Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 29 March 2025, આજના તાજા સમાચાર: છત્તીસગઢના દાંતેવાડા સુરક્ષાદળોએ 16 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. આજે શનિવારે ફરી એકવાર દાંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલોમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં નક્સલીઓ સાથેની અથડામણમાં 15 નક્સલીઓના મોત થયા છે. સુરક્ષા દળોનું કહેવું છે કે તેમણે હજુ પણ ઘણા નક્સલીઓને ઘેરી લીધા છે અને હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે. એજન્સી એએનઆઈએ સુકમાના એસપી કિરણ ચવ્હાણ દ્વારા આપવામાં આવેલી જાણકારીને ટાંકીને જણાવ્યું હતું કે સુકમા-દંતેવાડા બોર્ડર પર આવેલા ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 16 નક્સલવાદીઓ માર્યા ગયા છે.
મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપ, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી
મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ભયનું વાતાવરણ બન્યું છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજધાની નેપીડો નજીક હોવાનું કહેવાય છે. ગઈકાલે પણ મ્યાનમારમાં બે ભૂકંપ આવ્યા હતા, જેના કારણે ભારે વિનાશ થયો હતો. સતત આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ડરી ગયા છે.
ભૂકંપ પીડિત મ્યાનમારને ભારતે 15 ટન રાહત સામગ્રી મોકલી
મ્યાનમાર અને થાઇલેન્ડમાં 28 માર્ચ, 2028ના રોજ ભયંકર ભૂકંપ આવ્યો છે. ધરતીકંપથી મ્યાનમારની પરિસ્થિત ગંભીર બની ગઇ છે. મ્યાનમારની સરકારે દુનિયાના દેશો પાસે મદદ માંગી છે. ભારત સરકારે ભૂકંપ પીડિત મ્યાનમારને મદદ કરવા માટે 15 ટન રાહત સામગ્રી મોકલી છે. રાહત સામગ્રીમાં ટેન્ટ, સ્લીપિંગ બેગ, ધાબલા, ભોજનની સામગ્રી, વોટર પ્યુરીફાયર, હાઇજીન કિટ, સોલાર લેમ્પ, જનરેટર સેટ, જીવનરક્ષક દવાઓ વગેરે સામેલ છે.
અફઘાનિસ્તાનમાં ધરતીકંપ, વહેલી સવારે 4.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો
અફઘાનિસ્તાનમાં શનિવારે વહેલી સવારે ભૂકંપ આવ્યો છે. અફઘાનિસ્તાનમાં સવારે 5.16 વાગે રેક્ટર સ્કેલ 4.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. તમને જણાવી દઇયે કે, શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપથી મ્યાનમારમાં 140 થી વધુ લોકોના મોત અને 700 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.





