Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 3 April 2025, આજના તાજા સમાચાર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની ‘એક્ટ ઇસ્ટ’ નીતિ અને અમારા ઇન્ડો-પેસિફિક વિઝનમાં થાઇલેન્ડનું વિશેષ સ્થાન છે. આજે અમે પોતાના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીનું સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે. સુરક્ષા એજન્સીઓ વચ્ચે રણનીતિક વાર્તા સ્થાપિત કરવા અંગે પણ ચર્ચા કરી. સાયબર ક્રાઇમના શિકાર ભારતીયોને પરત ભારત મોકલવામાં થાઇલેન્ડ સરકારના સહયોગ બદલ અમે તેમનો આભાર માન્યો.
મધ્ય પ્રદેશમાં નર્મદા કિનારે ડીસા આગમાં હોમાયેલા 18 મૃતકો ચિતાઓ સળગી
બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીની આગમાં હોમવાયેલા 21 મૃતકો પૈકી 18 મૃતદોહ આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશના બે ગામોના 18 મૃતકોના દેવાસ જિલ્લાના નેમાવર ઘાટ નર્મદા નદીના કિનારે અંતિમ સંસ્કાર કરાત બંને ગામો શાકાતુર બન્યા હતા. આમાં 5થી 8 વર્ષની વયનાં બાળકોનો પણ સમાવેશ થાય છે. ડીએનએ ટેસ્ટ દ્વારા બેની ઓળખ કરવામાં આવશે
જામનગરમાં ફાઈટર પ્લેન ક્રેશ, પાઈલટનું મોત
બુધવારે મોડી રાત્રે જામનગરમાં દુર્ઘટના ઘટી હતી. અહીં ઇન્ડિયન એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ટ્રેઈની પાઈલટનું મોત થયું હતું. જ્યારે એક પાઈલટ ઈજાગ્રસ્ત થતાં સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
વડાપ્રધાન મોદી BIMSTEC સમિટમાં ભાગ લેવા થાઈલેન્ડ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાઈલેન્ડની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. PM મોદી શુક્રવારે થાઈલેન્ડમાં BIMSTEC સમિટમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે આ કોન્ફરન્સમાં થાઈલેન્ડ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા અને ભૂટાનના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. આ 6ઠ્ઠું BIMSTEC સમિટ હશે. થાઈલેન્ડ બાદ પીએમ મોદી શ્રીલંકા પ્રવાસ માટે રવાના થશે. BIMSTEC સમિટમાં 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લઈ રહ્યા છે.
જ્યારે પીએમ મોદી 4 થી 6 એપ્રિલ સુધી શ્રીલંકાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી ત્યાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે. BIMSTEC દેશોમાં ભારત સૌથી પ્રભાવશાળી સભ્ય છે. નિષ્ણાતો માને છે કે ભારત સમિટની વ્યૂહાત્મક દિશાને આકાર આપવામાં મદદરૂપ સાબિત થશે. ભારત સુનિશ્ચિત કરશે કે આ પ્લેટફોર્મ બંગાળની ખાડી ક્ષેત્રમાં આર્થિક વિકાસ અને સુરક્ષા સહયોગ માટે એક મહત્વપૂર્ણ બળ બની રહે. ભારત BIMSTECનું સ્થાપક સભ્ય પણ છે.





