Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 23 May 2025 LIVE, આજના તાજા સમાચાર: અમેરિકાના સાન ડિએગોના એક પડોશમાં ગુરુવાર, 22 મેના રોજ એક નાનું વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને આઠ લોકો ઘાયલ થયા છે. જે વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હતું ત્યાં લશ્કરી પરિવારો રહેતા હતા. વિમાન દુર્ઘટનાને કારણે, આ વિસ્તારના ઘણા ઘરો અને વાહનોને નુકસાન થયું હતું. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત ટિએરાસાન્ટા વિસ્તારમાં આવેલા એક લશ્કરી આવાસ સંકુલમાં સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 3:45 વાગ્યે થયો હતો.





