/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/flower-show.jpg)
ફ્લાવર ફો - photo credit x @InfoGujarat
Today News Live Updates, 30 December 2023 : આજે શનિવાર છે. ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો..
દિવસભરના ન્યૂઝ અપડેટ્સ
- Ayodhya Ram Mandir : પીએમ નરેન્દ્ર મોદીના અયોધ્યાથી પાંચ મુદ્દા: હિન્દુત્વ પ્લસ વિકાસ, પરંપરાથી લઈને આધુનિકતા સુધી
PM Modi in Ayodhya : રામ મંદિરના સ્થળ તરીકે અયોધ્યા નગરના ધાર્મિક મહત્વમાં ઉમેરો એ નવી અયોધ્યા છે જે પરંપરા, આધ્યાત્મિકતા અને આધુનિક સુવિધાઓના વૈશ્વિક કેન્દ્રને પ્રદર્શિત કરવા માટે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપના શાસન દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે. વડા પ્રધાને શનિવારે અયોધ્યામાં 15,000 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. વધુ વાંચો
- Lok Sabha Elections 2024 : મહારાષ્ટ્ર માટે કોંગ્રેસે બનાવ્યો ખાસ પ્લાન, પાર્ટી લોકસભા ચૂંટણીમાં 22 સીટો પર લડી શકે છે ચૂંટણી
lok sabha elections 2024 : કોંગ્રેસ હાઈકમાન્ડ અને પ્રદેશ નેતાઓ વચ્ચેની બેઠકમાં મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓએ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વધુ વાંચો
- Ayodhya Ram Mandir : ફારૂક અબ્દુલ્લાએ અયોધ્યા આંદોલન સાથે જોડાયેલા લોકોનો આભાર માન્યો, ભગવાન રામ માટે કહી આવી વાત
Ayodhya Ram Mandir : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના સાંસદ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું – ભગવાન રામ માત્ર હિન્દુઓના રામ નથી. તે આખા વિશ્વના રામ છે. વધુ વાંચો
- Rajasthan Cabinet : રાજસ્થાનમાં 12 કેબિનેટ સહિત 22 મંત્રીઓએ શપથ લીધા, જાણો કોનો-કોનો થયો સમાવેશ
Rajasthan Cabinet News : રાજ્યપાલ કલરાજ મિશ્રાએ 22 મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. જેમાં 12 કેબિનેટ અને 5 રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને 5 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. વધુ વાંચો
- Lok Sabha Election 2024 : મુસ્લિમ મહિલાઓને જોડવા માટે ભાજપની ખાસ યોજના, નવા વર્ષમાં શરૂ કરશે ‘થેન્ક્યુ મોદી ભાઈજાન’ અભિયાન
Lok Sabha Election 2024 : આ અભિયાન 2 જાન્યુઆરીથી શરૂ થશે અને 20 જાન્યુઆરી સુધી ચાલશે, મુસ્લિમ મહિલા મતદારોને રીઝવવા માટેની આ યોજનાની ટેગલાઈન ‘ના દૂરી હૈ, ના ખાઇ, મોદી હમારા ભાઈ હૈ’ એવી રાખવામાં આવી છે. વધુ વાંચો
- PM Modi Ayodhya Visit : 22 જાન્યુઆરીએ પોતાના ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવો : પીએમ નરેન્દ્ર મોદી
PM Modi Ayodhya Visit : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દેશના દરેક મંદિરોની સફાઈ થાય, બધા સફાઈ કરે, દરેક મંદિરની સફાઈ થવી જોઈએ. વધુ વાંચો
- France Flight Detained : CIDએ 21 ગુજરાતી મુસાફરોની પૂછપરછ કરી, જેમાંથી મોટાભાગનાએ કહ્યું- તેઓ પ્રવાસી તરીકે નિકારાગુઆ જઈ રહ્યા હતા
ગુજરાત સીઆઈડીએ શુક્રવાર સુધી લિજેન્ડ એરલાઈન્સની નિકારાગુઆ જતી ફ્લાઈટના 21 મુસાફરોના નિવેદન નોંધ્યા છે. જેમાંથી ઘણા એ સમજાવવામાં અસમર્થ હતા કે તેઓ શા માટે તે ચાર્ટર્ડ ફ્લાઇટમાં બેઠા હતા. વધુ વાંચો
- સિહોરમાં RSSની ઓફિસ પર પથ્થરમારો, વીજળી બંધ કરી દેવાઈ અને મધરાતે હુમલો કરાયો
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના જિલ્લા અધ્યક્ષ જગદીશ કુશવાહાએ કહ્યું કે કેટલાક લોકોએ RSS કાર્યાલયની વીજળી બંધ કરી દીધી અને પછી પથ્થરમારો કર્યો. તેમણે કહ્યું કે તે સમયે કાર્યાલયમાં કેટલાક આરએસએસ કાર્યકર્તા હાજર હતા. વધુ વાંચો
- નેપાળનો ક્રિકેટર સંદીપ લામિછાને બળાત્કાર કેસમાં દોષિત, સજા નક્કી
લામિછાને પર ગયા વર્ષે ઓગસ્ટમાં કાઠમંડુની એક હોટલના રૂમમાં 17 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ હતો. તેને આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ કરવામાં આવ્યો હતો. વધુ વાંચો
- PM modi in Ayodhya : પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા, રામનગરીમાં રોડ શોથી પોતાના કાર્યક્રમની કરી શરૂઆત
અયોધ્યા પહોંચતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદી બેન પટેલે સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન શનિવારે ઘણી ટ્રેનોને લીલી ઝંડી આપશે. જેમાં નવી અમૃત ભારત ટ્રેન અને વંદે ભારત ટ્રેનનો સમાવેશ થાય છે. વધુ વાંચો
- અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો થયો પ્રારંભ, 15 જાન્યુઆરી સુધી ચાલશે
ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે આવેલા ફ્લાવરશોનો શુભારંભ કરાવ્યો છે. અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. જાહેર જનતા માટે ખુલ્લો મુકાયેલો ફ્લાવર શો 15 જાન્યુઆરી સુધી ચાલશે.
- પાકિસ્તાને આતંકી નેતા હાફિઝ સઈદને ભારતને સોંપવાનો ઈન્કાર કર્યો, આ કારણ આપ્યું
પાકિસ્તાને શુક્રવારે પુષ્ટિ કરી છે કે ભારતે 2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે, જે ઘણા આતંકવાદી કેસોમાં વોન્ટેડ છે. વધુ વાંચો
- Guru Margi : વર્ષના અંતમાં ગુરુ થશે માર્ગી, 2024માં આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે, તેઓ પ્રગતિની સાથે ખૂબ કમાશે પૈસા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 31 ડિસેમ્બરે સવારે 7.08 કલાકે ગુરુ મેષ રાશિમાં પ્રત્યક્ષ ભ્રમણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ગુરુ ઘણા લોકોને બધી સમસ્યાઓ અને અવરોધોથી મુક્ત કરી શકે છે. વધુ વાંચો
- Ram Temple Inauguration: અભિષેક પહેલા PM મોદી આજે અયોધ્યાને ₹ 11,100 કરોડની ભેટ આપશે, એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું થશે ઉદ્ઘાટન
વડા પ્રધાનની મુલાકાત 22 જાન્યુઆરીએ મંદિરની મૂર્તિના અભિષેક સમારોહ માટે મંચ નક્કી કરશે. સંઘ પરિવાર આ કાર્યક્રમ માટે એકત્ર થયો છે અને સમગ્ર ભારત અને કેટલાક અન્ય દેશોમાં તેની પહોંચ વધારવાની પહેલ કરી રહ્યું છે. વધુ વાંચો
- Today Weather Updates : નલિયા બન્યું ઠંડુગાર,ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ? શું છે આગાહી?
Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં શુક્રવારે ઠંડીમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી. શુક્રવારે 11.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે 21.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા સૌથી ગરમ શહેર નોંધાયું હતું. વધુ વાંચો
- અયોધ્યામાં જ્યારે BBC પત્રકાર માર્ક ટુલી પર ત્રિશુલથી હુમલો કરવાના હતા કારસેવકો, જાણો કેવી રીતે બચ્યો જીવ
રસપ્રદ વાત એ છે કે જ્યારે આ મંદિરની કલ્પના કરતી વખતે 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી રહી હતી, ત્યારે અયોધ્યામાં મીડિયા દ્વારા ભારે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. વધુ વાંચો
- Aaj Na live Darshan : આજે શનિવારે લોકોના દુઃખ દૂર કરનારા કષ્ઠભંજન દેવના કરો લાઇવ દર્શન
Kashtabhanjan dada, sarangpur live darshan : અમે તમને ઘરે બેઠાં જ સાળંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. સારંગપુર હનુમાન મંદિરથી થતાં લાઈવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે. વધુ વાંચો
- આજનો ઇતિહાસ 30 ડિસેમ્બર: ભારતના અવકાશ યુગના પિતા કોણ છે? કોને આધુનિક હિન્દી સાહિત્યના કવિ કહેવાય છે?
Today history 30 December : આજે તારીખ 30 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના અવકાશ યુગના પિતા કહેવાતા મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો
- Daily Horoscope, 30 December 2023, આજનું રાશિફળ : કુંભ રાશિના જાતકો જોખમી કાર્યોમાં પૈસાનું રોકાણ ન કરો
today Horoscope, 30 December 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us