેલી આગના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. …સંપૂર્ણ વાંચો

Gujarat Bharti 2025: ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં મોટાપાયે ભરતી, ₹81,000 સુધી પગાર

Agriculture assistant recruitment 2025 : ગુજરાત ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. …વધુ વાંચો

Today News Live: હોંગકોંગના રહેણાંક સંકુલમાં ભીષણ આગ, 44 લોકોના મોત

હોંગકોંગમાં બહુમાળી રહેણાંક સંકુલમાં ભીષણ આગ લાગવાથી સેંકડો લોકો ગુમ છે. ચીનના રાજ્ય મીડિયાએ ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે મૃત્યુઆંક વધીને 44 થયો છે, જ્યારે 279 હજુ પણ ગુમ છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી, શિન્હુઆ અનુસાર, હોંગકોંગ પોલીસ ફોર્સે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બુધવારે વાંગ ફુક કોર્ટમાં લાગેલી આગના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

America: અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક હુમલો, 2 નેશનલ ગાર્ડસમેનને ગોળી વાગી, ટ્રમ્પે કહ્યું કે ભારે કિંમત ચૂકવશે

America White House shooting : વ્હાઇટ હાઉસ નજીક હિંસાની ઘટનામાં વોશિંગ્ટન, ડી.સી.માં તૈનાત વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના બે સભ્યોને ગોળી વાગી હતી. ડી.સી.ના મેયર મુરિયલ બાઉઝરે તેને લક્ષ્યાંકિત હુમલો ગણાવ્યો હતો. હુમલા બાદથી વ્હાઇટ હાઉસને લોકડાઉન કરવામાં આવ્યું છે. …વધુ માહિતી

Today News Live: આતંકવાદી માસ્ટરમાઇન્ડ મુઝમ્મિલનો ચોંકાવનારો ખુલાસો

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં ખુલાસાઓ સતત ચાલુ છે. ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનાઈએ હવે તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ દરમિયાન એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. મુઝમ્મિલે ખુલાસો કર્યો છે કે જૈશ-એ-મોહમ્મદની મહિલા કમાન્ડર શાહીન શાહિદ તેની ગર્લફ્રેન્ડ નથી, પરંતુ તેની પત્ની છે. અત્યાર સુધી, એવું માનવામાં આવતું હતું કે ડૉ. મુઝમ્મિલ અને ડૉ. શાહીન પ્રેમમાં હતા, પરંતુ મુઝમ્મિલના ખુલાસાએ બધાને ચોંકાવી દીધા છે. અમારા સહયોગી, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, મુઝમ્મિલે દાવો કર્યો હતો કે બંને એક દંપતી હતા અને સપ્ટેમ્બર 2023 માં અલ-ફલાહ યુનિવર્સિટી નજીક એક મસ્જિદમાં “નિકાહ” (લગ્ન) સમારોહ કર્યો હતો. શરિયા કાયદા અનુસાર, લગ્ન માટે ₹5,000-6,000 નો “મેહર” નક્કી કરવામાં આવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ