Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 9 March 2025, આજના તાજા સમાચાર: ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની છે. ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું છે, ભારતની આ જીત બાદ ભારતમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં બોમ્બ ફુટી રહ્યા છે તો ઘણા લોકો રસ્તાઓ પર ડાન્સ કરી રહ્યા છે ત્યાં જ ચેન્નાઈમાં ભારતની જીત બાદ ક્રિકેટ ચાહકો ઉજવણી કરી રહ્યા છે.
ભારત ન્યુઝિલેન્ડ વચ્ચે ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઇનલ મેચ
ચેમ્પિયન ટ્રોફી 2025 જીતવા માટે આજે દુબઇમાં ભારત અને ન્યુઝિલેન્ડ ક્રિકેટ ટીમ મેદાનમાં ઉતરશે. ચેમ્પિયન ટ્રોફી જીતવા માટે બંને દેશોની ટીમ તનતોડ મહેનત કરશે. ભારતીય સમય અનુસાર 2.30 વાગે આજે સંયુક્ત અરબ અમિરાતમાં દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ડિયા વિ ન્યુઝિલેન્ડ ફાઇનલ મેચ શરૂ થશે. ટીમ ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્મા 12 વર્ષ બાદ ભારતને ચેમ્પિયન ટ્રોફી જીતાડશે કે નહીં તેના પર સૌની નજર છે.
ચેમ્પિયન ટ્રોફી ફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયાની નેટ પ્રેક્ટિસ
દુબઇમાં ચેમ્પિયન ટ્રોફી 2025 ફાઈનલ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ મેદાનમાં પ્રેક્ટીસ કરી હતી. આજે દુબઇમાં 3 વાગેની આસપાસ ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ચેમ્પિયન ટ્રોફી 2025 ફાઇનલ મેચ રમાશે.





