Gujarati News 28 March 2025 : થાઈલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, ઘણા લોકો કાળમાળમાં ફસાયા

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 28 March 2025: શુક્રવારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 7.3ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઈમારતો ધ્રૂજવા લાગી હતી.

Written by Ankit Patel
Updated : March 28, 2025 23:50 IST
Gujarati News 28 March 2025 : થાઈલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી,  ઘણા લોકો કાળમાળમાં ફસાયા
Earthquake: ભૂકંપ

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 28 March 2025, આજના તાજા સમાચાર: શુક્રવારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 7.3ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઈમારતો ધ્રૂજવા લાગી હતી. અસ્થાયી અહેવાલો અનુસાર, જર્મનીના જીએફઝેડ સેન્ટર ફોર જીઓસાયન્સિસે જણાવ્યું હતું કે મધ્યાહનનો ભૂકંપ 10 કિલોમીટરનો છીછરો હતો, જેનું કેન્દ્ર પડોશી મ્યાનમારમાં હતું.

મુસ્તફાબાદનું નામ બદલવાનો પ્રસ્તાવ આજે દિલ્હી વિધાનસભામાં રજૂ કરાશે

બીજી તરફ મુસ્તફાબાદનું નામ બદલવાનો પ્રસ્તાવ આજે દિલ્હી વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. દિલ્હીની રેખા ગુપ્તા સરકાર તેનું નામ બદલીને શિવ વિહાર કરવાનું વિચારી રહી છે. કોમેડિયન કુણાલ કામરાના વિવાદ વચ્ચે મુંબઈ પોલીસે કોમેડિયન કુણાલ કામરાને દેશદ્રોહી કેસમાં 31 માર્ચે ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહ્યું છે.

જમ્મુ કાશ્મિરમાં અથડામણ, ત્રણ જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ છે, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનમાં 3 સૈનિકો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, વાતાવરણ તંગ છે. સવારથી જ ગોળીબાર થઈ રહ્યો છે અને આતંકીઓને ઘેરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે.

Read More
Live Updates

Today News live : કેન્દ્ર સરકારે જસ્ટિસ યશવંત વર્માની અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફરને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માની અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફરને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે શુક્રવારે આ અંગે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. જાહેરનામામાં ન્યાયાધીશ વર્માને ચાર્જ સંભાળવા અને હાઈકોર્ટનો હવાલો સંભાળવા નિર્દેશ આપવામાં આવ્યો છે. જસ્ટિસ યશવંત વર્માના ઘરના સ્ટોરરૂમમાંથી નોટોના સળગેલા જથ્થો મળી આવ્યા બાદ દેશના વકીલો તરફથી જબરદસ્ત પ્રતિક્રિયા સામે આવી રહી છે. જસ્ટિસ વર્માના ઘરેથી સળગેલી નોટો મળી આવ્યા બાદ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં મોકલવાની ભલામણ કરી હતી.

Today News live : થાઈલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, ઘણા લોકો કાળમાળમાં ફસાયા

થાઈલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી થઇ છે. 80 લોકો ગુમ હોવાના સમાચાર છે. કેટલાક સ્થોનેએ બિલ્ડિંગો ધરાશાઇ છે અને રોડ ઉપર પણ તિરાડો જોવા મળી રહી છે. ઘણા લોકો કાળમાળમાં ફસાયા છે.

Today News live : થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ

શુક્રવારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 7.3ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઈમારતો ધ્રૂજવા લાગી હતી. અસ્થાયી અહેવાલો અનુસાર, જર્મનીના જીએફઝેડ સેન્ટર ફોર જીઓસાયન્સિસે જણાવ્યું હતું કે મધ્યાહનનો ભૂકંપ 10 કિલોમીટરનો છીછરો હતો, જેનું કેન્દ્ર પડોશી મ્યાનમારમાં હતું. નુકસાન અથવા જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલો નથી.

Today News live : અમદાવાદના ચાંદખેડામાં વહેલી સવારે કાર અને AMTSનો અકસ્માત, એકનું મોત

અમદાવાદમાં કાર ચાલકો બેફામ કાર ચલાવીને અકસ્માતો સર્જવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. અમદાવાદા ચાંદખેડામાં એસયુવી કાર ચાલક એએમટીએસ બસની પાછળ ઘૂસી ગયો હતો. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્મતામાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલી વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

Today News live : શેરબજાર વધીને ખુલ્યા બાદ ડાઉન, આઈટી શેરમાં નરમાઇ

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે વધીને ખુલ્યા બાદ ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 77606 સામે આજે 77690 ખુલ્યો હતો. જો કે આઇટી શેરમાં વેચવાલીથી માર્કેટમાં આરંભિક સુધારો ધોવાઇ ગયો હતો. સેન્સેક્સ 140 પોઇન્ટની નરમાઇમાં 77461 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23591 સામે આજે 23600 ખુલ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 340 પોઇન્ટ ડાઉન હતો. સેન્સેક્સ પર મહિન્દ્રા મહિન્દ્રા, ઇન્ફોસિસ, પાવરગ્રીડ, સનફાર્મા, ટીસીએસ અને એચસીએલ કંપનીના શેર 1 ટકાથી 3 ટકા સુધી ઘટ્યા હતા.

Today News live : જસ્ટિસ વર્મા કેસમાં સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરે મળી આવેલા રોકડ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં આજે મહત્વપૂર્ણ દિવસ છે. આ મામલાને લઈને જસ્ટિસ વર્મા વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આજે આ અરજી પર સુનાવણી કરશે. આ સિવાય કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના મામલે આજે કોલકાતા હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.

Today News live મુસ્તફાબાદનું નામ બદલવાનો પ્રસ્તાવ આજે દિલ્હી વિધાનસભામાં રજૂ કરાશે

બીજી તરફ મુસ્તફાબાદનું નામ બદલવાનો પ્રસ્તાવ આજે દિલ્હી વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. દિલ્હીની રેખા ગુપ્તા સરકાર તેનું નામ બદલીને શિવ વિહાર કરવાનું વિચારી રહી છે. કોમેડિયન કુણાલ કામરાના વિવાદ વચ્ચે મુંબઈ પોલીસે કોમેડિયન કુણાલ કામરાને દેશદ્રોહી કેસમાં 31 માર્ચે ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહ્યું છે.

Today News live : જમ્મુ કાશ્મિરમાં અથડામણ, ત્રણ જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ છે, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનમાં 3 સૈનિકો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, વાતાવરણ તંગ છે. સવારથી જ ગોળીબાર થઈ રહ્યો છે અને આતંકીઓને ઘેરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ