Live

Gujarati News 17 April 2025 LIVE: વકફ કાયદાના વિરોધ વચ્ચે મુસ્લિમ સમુદાય સુધી પહોંચવા ભાજપ જાગૃતિ અભિયાન ચલાવશે

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 17 April 2025: વકફ એક્ટને લઈને દેશભરમાં મુસ્લિમ સમુદાયના વિરોધ વચ્ચે ભાજપ નવી રણનીતિ સાથે આગળ વધવા જઈ રહી છે. પાર્ટી ઉત્તર પ્રદેશમાં 20 એપ્રિલથી વકફ એક્ટ પર 15 દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કરશે.

Written by Ankit Patel
Updated : April 17, 2025 19:12 IST
Gujarati News 17 April 2025 LIVE: વકફ કાયદાના વિરોધ વચ્ચે મુસ્લિમ સમુદાય સુધી પહોંચવા ભાજપ જાગૃતિ અભિયાન ચલાવશે
વિશ્વ વોકલિંગ મહાસમસ્તાના મઠના કુમાર ચંદ્રશેખરંથા સ્વામીનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. (File Photo)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 17 April 2025 LIVE, આજના તાજા સમાચાર: વકફ એક્ટને લઈને દેશભરમાં મુસ્લિમ સમુદાયના વિરોધ વચ્ચે ભાજપ નવી રણનીતિ સાથે આગળ વધવા જઈ રહી છે. પાર્ટી ઉત્તર પ્રદેશમાં 20 એપ્રિલથી વકફ એક્ટ પર 15 દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સાથે સાથે અનેક મુસ્લિમ સંગઠનો અને વિવિધ વિપક્ષી રાજકીય પક્ષોએ વકફ એક્ટને લઈને સરકાર સામે વિરોધ શરૂ કર્યો છે.

વકફ એક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે, પરંતુ સરકારે કોર્ટમાં એક્ટની તરફેણમાં મજબૂત અને નક્કર દલીલો પણ રજૂ કરી છે. પરંતુ હવે ભાજપ લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોના પ્રભાવશાળી લોકો, મદરેસાના વિદ્યાર્થીઓ, મહિલાઓ અને યુવાનો સુધી પહોંચશે અને તેમને જણાવશે કે તેમના માટે આ કાયદો શા માટે જરૂરી છે?

વકફ બોર્ડમાં નવી નિમણુકો પર રોક, સુપ્રીમ કોર્ટે આદેશમાં શું-શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે સતત બીજા દિવસે વકફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી હતી. ગુરુવારે સુનાવણી દરમિયાન એસજી તુષાર મહેતાએ કોર્ટ પાસે જવાબ દાખલ કરવા માટે 7 દિવસનો સમય માંગ્યો હતો. સોલિસિટર જનરલે ખાતરી આપી હતી કે સુનાવણીની આગામી તારીખ સુધી વકફ બોર્ડ અથવા વકફ કાઉન્સિલમાં કોઈ સભ્ય ઉમેરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે તેમનું નિવેદન રેકોર્ડ પર લીધું અને સરકારને જવાબ દાખલ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો. સરકાર તરફથી જવાબ દાખલ કર્યા બાદ અરજદારોને પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 5 મેના રોજ થશે.

Read More
Live Updates

Today Live News : ઉપરાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વ્યક્ત કરી નારાજગી, કહ્યું - અદાલતો રાષ્ટ્રપતિને આદેશ ન આપી શકે

સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે બિલોને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અદાલતો રાષ્ટ્રપતિને આદેશ આપી શકે નહીં. આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ ન કરી શકીએ કે જ્યાં અદાલતો રાષ્ટ્રપતિને નિર્દેશો આપે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે બંધારણના અનુચ્છેદ 142 હેઠળ કોર્ટને આપવામાં આવેલી વિશેષ સત્તા લોકતાંત્રિક શક્તિઓ સામે 24×7 ઉપલબ્ધ પરમાણુ મિસાઇલ બની ગઈ છે.

Today Live News : વકફ બોર્ડમાં નવી નિમણુકો પર રોક, કેન્દ્રને 7 દિવસનો સમય આપ્યો

સુપ્રીમ કોર્ટે સતત બીજા દિવસે વકફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી હતી. ગુરુવારે સુનાવણી દરમિયાન એસજી તુષાર મહેતાએ કોર્ટ પાસે જવાબ દાખલ કરવા માટે 7 દિવસનો સમય માંગ્યો હતો. સોલિસિટર જનરલે ખાતરી આપી હતી કે સુનાવણીની આગામી તારીખ સુધી વકફ બોર્ડ અથવા વકફ કાઉન્સિલમાં કોઈ સભ્ય ઉમેરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે તેમનું નિવેદન રેકોર્ડ પર લીધું અને સરકારને જવાબ દાખલ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો. સરકાર તરફથી જવાબ દાખલ કર્યા બાદ અરજદારોને પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 5 મેના રોજ થશે.

Today Live News : રાધનપુર હાઈવે પર બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, 6ના મોત

પાટણ જિલ્લાના સમી રાધનપુર હાઈવે ઉપર આજે વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રીક્ષામાં જઇ રહેલા શ્રદ્ધાળુને સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. સમી નજીક આવેલી હોટલ પાસે બસે રીક્ષાને અડફેટે લેતાં રીક્ષાનો કચ્ચરણખાણ વળી ગયો હતો અને રીક્ષામાં સવાર તમામ 6 શ્રદ્ધાળુઓના મોત નીપજયા છે.અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

Today Live News : મોરબીના અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ પલટી

મોરબીના માળિયાના અણિયાળી ટોલનાકા નજીક બોલેરો પીકઅપ પલટી ગઈ હતી. બોલેરોમાં 15 કરતા વધુ મુસાફરો બેઠા હતા અને આ દરમિયાન ડ્રાઈવરે અચાનક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બોલેરો પીકઅપ પલટી મારી ગઈ હતી. જેમાં બે લોકોના મોત થયા હતા. 12થી વધારે ઘાયલ થયા હતા.

Today Live News : શામળાજી હાઈવે પર પીક-અપ વાને બાઈકને ટક્કર મારતા પત્નીનું મોત

હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર કાંકણોલ સ્વામીનારાયણ મંદિર નજીકથી એક દંપતી બાઇક પર સવાર હતું. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ વાહને બાઇકને ટક્કર મારી હતી. જેમાં પત્નિનું મોત થયું હતું.

Today Live News : સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટી 77000 નીચે, આઈટી શેરમાં વેચવાલી

સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે નરમ ઘટ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 77044 સામે આજે ઘટીને 76968 ખુલ્યો હતો. બ્લુ ચીપ આઈટી અને ટાટા સ્ટીલના શેરમાં વેચવાથી સેન્સેક્સ 450 પોઇન્ટથી વધુ તૂટ્યો અને નીચામાં 76665 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23437 સામે આજે 23401 ખુલ્યો હતો. એચસીએલ ટેક, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, લાર્સન, ટીસીએસ અને ઇન્ફોસિસના શેર 2 થી 3.5 ટકા સુધી ડાઉન હતા. આઈટી અને ટેકનોલોજી શેરમાં વેચવાલીથી નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 750 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો.

Today Live News : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન યુનિવર્સિટીનું ફંડ રોક્યું

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સેંકડો વિદેશી વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા રદ કરતી વખતે ઘણી યુનિવર્સિટીઓને રાજ્યનું ભંડોળ અટકાવી દીધું છે. તેના કારણે અમેરિકામાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે અને હવે અમેરિકન વિદ્યાર્થીઓ આવા વાતાવરણમાં અભ્યાસ કરવા માંગતા નથી.

Today Live News : વકફ કાયદા પર વિપક્ષના 'વિરોધ' વચ્ચે ભાજપ મુસ્લિમ સમુદાય સુધી પહોંચશે

વકફ એક્ટને લઈને દેશભરમાં મુસ્લિમ સમુદાયના વિરોધ વચ્ચે ભાજપ નવી રણનીતિ સાથે આગળ વધવા જઈ રહી છે. પાર્ટી ઉત્તર પ્રદેશમાં 20 એપ્રિલથી વકફ એક્ટ પર 15 દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સાથે સાથે અનેક મુસ્લિમ સંગઠનો અને વિવિધ વિપક્ષી રાજકીય પક્ષોએ વકફ એક્ટને લઈને સરકાર સામે વિરોધ શરૂ કર્યો છે.

વકફ એક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે, પરંતુ સરકારે કોર્ટમાં એક્ટની તરફેણમાં મજબૂત અને નક્કર દલીલો પણ રજૂ કરી છે. પરંતુ હવે ભાજપ લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોના પ્રભાવશાળી લોકો, મદરેસાના વિદ્યાર્થીઓ, મહિલાઓ અને યુવાનો સુધી પહોંચશે અને તેમને જણાવશે કે તેમના માટે આ કાયદો શા માટે જરૂરી છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ