Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 7 March 2025, આજના તાજા સમાચાર: પીએમ નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. દાદરા નગર હવેલીના સેલવાસમાં પીએમ નરેન્દ્ર મોદીએ નમો હોસ્પિટલના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું.
સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલાં એક સ્થળનું રેશનકાર્ડ બીજી જગ્યાએ માન્ય ન હતું. અમે આ સમસ્યાનું નિરાકરણ કર્યું. અમે એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ લાગુ કર્યું. હવે રેશનકાર્ડ ગમે ત્યાંનું હોય, દેશના દરેક શહેરમાં લાભાર્થીને તેનો લાભ મળે છે.
બીજી તરફ રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ સાડા 10 વાગે આસપાસ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને ગુજરાતના કોંગ્રેસ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરશે. રાહુલ ગાંધી 9 કલાકમાં 5 મિટિંગ કરવાના છે.
મધ્યપ્રદેશના બૈતૂલમાં કોલસાની ખાણમાં ધાબુ પડતા 3 મજૂરોના મોત
મધ્યપ્રદેશના બૈતૂલમાં WCLની કોલસાની ખાણમાં ધાબુ પડવાથી 3 મજૂરોના કરુણ મોત થયા છે. આ ઘટના સારની વિસ્તારની કોલસાની ખાણમાં થઇ છે.





