Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 11 March 2025, આજના તાજા સમાચાર: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? આ પ્રશ્ન એટલા માટે છે કારણ કે તેણે દાવો કર્યો હતો કે ભારત ટેરિફ ઘટાડવા માટે સંમત છે. ભારતનું કહેવું છે કે અત્યાર સુધી આવી કોઈ સમજૂતી થઈ નથી.
વાસ્તવમાં ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે ભારત ટેરિફ ઘટાડવા (ભારત-યુએસ ટેરિફ ઇશ્યૂ) પર સહમત છે. જ્યારે ભારતનું કહેવું છે કે આ મુદ્દે હજુ સુધી અમેરિકા સાથે કોઈ સમજૂતી થઈ નથી, પરંતુ બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પના દાવાના બે દિવસ બાદ ભારત સરકારે સોમવારે સંસદીય પેનલને આ વાત કહી. સરકારે કહ્યું કે ટ્રેડ ડ્યૂટીને લઈને કોઈ સમજૂતી થઈ નથી. આ સમસ્યાના ઉકેલ માટે સપ્ટેમ્બર સુધીનો સમય માંગવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ટ્રમ્પે 2 એપ્રિલથી ટેરિફ લાગુ કરવાની ધમકી આપી હતી.
પીએમ મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપતિને મહાકુંભમાંથી પવિત્ર સંગમ જળ ભેટ આપ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોખૂલને મહાકુંભમાંથી પિત્તળ અને તાંબાના વાસણોમાં પવિત્ર સંગમ જળ અને અને બિહારનું સુપરફૂડ મખાના ભેટમાં આપ્યું. પીએમ મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોખૂલના પત્નીને બનારસી સિલ્ક સાડી ભેટમાં આપી હતી.
પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીએ ટ્રેન હાઇજેક કરી
બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનના બોલનમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરીને 120 યાત્રીઓને બંધક બનાવી સેનાના છ જવાનોની હત્યા કરવાની જવાબદારી લીધી છે. બીએલએએ ચેતવણી આપી છે કે તેમની સામે કોઈપણ લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે તો તમામ બંધકોને મારી નાખવામાં આવશે.





