Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 19 March 2025, આજના તાજા સમાચાર: મહારાષ્ટ્રના નાગપુરમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 50થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અહીંથી ઔરંગઝેબની કબર હટાવવાની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન બે જૂથ વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ હિંસક ઘટના અને રમખાણો પૂર્વ આયોજિત લાગે છે. છાવા ફિલ્મે ઔરંગઝેબ સામે લોકોનો ગુસ્સો ભડક્યો છે, છતાં બધાએ મહારાષ્ટ્રમાં શાંતિ જાળવી રાખવી જોઈએ.” મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે જે લોકો આમાં સામેલ છે તેમને બક્ષવામાં આવશે નહીં, ફડણવીસે લોકોને શાંતિ જાળવવા માટે પોલીસ કમિશનરને સૂચના આપી છે.
ગુજરાતમાં ચાર દિવસ બાદ 3 ડિગ્રી તાપમાન વધશે : IMD
ગુજરાતમાં અત્યારે ગરમીમાં રાહત વર્તાઈ રહી છે. ત્યારે હજી ચાર દિવસ આવું જ તાપમાન રહેશે. જોકે, ચાર દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાન વધશે. એટલે આગામી ચાર દિવસ બાદ તાપમાન વધવાથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી જશે.





