Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 13 March 2025, આજના તાજા સમાચાર: તમિલનાડુમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે સ્ટાલિન સરકારે મોટો નિર્ણય લીધો છે. બજેટ દરમિયાન, સરકારે ‘₹’ ચિહ્નને હટાવીને તેના સ્થાને ‘Rs’ ચિહ્ન મૂક્યું છે. રૂપિયાનું પ્રતીક સત્તાવાર રીતે સમગ્ર દેશમાં અપનાવવામાં આવે છે. હવે સ્ટાલિન સરકાર એક અલગ પ્રતીક લઈને આવી છે. તેણે બજેટ દરમિયાન એક નવું પ્રતીક પણ બહાર પાડ્યું છે. દેશભરમાં રૂપિયાનું નવું ચિહ્ન જાહેર થયા બાદ, આ પહેલું રાજ્ય છે જેણે અલગ પ્રતીક જારી કર્યું છે.
સ્ટાલિન સરકારનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે હિન્દીને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં, એમકે સ્ટાલિને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ‘સમગ્ર દેશમાં હિન્દી ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસોને કારણે, પ્રાચીન ભાષાઓ લુપ્ત થઈ રહી છે. બિહાર અને ઉત્તર પ્રદેશ ક્યારેય હિન્દીભાષી વિસ્તારો નહોતા. હવે તેમની મૂળ ભાષા ભૂતકાળનું પ્રતીક બની ગઈ છે.
વુમેન્સ પ્રીમિયર લીગ, મુંબઈ ઇન્ડિયન્સ ફાઇનલમાં
વુમેન્સ પ્રીમિયર લીગ 2025ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સ સામે 47 રને વિજય મેળવ્યો છે. આ જીત સાથે મુંબઈએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે ગુજરાતના અભિયાનનો અંત આવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટે 213 રને બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 19.2 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. મુંબઈ ઇન્ડિયન્સ હવે 15 માર્ચના રોજ દિલ્હી કેપિટલ્સ સામે ફાઇનલમાં ટકરાશે.
અમરેલીમાં ગીર પંથકમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ
અમરેલી પંથકની ધરા ફરીથી ધ્રૂજી છે. મળતી માહિતી પ્રમાણે અમરેલીના ખાંભા, ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયા હતા. આજે સવારે 10 વાગ્યે 3.3ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. ખાંભાના ભાડ વાકિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
દિગ્ગજ ક્રિકેટર સૈયદ આબિદ અલીનું નિધન
1967 અને 1974 વચ્ચે ભારત માટે 29 ટેસ્ટ મેચ રમનાર અનુભવી સૈયદ આબિદ અલીનું બુધવારે (13 માર્ચ) કેલિફોર્નિયામાં 83 વર્ષની વયે અવસાન થયું હતું. આબિદ અલી મધ્યમ ગતિનો બોલર હતો. તે એક ઉત્તમ ફિલ્ડર હતો. આ સિવાય તેની રનિંગ બિટવીન ધ વિકેટ પણ શાનદાર રહી હતી.
જ્યારે ભારતે ઈંગ્લેન્ડમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતી હતી ત્યારે તેના બેટમાંથી ચાર જીત્યા હતા. તે 1971માં ઓવલ ખાતે ટેસ્ટમાં 8મા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ મેચ જીતીને ભારતે પ્રથમ વખત ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. સૈયદ આબિદ અલી એક જ મેચમાં ઓપનિંગ બેટિંગ અને બોલિંગ કરવાનો રેકોર્ડ ધરાવે છે.





