Gujarat Latest News Update Today in Gujarati 16 November 2025: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મહારાજપુરા વિસ્તારમાં એક ફોર્ચ્યુનર કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર ટક્કર થતા 5 લોકોના મોત થયા છે. ગ્વાલિયરના CSP હિના ખાને કહ્યું કે, આજે સવારે 6.30 વાગે કન્ટ્રોલ રૂમને હાઇવ પર માલવા કોલેજની સામે એક એક્સિડેન્ટની સુચના મળી હતી, જેમા એક કાર અને ટ્રેક્ટર વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસ ટીમ તરત જ દૂર્ઘટના સ્થળે પહોંચી અને પૃષ્ટિ કરી કે કારમાં પાંચ લોગ બેઠેલા હતા. જો કે, તેમાથી કોઇ પણ જીવીત નથી. આ લોકો ડબરા થી આવી રહ્યા હતા અને તે 5 મિત્રો હતો. તેમના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
યુપીના સોનભદ્રમાં પથ્થરની ખાણ ધસી પડવાથી 1 વ્યક્તિનું મોત, 15 લોકો ફસાયા
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં પથ્થરની ખાણ ધસી પડવાની ઘટના છે. પથ્થરની ખાણ ધસી પડવાથી 1 વ્યક્તિનું કરુણ મોત થયું છે. આ ઘટનાને કારણ 15 લોકો ખાણની અંદર ફસાયેલા છે. તેમનું NDRF અને SDRF દ્વારા રેસક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. શનિવારે રાતે સોનભદ્રમાં પથ્થરની ખાણ ધસી પડવાની ઘટના બની હતી.





