Today News updates : પહેલગામ હુમલા બાદ અમેરિકી વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 25 April 2025: જ્યારે પાકિસ્તાની પત્રકારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને પહલગામને લઈને સવાલ પૂછ્યો તો અમેરિકા તરફથી જવાબ આવ્યો હતો કહ્યું હતું કે આના પર કંઈ નહીં કહેવાય, આ મુદ્દે કોઈ ચર્ચા નહીં થાય.

Written by Ankit Patel
Updated : April 25, 2025 22:54 IST
Today News updates : પહેલગામ હુમલા બાદ અમેરિકી વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન
સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસ photo-X @statedeptspox

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 25 April 2025, આજના તાજા સમાચાર: પહલગામ આતંકી હુમલાથી પાકિસ્તાન ચિંતિત છે. તેને ડર છે કે ભારત કેવો જવાબ આપશે અને તેનાથી કેટલું નુકસાન થશે. આ દરમિયાન અમેરિકામાં પણ પાકિસ્તાનને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે. જ્યારે પાકિસ્તાની પત્રકારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને પહલગામને લઈને સવાલ પૂછ્યો તો અમેરિકા તરફથી જવાબ આવ્યો હતો કહ્યું હતું કે આના પર કંઈ નહીં કહેવાય, આ મુદ્દે કોઈ ચર્ચા નહીં થાય.

સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, “અમે આ અંગે કોઈ ટિપ્પણી કરવાના નથી; અમે અન્ય કોઈ મુદ્દા પર તમારી સાથે વાત કરવા પાછા આવીશું.” હું આ પરિસ્થિતિ પર કંઈ કહીશ નહીં. પ્રમુખ અને સચિવ ઘણું કહી ચૂક્યા છે, અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે. હવે અહીં સમજવા જેવી વાત એ છે કે જે સ્ટેન્ડની વાત કરવામાં આવી રહી છે તે પાકિસ્તાન માટે સૌથી મોટો ફટકો છે. કોઈનું નામ લીધા વગર ટેમી બ્રુસે પાકિસ્તાની આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.

પાકિસ્તાનમાં જોરદાર બ્લાસ્ટ, 4 સૈનિકોના મોત, 3 ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના ક્વેટાના માર્ગેટ વિસ્તારમાં એક સુરક્ષા વાહન નજીક થયેલા વિસ્ફોટમાં ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરીના ચાર જવાનો માર્યા ગયા છે અને ત્રણ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. આતંકવાદીઓના વધતા જતા હુમલાને જોતા સુરક્ષા દળોએ પણ પોતાની કામગીરી તેજ કરી દીધી છે. ખાસ કરીને ખૈબર પખ્તૂનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકીઓએ અનેક ઘટનાઓને અંજામ આપ્યો છે. હન્ના ઉરકના એસએચઓ નવીદ અખ્તરે ડોન ડોટ કોમને જણાવ્યું હતું કે ક્વેટાના એક ઉપનગરમાં આઈઈડી દ્વારા સુરક્ષા દળોની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને નિશાન બનાવવામાં આવી હતી. હજી સુધી કોઈ જૂથે બોમ્બ ધડાકાની જવાબદારી લીધી નથી, પરંતુ બલૂચ અલગાવવાદીઓ પર શંકા છે.

Read More
Live Updates

Today Live News : રાહુલ ગાંધી કેન્ડલ માર્ચમાં જોડાયા

લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પાર્ટી દ્વારા આયોજિત કેન્ડલ માર્ચમાં જોડાયા.

Today Live News : રશિયાએ પોતાના નાગરિકોને પાકિસ્તાનની યાત્રા ન કરવાની સલાહ આપી

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. આ ધ્યાનમાં રાખીને પાકિસ્તાનમાં રશિયન દૂતાવાસે તેના નાગરિકોને હાલમાં પાકિસ્તાનની મુસાફરી ન કરવાની ચેતવણી આપી છે. દૂતાવાસે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવનો એક નવો તબક્કો શરૂ થયો છે અને બંને દેશોના કેટલાક અધિકારીઓ દ્વારા આક્રમક નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે. આવા માહોલમાં રશિયન નાગરિકોને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પાકિસ્તાનની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.

Today Live News : પાકિસ્તાનમાં જોરદાર બ્લાસ્ટ, 4 સૈનિકોના મોત, 3 ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના ક્વેટાના માર્ગેટ વિસ્તારમાં એક સુરક્ષા વાહન નજીક થયેલા વિસ્ફોટમાં ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરીના ચાર જવાનો માર્યા ગયા છે અને ત્રણ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. આતંકવાદીઓના વધતા જતા હુમલાને જોતા સુરક્ષા દળોએ પણ પોતાની કામગીરી તેજ કરી દીધી છે. ખાસ કરીને ખૈબર પખ્તૂનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકીઓએ અનેક ઘટનાઓને અંજામ આપ્યો છે. હન્ના ઉરકના એસએચઓ નવીદ અખ્તરે ડોન ડોટ કોમને જણાવ્યું હતું કે ક્વેટાના એક ઉપનગરમાં આઈઈડી દ્વારા સુરક્ષા દળોની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને નિશાન બનાવવામાં આવી હતી. હજી સુધી કોઈ જૂથે બોમ્બ ધડાકાની જવાબદારી લીધી નથી, પરંતુ બલૂચ અલગાવવાદીઓ પર શંકા છે.

Today Live News : મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચાલું

જમ્મુ કાશ્મીરમાં મોટા પ્રમાણમાં આ સમયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અનેક જગ્યાએ એન્કાઉન્ટર થઈ રહ્યા છે. કેટલીક જગ્યાઓ ઉપર આતંકવાદીઓને ઘેરવામાં આવી રહ્યા છે. આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી પણ ઘાટી પહોંચી ચુક્યા છે.

Today Live News : ખડગેનું સરકારને આશ્વાસન

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે અમે સાથે મળીને કહ્યું છે કે દેશહિતમાં સરકાર જે પણ એક્શન લેશે અમે બાધા એક છીએ. અમે તેમને સપોર્ટ કરીશું. ત્યાં આ હુમલો થયો છે તેમની નિંદા કરે છે. અમારે દેશને સંદેશો આપવો છે કે અમે બધા એક છીએ.

Today Live News : પહેલગામ હુમલાના આતંકવાદી આદિલ સામે બુલડોઝરની કાર્યવાહી

પહેલગામ હુમલાના આતંકી આદિલ સામે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં તેમનું ઘર બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું છે. આદિલ એ આતંકવાદીઓમાં સામેલ હતો જેમણે નિર્દોષ પ્રવાસીઓ પર તેમનો ધર્મ પૂછીને ગોળીબાર કર્યો હતો. હવે તેની સામે આ બુલડોઝરની કાર્યવાહી મહત્વની છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જ્યાં તેનું ઘર તોડી પાડવામાં આવ્યું છે.

Today Live News : સેન્સેક્સ 300 પોઇન્ટ વધી 80000 પાર, આઈટી શેર વધ્યા

શેરબજાર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પોઝિટિવ ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 79801 સામે આજે ફ્લેટ 79830 ખુલ્યો હતો. જો કે નીચા મથાળે બ્લુચીપ આઈટી શેરમાં લેવાથી માર્કેટને સપોર્ટ મળ્યો અને સેન્સેક્સ 300 પોઇન્ટ ઉછળી 80000 લેવલ કુદાવી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24246 સામે આજે 24289 ખુલ્યો હતો. બેંક નિફ્ટી નરમ હતો જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 230 પોઇન્ટ વધ્યો હતો. ટીસીએસ, રિલાયન્સ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટાયટન કંપનીના શેર 1 થી 2 ટકા વધ્યા હતા.

Today Live News : પાકિસ્તાનની સેનાએ LOC પર ફાયરિંગ કર્યું

પાકિસ્તાની સેનાએ એલઓસી પર ગોળીબાર કર્યો છે. પરંતુ ભારતીય સેનાએ આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાના અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

Today Live News : રાહુલ ગાંધી આજે શ્રીનગરની મુલાકાતે જશે

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે 25 એપ્રીલ 2025 શ્રીનગરની મુલાકાતે જશે. પહેલગામ આતંકી હુમલા બાદ તેમની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે. પહેલગામ હુમલા બાદ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા શ્રીનગર ગયા હતા.

Today Live News : પહલગામ હુમલા બાદ અમેરિકી વિદેશ મંત્રાલયે આપ્યું નિવદેન

પહલગામ આતંકી હુમલાથી પાકિસ્તાન ચિંતિત છે. તેને ડર છે કે ભારત કેવો જવાબ આપશે અને તેનાથી કેટલું નુકસાન થશે. આ દરમિયાન અમેરિકામાં પણ પાકિસ્તાનને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે. જ્યારે પાકિસ્તાની પત્રકારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને પહલગામને લઈને સવાલ પૂછ્યો તો અમેરિકા તરફથી જવાબ આવ્યો હતો કહ્યું હતું કે આના પર કંઈ નહીં કહેવાય, આ મુદ્દે કોઈ ચર્ચા નહીં થાય.

સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, “અમે આ અંગે કોઈ ટિપ્પણી કરવાના નથી; અમે અન્ય કોઈ મુદ્દા પર તમારી સાથે વાત કરવા પાછા આવીશું.” હું આ પરિસ્થિતિ પર કંઈ કહીશ નહીં. પ્રમુખ અને સચિવ ઘણું કહી ચૂક્યા છે, અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે. હવે અહીં સમજવા જેવી વાત એ છે કે જે સ્ટેન્ડની વાત કરવામાં આવી રહી છે તે પાકિસ્તાન માટે સૌથી મોટો ફટકો છે. કોઈનું નામ લીધા વગર ટેમી બ્રુસે પાકિસ્તાની આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ