Gujarati News 24 March 2025 : રાજકોટમાં વેફર નમકીન બનાવતી કંપનીમાં આગ

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 24 March 2025: રાજકોટની વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં આગ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

Written by Ankit Patel
Updated : March 24, 2025 23:42 IST
Gujarati News 24 March 2025 : રાજકોટમાં વેફર નમકીન બનાવતી કંપનીમાં આગ

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 24 March 2025 LIVE, આજના તાજા સમાચાર: રાજકોટની વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં આગ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગ ઓલવવા માટે સતત એક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પરંતુ આગ વિકરાળ હોવાથી લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાખ થઇ ગયો છે.

સંસદ સભ્યોનો પગાર 1,00,000 રૂપિયાથી વધારીને 1,24,000 રૂપિયા કરવામાં આવ્યો

કેન્દ્ર સરકારે સંસદ સભ્યો અને પૂર્વ સભ્યોના પગાર, દૈનિક ભથ્થાં અને પેન્શનમાં વધારો કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર આ સંશોધિત પગાર ધોરણ 1 એપ્રિલ, 2023 થી લાગુ થશે. મોદી સરકારે મોંઘવારીને ધ્યાનમાં રાખીને સેલેરી, એલાઉન્સ અને પેન્શન ઓફ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ એક્ટ, 1954 હેઠળ પગાર અને પેન્શનમાં ફેરફાર કર્યો છે. હવે પગાર અને ભથ્થાની વાત કરીએ તો પહેલા સંસદના સભ્યોનો પગાર 1,00,000 રૂપિયા હતો અને હવે તેને વધારીને 1,24,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

એકનાથ શિંદે પર કોમેડિયન કુણાલ કામરાની ટિપ્પણીએ મચાવ્યો હંગામો, FIR નોંધાઈ

કોમેડિયન કુણાલ કામરા વિવાદોમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ટોણો મારવો તેમને મોંઘો પડ્યો છે. આ ટોણાને લઈને શિવસૈનિકો સક્રિય થઈ ગયા છે. હોબાળો મચી ગયો છે. કોમેડી માટે જાણીતા કુણાલ કામરાએ પોતાના કાર્યક્રમમાં મહારાષ્ટ્રની રાજનીતિ પર ટિપ્પણી કરતા એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા છે.

પોતાની કવિતા દ્વારા તેમણે શિંદેને દેશદ્રોહી કહ્યા છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ નારાજ શિવસૈનિકોએ મુંબઈમાં કોમેડિયન કુણાલ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં તેણે પીએમ મોદી અને અમિત શાહ પર પણ નિશાન સાધ્યું છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ તેમની સામે થાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.

Read More
Live Updates

Today News live : ઉપરાષ્ટ્રપતિએ કહ્યું - સંસદે સીજેઆઈ દ્વારા નિયુક્ત સમિતિના અહેવાલની રાહ જોવી જોઈએ

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી કથિત રીતે રોકડ રકમ મળી આવવાને લઈને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સીજેઆઈ સંજીવ ખન્નાના નિર્ણયને આવકાર્યો છે. ઉપરાષ્ટ્રપતિએ સોમવારે કહ્યું કે સંસદે સીજેઆઈ દ્વારા નિયુક્ત સમિતિના અહેવાલની રાહ જોવી જોઈએ. ધનખડે સવારે ગૃહના નેતા જે પી નડ્ડા અને વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી.

Today News live : સંસદ સભ્યોનો પગાર 1,00,000 રૂપિયાથી વધારીને 1,24,000 રૂપિયા કરવામાં આવ્યો

કેન્દ્ર સરકારે સંસદ સભ્યો અને પૂર્વ સભ્યોના પગાર, દૈનિક ભથ્થાં અને પેન્શનમાં વધારો કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર આ સંશોધિત પગાર ધોરણ 1 એપ્રિલ, 2023 થી લાગુ થશે. મોદી સરકારે મોંઘવારીને ધ્યાનમાં રાખીને સેલેરી, એલાઉન્સ અને પેન્શન ઓફ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ એક્ટ, 1954 હેઠળ પગાર અને પેન્શનમાં ફેરફાર કર્યો છે. હવે પગાર અને ભથ્થાની વાત કરીએ તો પહેલા સંસદના સભ્યોનો પગાર 1,00,000 રૂપિયા હતો અને હવે તેને વધારીને 1,24,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

Today News live : દિલ્હીથી શિમલા જતા પ્લેનમાં લેન્ડિંગ સમયે બ્રેકમાં આવી ટેક્નિકલ ખામી

હિમાચલ પ્રદેશના ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રી, ડીજીપી અતુલ વર્મા 44 મુસાફરો સાથે દિલ્હીથી શિમલા જઈ રહેલી ફ્લાઈટમાં લેન્ડિંગ દરમિયાન બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાના સમાચાર છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ શિમલા એરપોર્ટના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ ફ્લાઈટના તમામ મુસાફરો સુરક્ષિત છે.

Today News live : નાગપુર હિંસાના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનના ઘરે બુલડોઝરની કાર્યવાહી

નાગપુર હિંસા કેસમાં પ્રશાસનની કાર્યવાહી તેજ થઈ ગઈ છે. પોલીસે ફહીમ ખાનને નાગપુર હિંસાનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો છે. તે પોલીસ કસ્ટડીમાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ફહીમ ખાનના ઘર પર બુલડોઝર ચલાવ્યું છે. ફહીમ ખાનના ઘરના ગેરકાયદેસર ભાગ પર મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર દોડ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ફહીમ ખાનને ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો જે પૂર્ણ થઈ ગયો છે.

Today News live : રાજકોટમાં વેફર નમકીન બનાવતી કંપનીમાં આગ, ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

રાજકોટની વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં આગ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગ ઓલવવા માટે સતત એક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પરંતુ આગ વિકરાળ હોવાથી લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાખ થઇ ગયો છે.

Today News live : આજથી દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર

દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર આજથી એટલે કે સોમવાર 24 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. મંગળવારે સીએમ રેખા ગુપ્તા બજેટ રજૂ કરશે. રેખા ગુપ્તા નાણા મંત્રાલય પણ સંભાળે છે. મંગળવારે બજેટ રજૂ થયા બાદ 26 માર્ચથી બજેટ પર ચર્ચા શરૂ થશે. દિલ્હી વિધાનસભાનું સત્ર 28 માર્ચ સુધી ચાલશે. પ્રથમ દિવસે આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત બજેટ સત્ર દરમિયાન તત્કાલીન સરકારના કામકાજ સંબંધિત CAGના ઘણા અહેવાલો પણ રજૂ કરવામાં આવશે. આ સાથે જ AAPએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવીને ભાજપને ભીંસમાં લેવાની રણનીતિ તૈયાર કરી છે.

Today News live : વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી સમયે દુર્ઘટના

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન વટવા હાથીજણ વિસ્તાર બુલેટ ટ્રેન કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના થઈ હતી. હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી સમયે વિશાળ ક્રેન ધસી પડી હતી. આ ઘટનામાં બે લોકોને ઈજા પહોંચી હતી. બુલેટ ટ્રેનના પિલ્લર ઉપર મૂકવામાં આવેલી ક્રેન અચાનક જ કોઈ કારણોસર ધરાશાયી થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

Today News live : AIMIM નેતાએ કહ્યું, 'ઔરંગઝેબ મુસ્લિમોનો હીરો નથી

AIMIM મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ઇમ્તિયાઝ જલીલે નાગપુરમાં તાજેતરની હિંસા બાદ પોલીસ કાર્યવાહીમાં કથિત પૂર્વગ્રહની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે ઔરંગઝેબ મુસ્લિમો માટે હીરો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મુસ્લિમ સમુદાયનો મુઘલો સાથે કોઈ સંબંધ નથી.

ઇમ્તિયાઝ જલીલે કહ્યું કે ભાજપ અને શિવસેનાના નેતાઓ હિન્દુઓ અને મુસ્લિમોને વિભાજિત કરવા અને ભડકાવવાની ગમે તેટલી કોશિશ કરે, તેઓ તેમના નાપાક ઇરાદામાં ક્યારેય સફળ નહીં થાય.

Today News live : એકનાથ શિંદે પર કોમેડિયન કુણાલ કામરાની ટિપ્પણીએ મચાવ્યો હંગામો, FIR નોંધાઈ

કોમેડિયન કુણાલ કામરા વિવાદોમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ટોણો મારવો તેમને મોંઘો પડ્યો છે. આ ટોણાને લઈને શિવસૈનિકો સક્રિય થઈ ગયા છે. હોબાળો મચી ગયો છે. કોમેડી માટે જાણીતા કુણાલ કામરાએ પોતાના કાર્યક્રમમાં મહારાષ્ટ્રની રાજનીતિ પર ટિપ્પણી કરતા એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા છે.

પોતાની કવિતા દ્વારા તેમણે શિંદેને દેશદ્રોહી કહ્યા છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ નારાજ શિવસૈનિકોએ મુંબઈમાં કોમેડિયન કુણાલ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં તેણે પીએમ મોદી અને અમિત શાહ પર પણ નિશાન સાધ્યું છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ તેમની સામે થાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ