Today News : બિગ બોસ 19માં ટ્રોફી જીતવાની નજીક આવી બહાર થયો પ્રણિત મોરે, હવે ગૌરવ અને ફરહાના બનશે વિજેતા

Today News Live Update Today in Gujarati 7 December 2025: કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ બેલડાંગામાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરનાર સસ્પેન્ડ ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીર મામલે ટીએમસી પ્રમુખ મમતા બેનરજી પણ કટાક્ષ કર્યો છે.

Written by Ajay Saroya
Updated : December 07, 2025 23:31 IST
Today News : બિગ બોસ 19માં ટ્રોફી જીતવાની નજીક આવી બહાર થયો પ્રણિત મોરે, હવે ગૌરવ અને ફરહાના બનશે વિજેતા
Bigg Boss 19

Today News Live Update Today in Gujarati 7 December 2025: ‘બિગ બોસ 19’નો ગ્રાન્ડ ફિનાલે શરૂ થઈ ગયો છે, અને ટોપ 5 માં પહોંચ્યા પછી પહેલા અમલ, પછી તાન્યા અને હવે પ્રણીત બહાર થઈ ગયા છે. હવે ગૌરવ ખન્ના અને ફરહાના ભટ્ટ ટોપ 2 માં છે.

ગોવામાં અરપોરા નાઇટ ક્લબમાં આગ લાગવાથી 25 લોકોના કરુણ મોત થયા છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ દૂર્ઘટનાના તપાસ આદેશ આપ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ગોવાની નાઇટ ક્લબ દૂર્ઘટના વિશે દુઃખ વ્યક્ત કર્યું છે સાથે સાથે પીડિતો માટે સહાય પણ જાહેર કરી છે. પીએમ મોદી એ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ગોવાના અરપોરા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ માંથી 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઉપરાંત આ દૂર્ઘટનાના ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

ઈન્ડિગ્રો ફ્લાઈટ કટોકટી: અમદાવાદ થી દિલ્હી માટે સ્પેશિયલ ટ્રેન દોડશે

ઈન્ડિગો એરલાઇન્સની મોટી સંખ્યામાં કેન્સલ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થી દિલ્હી સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત રેલવે PRO અજય સોલંકીએ કહ્યું કે, મુસાફરોની માંગને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવે એ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો છે. સાબરમતી – દિલ્હી સ્પેશિયલ ટ્રેન 7 અને 9 ડિસેમ્બરની રાતે 10.55 વાગે દોડશે. ત્યાર પછીના દિવસે બપોરે 3.15 વાગે દિલ્હી પહોંચશે. વધુ એક ટ્રેન સાબરમતી દિલ્હી સહાય રોહિલ્લા, 7 ડિસેમ્બર સવારે 5.30 વાગે દોડશે અને અને રાતે 11 વાગે દિલ્હી સહાય રોહિલ્લા પહોંચશે. અમે અન્ય સામાન્ય ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે.

બંગાળમાં જે પણ અનિચ્છનીય ઘટના બને છે તે મમતા બેનર્જીના આશીર્વાદથી થાય છે : કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી

બેલડાંગામાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરનાર સસ્પેન્ડ ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરના મુદ્દા પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, “…પશ્ચિમ બંગાળમાં જે પણ અનિચ્છનીય ઘટનાઓ બની રહી છે તે મમતા બેનર્જીના આશીર્વાદથી થઈ રહી છે. આ નિર્ણય પણ તેમના પક્ષના સભ્યોએ લીધો હતો અને બાદમાં મમતા બેનર્જીએ તેનો વિરોધ કર્યો હતો… હવે કાર્યવાહી કરીને, તેઓ નાટક કરવાનો પ્રયાસ કરી રહી છે. લોકો ચૂંટણીમાં મમતા બેનર્જીને તેમનું સ્થાન બતાવશે.”

Read More
Live Updates

IndiGo એ ટિકિટના 610 કરોડ રૂપિયા રિફંડ કર્યા, રદ્દ થઈ 610 ઉડાણો, સ્થિતિ ધીમે-ધીમે થઈ રહી છે સામાન્ય

IndiGo એ જણાવ્યું છે કે રવિવારે 1,650 થી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરી રહી છે, જ્યારે 650 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. કંપનીએ છેલ્લા પાંચ દિવસમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી પરંતુ પરિસ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. …સંપૂર્ણ વાંચો

બંગાળમાં જે પણ અનિચ્છનીય ઘટના બને છે તે મમતા બેનર્જીના આશીર્વાદથી થાય છે : કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી

બેલડાંગામાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરનાર સસ્પેન્ડ ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરના મુદ્દા પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, “…પશ્ચિમ બંગાળમાં જે પણ અનિચ્છનીય ઘટનાઓ બની રહી છે તે મમતા બેનર્જીના આશીર્વાદથી થઈ રહી છે. આ નિર્ણય પણ તેમના પક્ષના સભ્યોએ લીધો હતો અને બાદમાં મમતા બેનર્જીએ તેનો વિરોધ કર્યો હતો… હવે કાર્યવાહી કરીને, તેઓ નાટક કરવાનો પ્રયાસ કરી રહી છે. લોકો ચૂંટણીમાં મમતા બેનર્જીને તેમનું સ્થાન બતાવશે.”

watch | हुबली, धारवाड़: केंद्रीय मंत्री प्रह्लाद जोशी ने निलंबित TMC विधायक हुमायूं कबीर द्वारा बेलडांगा में बाबरी मस्जिद की नींव रखे जाने के मामले पर कहा, “…पश्चिम बंगाल में जो भी अनचाही घटनाएं हो रही हैं, वह ममता बनर्जी के आशीर्वाद से हो रही हैं। यह फैसला भी उनकी पार्टी के… pic.twitter.com/OmREpFJp4S
— ANI_HindiNews (@AHindinews) December 7, 2025

Smriti Mandhana Wedding Cancellation: સ્મૃતિ મંધાના પલાશ મુછલ સાથે લગ્ન નહીં કરે; ભારતીય મહિલા ક્રિકેટરે કહ્યું, હવે આ મામલો સમાપ્ત

Smriti Mandhana Palash Mucchal wedding Called Off : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે, તેના અને પલાશ મુંચલના લગ્ન રદ થઈ ગયા છે. …વધુ વાંચો

ઈન્ડિગ્રો ફ્લાઈટ કટોકટી: અમદાવાદ થી દિલ્હી માટે સ્પેશિયલ ટ્રેન દોડશે

ઈન્ડિગો એરલાઇન્સની મોટી સંખ્યામાં કેન્સલ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થી દિલ્હી સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત રેલવે PRO અજય સોલંકીએ કહ્યું કે, મુસાફરોની માંગને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવે એ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો છે. સાબરમતી – દિલ્હી સ્પેશિયલ ટ્રેન 7 અને 9 ડિસેમ્બરની રાતે 10.55 વાગે દોડશે. ત્યાર પછીના દિવસે બપોરે 3.15 વાગે દિલ્હી પહોંચશે. વધુ એક ટ્રેન સાબરમતી દિલ્હી સહાય રોહિલ્લા, 7 ડિસેમ્બર સવારે 5.30 વાગે દોડશે અને અને રાતે 11 વાગે દિલ્હી સહાય રોહિલ્લા પહોંચશે. અમે અન્ય સામાન્ય ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે.

iabગોવા નાઇટ ક્લબના દૂર્ઘટના વિશે PM મોદી એ દુઃખ વ્યક્ત કર્યું, પીડિતો માટે આર્થિક સહાય જાહેર

ગોવામાં અરપોરા નાઇટ ક્લબમાં આગ લાગવાથી 25 લોકોના કરુણ મોત થયા છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ દૂર્ઘટનાના તપાસ આદેશ આપ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ગોવાની નાઇટ ક્લબ દૂર્ઘટના વિશે દુઃખ વ્યક્ત કર્યું છે સાથે સાથે પીડિતો માટે સહાય પણ જાહેર કરી છે. પીએમ મોદી એ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ગોવાના અરપોરા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ માંથી 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઉપરાંત આ દૂર્ઘટનાના ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ