Bihar Assembly Election 2025 Phase 2 Constituency- Wise Polling : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના બીજા તબક્કા માટે મતદાન સમાપ્ત થઇ ગયું છે. બીજા તબક્કામાં 122 બેઠકો માટે મતદાન થયું હતું. બીજા તબક્કામાં પણ રેકોર્ડ મતદાન થયું છેે. સરેરાશ લગભગ 68.52 ટકા મતદાન થયું છે.
મંગળવારે બીજા તબક્કાનું મતદાન ખતમ થયા અલગ-અલગ એજન્સીના એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. અત્યાર સુધીના બધા જ 9 એક્ઝિટ પોલમાં એનડીએ સરકાર બનવાના અણસાર છે. એક્ઝિટ પોલ એ સંકેત આપે છે કે બિહારમાં NDA કે મહાગઠબંધનમાંથી કોણ સરકાર બનાવી શકે છે. સાચા પરિણામ 14 નવેમ્બરે જાહેર થશે. NDAમાં ભાજપ, JDU, LJP (રામ વિલાસ), HAM અને RLMનો સમાવેશ થાય છે. બીજી તરફ મહાગઠબંધનમાં RJD, કોંગ્રેસ, વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) અને ડાબેરી પક્ષોનો સમાવેશ થાય છે.





