Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 5 April 2025, આજના તાજા સમાચાર: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે સવારે નિધન થયું હતું. તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે શનિવારે સવારે મનોજ કુમારનો પાર્થિવ દેહ પવન હંશ સ્મશાનગૃહે લવાયો હતો. જ્યાં સન્માન સાથે મનોજ કુમારને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વીલિન થયો હતો. અભિનેતાની વિદાયથી બોલિવૂડ આખું શોકાતૂર થયું હતું.
ઉલ્લેખની છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેઓ તેમની દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા છે. તેની યાદગાર ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘ક્રાંતિ’, ‘ઉપકાર’, ‘શહીદ’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ અને ‘રોટી કપડા ઔર મકાન’ સહિત ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે મનોજ કુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગોસ્વામી છે અને તેમનો જન્મ 1937માં થયો હતો. અભિનેતાની દેશભક્તિની ફિલ્મો એટલી હિટ રહી હતી કે તેમનું નામ જ ‘ભારત કુમાર’ પડી ગયું હતું. તેમના નિધનના સમાચાર સાંભળ્યા બાદ બધા આઘાતમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. મનોજ કુમારના પાર્થિવ દેહને સ્મશાનભૂમિમાં લાવવામાં આવ્યો હતો.
આજથી દિલ્હીમાં લાગુ થશે આયુષ્માન યોજના, 10 લાખ રૂપિયા સુધીની સારવાર
દિલ્હીમાં રહેતા લોકો માટે સારા સમાચાર છે. આજથી ગરીબોને આયુષ્માન યોજનાનો લાભ મળશે. આ સુવિધા હેઠળ નોંધાયેલા વ્યક્તિઓ દિલ્હી સહિત દેશભરની ખાનગી હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે શનિવારે એક એમઓયુ પર હસ્તાક્ષર કરશે.
કેન્દ્ર સરકારની આયુષ્માન યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સારી સારવાર આપવા માટે છે. આ લોકોને દિલ્હીમાં પણ આ યોજનાનો લાભ મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેની પાસે AAY કાર્ડ છે તેમના કાર્ડ પહેલા બનાવવામાં આવશે. આ પછી બીપીએલ કાર્ડ ધારકોનો વારો આવશે. 10 એપ્રિલ સુધીમાં ઓછામાં ઓછા 1 લાખ લોકો માટે આયુષ્માન યોજના બનાવવાનું લક્ષ્ય છે.





