Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 18 March 2025, આજના તાજા સમાચાર: મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી મૈતેઇ અને કુકી સમુદાયો વચ્ચેની હિંસા ચાલી રહી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ઘણા લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના છ જજોનું પ્રતિનિધિમંડળ રાજ્યની મુલાકાત લેશે અને ત્યાંની સ્થિતિનો તાગ મેળવશે. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી ના ચેરમેન જસ્ટિસ બી.આર.ગવઈ ઉપરાંત જસ્ટિસ સૂર્યકાંત, વિક્રમ નાથ, એમ.એમ.સુંદરેશ, કેવી વિશ્વનાથન અને એન.કોટેશ્વર સિંહ મણિપુરમાં જશે.
આધાર કાર્ડથી લિંક થશે વોટર આઈડી, ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી લઇને કાયદા મંત્રાલય, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ચૂંટણી પંચના અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચર્ચા બાદ વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જેને મંજૂરી આપવા માટે ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત પણ કરી છે. ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંધારણની કલમ 326 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 23 (4), 23 (5) અને 23 (6) મુજબ ઇપીઆઇસીને આધાર સાથે જોડવામાં આવશે. આ પહેલા સરકારે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો નિર્ણય લીધો હતો
સીરિયા પર ઈઝરાયેલનું હવાઈ હુમલો, અનેક લોકોના મોતની આશંકા
દક્ષિણ સીરિયાના ડેરા પ્રાંત પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા છે અને અન્ય 19 લોકો ઘાયલ થયા છે. અલ જઝીરાએ સીરિયાની સરકારી સમાચાર એજન્સી સનાને ટાંકીને આ અંગેની માહિતી આપી હતી. ઇઝરાયેલી સૈન્યએ હડતાલની પુષ્ટિ કરતા કહ્યું કે તેઓએ સીરિયાના સત્તાપક્ષના રાષ્ટ્રપતિ બશર અલ-અસદના દળોના હથિયારો ધરાવતી સૈન્ય સ્થળોને નિશાન બનાવી છે.
સૈન્યના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલી દળો હાલમાં દક્ષિણ સીરિયામાં લશ્કરી લક્ષ્યો પર હુમલો કરી રહ્યા છે, જેમાં કમાન્ડ સેન્ટરો અને જૂના સીરિયન શાસનના શસ્ત્રો અને લશ્કરી વાહનોનો સમાવેશ થાય છે. સેનાએ વધુમાં કહ્યું કે તે દક્ષિણ સીરિયામાં સૈન્ય જોખમોની હાજરીને મંજૂરી આપશે નહીં અને તેની વિરુદ્ધ કાર્યવાહી કરશે.
ગુજરાતમાં પાંચ દિવસ લોકોને મળશે ગરમીમાંથી રાહત : IMD
અત્યારે ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી રહી છે ત્યારે લોકોને હજી પાંચ દિવસ સુધી કાળઝાર ગરમીથી રાહત મળી રહેશે. એવી હાવમાન વિભાગે આગાહી કરી છે. જોકે, એપ્રિલ મહિનાની શરુઆતથી ગરમી પોતાની ચરમ સીમા સુધી પહોંચી જશે.





