live News : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન

Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું.

Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
CM bhupedra patel | vibrant gujarat global summit

VGGS 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Today News Live Updates, 11 January 2024 : આજે ગુરુવાર છે. ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો..

Advertisment

દિવસભરના ન્યૂઝ અપડેટ્સ

  • આવતા સપ્તાહથી શરૂ થઈ રહી છે IMDની ખાસ સેવા, દરેક ગામના 5 ખેડૂતોને જોડવાનું લક્ષ્ય

હવામાન વિભાગ આગામી સપ્તાહથી પંચાયત કક્ષાના હવામાનની આગાહી અંગે માહિતી આપશે, જે ખાસ કરીને નાના ખેડૂતોને ખેતીનું વધુ સારી રીતે આયોજન કરવામાં અને આબોહવા-પ્રેરિત નુકસાનને ઘટાડવામાં મદદ કરશે. વધુ વાંચો

  • ભારત વિ અફઘાનિસ્તાન : શિવમ દુબેની અડધી સદી, પ્રથમ ટી-20માં ભારતનો 6 વિકેટે વિજય
Advertisment

IND vs AFG 1st T20 : શિવમ દુબેના 40 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે અણનમ 60 રન, ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી, બીજી ટી 20 મેચ 14 જાન્યુઆરીએ રમાશે. વધુ વાંચો

  • Poco X6 Pro: ભારતમાં 512GB સ્ટોરેજવાળો પાવરફુલ પોકો સ્માર્ટફોન લોન્ચ, મેળવો 2000નું ડિસ્કાઉન્ટ; જાણો કિંમત અને ફીચર્સ

Poco X6 Pro લોન્ચ: Poco X6 Pro સ્માર્ટફોન ભારતમાં 12 GB રેમ અને 512 GB ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જાણો તમામ વિશેષતાઓ. વધુ વાંચો

  • કોંગ્રેસ બાદ ઉદ્ધવ જૂથે પણ અયોધ્યાથી બનાવી દૂરી! ઠાકરેએ કહ્યું- 22 જાન્યુઆરીએ રામ વનવાસ સ્થળ પર કરશે પૂજા

Ayodhya Ram Mandir : ઉદ્ધવ ઠાકરેએ કહ્યું - અમે રામ મંદિરને લઇને ખુશ છીએ પરંતુ હું ઘણા દિવસોથી વિનંતી કરું છું કે તે આસ્થાનો વિષય બન્યો રહેવો જોઈએ અને રાજનીતિક રંગ ના આપવો જોઈએ. વધુ વાંચો

  • ક્રાઈમ ન્યુઝ : બે સગીરાનું અપહરણ અને સામૂહિક બળાત્કાર, એકનું મોત, બીજીની હાલત નાજુક, પોલીસ પર પથ્થરમારો

Bihar Gangrape : બિહાર પટના (Patna) ના ફુલવારી શરીફ (Phulwari Sharif) પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દલિત સગીર યુવતી સાથે સામુહિક બળાત્કાર, એક યુવતીનું મોત, લોકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો. વધુ વાંચો

  • Budget 2024: બજેટ 2024માં LTCGમાં કર રાહત અને 80સીની મર્યાદા વધારવા માંગણી, આ ઘોષણાથી શેરબજારમાં તેજી વધશે

Stock Market Expectations Budget 2024: નાણાં મંત્રી નિર્મલા સીતારમન લોકસભા ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે, જેના પર શેર બજારની નજર રહેશે. વધુ વાંચો

  • મકરસંક્રાંતિ 2024 : આ રીતથી ઘરે જ કરો ગંગા સ્નાન, પવિત્ર નદીમાં સ્નાન કરવા જેટલું જ મળશે પુણ્ય

Makar Sankranti 2024 : મકર સંક્રાંતિ 2024 ક્યારે છે, ઘરે સ્નાન કરવાની વિધી શું છે? ક્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે? તો જાણીએ શુભ મુહૂર્ત, દાન, પૂજા નું મહત્ત્વ. વધુ વાંચો

  • લોકસભા ચૂંટણી 2024 : 70 વર્ષથી ઉપરના થશે આઉટ, બીજેપીના ઉમેદવારોની પ્રથમ યાદી જલ્દી આવશે

Loksabha Election 2024 : વર્તમાન લોકસભામાં ભાજપના 56 એવા સાંસદો છે જેમની ઉંમર 70ને પાર કરી ગઈ છે. વહેલી તકે ઉમેદવારોની જાહેરાત કરવી એ ભાજપની મોટી વ્યૂહરચનાનો એક ભાગ છે. વધુ વાંચો

  • Ather 450S Price Drop: એથર એનર્જીનું 450S ઇલેક્ટ્રિક સ્કૂટર સસ્તુ થયું, જાણો ઇલેક્ટ્રિક વ્હીકલના બેટરી, ચાર્જિંગ અને સ્પીડ સહિત તમામ ખાસિયતો

Ather Energy Electric Scooter Price And Features: એથર 450S ઇલેક્ટ્રિક સ્કૂટર એવી રેન્જનું એન્ટ્રી લેવલ સ્કૂટર છે જે તેના પ્રીમિયમ વેરિઅન્ટની સરખામણીમાં થોડાક ઓછા ફીચર્સ અને ઓછી ક્ષમતાવાળા બેટરી પેક ધરાવે છે. વધુ વાંચો

  • અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં આંચકા અનુભવાયા

Earthquake : આ ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં પણ ભૂકંપના ઝટકા જોવા મળ્યા. વધુ વાંચો

  • IND vs AFG T20: ટીમ ઇન્ડિયાનું મોહાલીમાં ટી 20 મેચ પૂર્વે ઠંડીમાં મસ્તી સાથે ચીલ, જુઓ વીડિયો

અફઘાનિસ્તાન સામે પ્રથમ ટી 20 મેચ રમવા માટે ટીમ ઇન્ડિયા મોહાલી પહોંચી ચુકી છે. ગુરુવારે મોહાલી સ્થિત પીસીએ સ્ટેડિયમ પર ભારત અફઘાનિસ્તાન વચ્ચે ટી 20 જંગ ખેલાશે. અફઘાનિસ્તાનની ટીમ કરતાં ટીમ ઇન્ડિયા માટે મોહાલીનું વાતાવરણ મોટો પડકાર છે. અહીં પહોંચેલી ટીમ ઇન્ડિયા મેચ પૂર્વે ટ્રેનિંગ માટે મેદાન પર ઉતરી તો અહીંની ઠંડીથી ખેલાડીઓ કાંપતા નજરે પડ્યા હતા. વધુ વાંચો

  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના પોટેન્શિયલને સુગ્રથિત બનાવવા પર ભાર મૂક્યો છે જેના પરિણામે પોર્ટ સહિત અનેક ક્ષેત્રોનો અકલ્પનીય વિકાસ થયો છે. દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતનાં પ્રાચીન લોથલ, ધોળાવીરા જેવા દરિયાઈ માર્ગનો ભવ્ય ઇતિહાસ વર્ણવતા મુખ્યમંત્રીએ ગુજરાતને છેલ્લા બે દાયકામાં પોર્ટલેન્ડ ડેવલપમેન્ટમાં અગ્રિમ હરોળનું રાજ્ય બનવામાં વાઇબ્રન્ટ સમિટને મહત્વપૂર્ણ ગણાવી હતી તેમજ આ સેમિનારમાં થનાર મંથન ‘સમુદ્ર સમૃદ્ધિથી દેશને વૈશ્વિક સમૃદ્ધિ’ તરફ લઈ જવાનો રોડમેપ તૈયાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

https://twitter.com/CMOGuj/status/1745352065210351862/photo/1
  • મહારાષ્ટ્ર દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય, શહેરોમાં ઈન્દોર અને સુરત મોખરે

આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં મહારાષ્ટ્ર જીત્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્વચ્છતા સર્વેક્ષણમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે. મહારાષ્ટ્ર પછી મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આવે છે. શહેરોની વાત કરીએ તો એમપીનું ઈન્દોર અને ગુજરાતનું સુરત મોખરે છે. આ પછી નવી મુંબઈને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. ઈન્દોરને સાતમી વખત સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે. વધુ વાંચો

  • રણબીર કપૂરની ‘એનિમલ’ ઓટીટી પર આ તારીખે થશે રિલીઝ

Animal Ott Release : 1 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'નો ક્રેઝ હજુ પણ લોકોમાં યથાવત છે. એનિમલે રેકોર્ડબ્રેક કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. આ વચ્ચે હવે એનિમલને લઇને OTT રીલિઝ સંબંધિત મોટું અપડેટ સામે આવ્યું છે. વધુ વાંચો

  • INDIAમાં સીટ વહેંચણીની લડાઈ યથાવત, તમામ સાથે સહમતિ પછી કોંગ્રેસ પાસે કયા વિકલ્પો હશે?

INDIA ગઠબંધનમાં વિવિધ રાજ્યો માટે બેઠકોની વહેંચણી પર વિચાર-મંથન ચાલી રહ્યું છે. બેઠકોનો દોર ચાલી રહ્યો છે, નેતાઓની બેઠકો પણ ચાલી રહી છે પરંતુ યુપી-બિહારથી લઈને પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી અને પંજાબમાં બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા શું હોવી જોઈએ તે હજુ નક્કી થયું નથી. વધુ વાંચો

  • મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે ‘ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ - ચાર્જિંગ અહેડ ટુ 2047’ વિષય પર સેમિનાર
,

  • અમદાવાદ અયોધ્યા વચ્ચે ફ્લાઈટ સેવા શરૂ, સિયા-રામના પોશાકમાં જોવા મળ્યા મુસાફરો, જાણો ભાડું અને ટાઈમ ટેબલ

Ahmedabad Ayodhya Flight time table fare : અયોધ્યાથી અમદાવાદ ફ્લાઇટ ટાઈમ ટેબલ અને ટિકિટ (Ticket) ભાડાની વિગત, પ્રથમ ફ્લાઇટનું યુપીના સીએમ યોગી આદિત્યનાથે વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં ફ્લેગ ઓફ કર્યું હતું. વધુ વાંચો

  • કોરોનાના કારણે વિશ્વમાં 10000 લોકોના મોત, ભારતમાં પણ કોવિડ 19ની રફ્તાર તેજ

Coronavirus, covid-19 latest Updates : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર ફરી એકવાર વધી રહ્યો છે. ભીડ અને નવા પ્રકારોને કારણે ગયા મહિને લગભગ 10,000 લોકો COVID-19 થી મૃત્યુ પામ્યા હતા. યુનાઈટેડ નેશન્સ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડાએ બુધવારે જણાવ્યું હતું કે રજાઓ દરમિયાન લોકોની ભીડ અને વિશ્વભરમાં ફેલાતા વાયરસના નવા સ્વરૂપને કારણે ગયા મહિને ચેપના કેસમાં વધારો થયો છે. વધુ વાંચો

  • Suchna Seth killed his Son | સુચના સેઠ પુત્રની હત્યાનો કેસ : કેવી રીતે પોલીસને શંકા ગઈ? કેવી રીતે ઝડપાઈ? પોલીસે કર્યા અનેક ખૂલાસા

Suchna Seth killed his Son : બેંગલુરુ સ્થિત એક ટેક સ્ટાર્ટ-અપની સીઈઓ સુચના સેઠની ગોવાની એક હોટલમાં તેના ચાર વર્ષના પુત્રની હત્યાના આરોપમાં ધરપકડ થઈ હતી, તેણે 6 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી રૂમ બુક કરાવ્યો હતો, પરંતુ તેણે પહેલા જ ચેક આઉટ કરી લીધુ હતુ. વધુ વાંચો

  • JMC Recruitment 2024 : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિત

JMC Recruitment 2024, JMC bharti notification : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ 46 જગ્યાઓ ઉપર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 31 જાન્યુઆરી 2024 સુધીમાં www.junagadhmunicipal.org વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરી શકે છે. વધુ વાંચો

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ એનર્જી મેનેજમેન્ટ એશિયા પેસિફિકના સીઇઓ વરુણ ગુજરાત લાથે કરી ચર્ચા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ એનર્જી મેનેજમેન્ટ એશિયા પેસિફિકના સીઈઓ વરુણ ગુજરાલ સાથે ભારતના સીઈઓ અને કન્ટ્રી મેનેજર અમિત જૈન સાથે રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતની અગ્રણી ભૂમિકા અંગે ચર્ચા કરી અને રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં ગુજરાતના પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ અને 2009 થી તેની વધારાની શક્તિની સ્થિતિ પર પ્રકાશ પાડ્યો. વાતચીત ગુજરાતના રિન્યુએબલ એનર્જી લેન્ડસ્કેપમાં ખાસ કરીને ચોટીલા-સુરેન્દ્રનગરમાં 400MW સોલાર પાવર પ્રોજેક્ટના ચાલી રહેલા વિકાસમાં ENGIEના યોગદાન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું. ગુજરાતના દરિયાકાંઠે ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સમાં ENGIE ગ્રૂપની સંભવિત ભાગીદારી અને ઓપન એક્સેસ, ફ્લોટિંગ સોલાર, ગ્રીન એમોનિયા અને હાઇબ્રિડ પાવર જનરેશનમાં તેમની કુશળતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

  • Hina Khan : ટેલિવિઝનની સૌથી મોંઘી અભિનેત્રીમાંથી એક હિના ખાન કરોડોની સંપત્તિની માલિક

Hina Khan Photos : ટેલિવૂડનો જાણીતો ચહેરો હિના ખાન તેની લેટેસ્ટ તસીવરોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. હિના ઘણા વર્ષોથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે. હિના ખાન ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે, હિના ખાને સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ચાલો જાણીએ કે અભિનેત્રી કેટલી કરોડની સંપત્તિની માલિક છે. વધુ વાંચો

  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે બીજો દિવસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગનો સેમિનાર

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનો આજે બીજો દિવસ છે. આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગનો સેમિનાર યોજાશે, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ પર સેમિનાર સહિત અનેક વિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યં છે. આ સેમિનારમાં મુખ્યમંત્રી સહિત બે કેન્દ્રીય મંત્રી હાજર રહેશે.

  • ગુજરાતમાં કડકડતી ઠંડી, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ? ઉત્તર ભારતમાં પર્વતોમાં વરસાદ અને હિમવર્ષા

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં ઠંડીમાં નહીવત વધઘટ જોવા મળી હતી. નલિયામાં ઠંડીનો પારો ગગડ્યો હતો જ્યારે શહેરી વિસ્તારોમાં તાપમાન ઉચકાયું હતું. આમ ગુજરાતમાં બુધવારે 9.6 ડિગ્રી લઘુત્તમ તાપમાનથી લઈને 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી નોંધાઈ હતી. વધુ વાંચો

  • Ira Khan Wedding : ઇરા ખાને નુપુર શિખરે સંગ કર્યા ક્રિશ્ચન વેડિંગ, જુઓ વીડિયો

Ira Khan Wedding : આમીર ખાનની દિકરી ઇરા ખાને નુપુર શિખરે સાથે ઉદયપુરની તાજ અરવાલી ખાતે ધામધૂમથી લગ્ન કરી લીધા છે. હવે તેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. વધુ વાંચો

  • માયા ન મળી, ન રામ… શું કોંગ્રેસે ઉતાવળમાં અયોધ્યાનું આમંત્રણ ફગાવી દીધું?

કોંગ્રેસ અયોધ્યા જવાની નથી. કોંગ્રેસે તેને ભાજપની ઘટના ગણાવી છે અને કહ્યું છે કે તે રાજકીય રીતે પ્રેરિત છે. પરંતુ દરેકના મનમાં પ્રશ્ન એક જ છે - શું કોંગ્રેસે આ રાજકીય જોખમ ઉઠાવ્યું છે કે પછી રાજકીય ભૂલ કરી છે? વધુ વાંચો

  • આજનો ઇતિહાસ 11 જાન્યુઆરી: લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન ક્યા થયુ હતુ? રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ કેમ ઉજવાય છે?

Today history 11 January: આજે 11 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ છે. આજે રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે... વધુ વાંચો

  • Mental Health : તણાવ થઇ જશે થોડા કલાકોમાં અદૃશ્ય! આ ‘જાપાનીઝ થેરાપી’ અનુસરો

Mental Health : આપણે ટેકનોલોજીની દુનિયામાં જીવીએ છીએ. એટલે રોજ એ જ કામ, એ જ વાતાવરણ, એ જ સફર કરવામાં કંટાળો આવે છે. ઘરે આવ્યા પછી પણ એક તરફ ઓફિસના કામનું પ્રેશર અને બીજી તરફ ઘરમાં સમસ્યાઓ. આ બધી બાબતોમાં વ્યક્તિ શરીર અને મનથી થાકી જાય છે. જેના કારણે તે ઘણીવાર માનસિક હતાશા, ચિંતા, તણાવ અને શારીરિક બિમારીઓનો સામનો કરે છે. પરંતુ, તેમાંથી થોડો વિરામ લેવા માટે, તમે ફ્રી ટાઈમમાં પ્રાચીન જાપાની ઉપચારને અનુસરી શકો છો. આના કારણે તમે કામનો તણાવ, માનસિક હતાશા, ઓફિસમાં ચિંતા જેવી અનેક સમસ્યાઓથી દૂર રહી શકો છો. જે તમને દરરોજ સુખી, સ્વસ્થ વાતાવરણનો અનુભવ કરાવશે. વધુ વાંચો

  • આજનું રાશિફળ : સિંહ રાશિના જાતકો રોકાણ નીતિઓ પર પુનર્વિચાર કરો, આળસને તમારા પર હાવી ન થવા દો

today Horoscope, 11 January 2024, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

  • Today Live Darshan: ગુરુવારના દર્શન, સબકા માલિક એક, સાંઈ બાબાના કરો લાઇવ દર્શન

Shirdi sai baba temple today live darshan: ગુરુવારનો દિવસ સાંઈ બાબાનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે વ્રત રાખતા હોય છે. કહેવાય છે કે ભક્તો જ્યારે પણ સાંઈ બાબાને યાદ કરે છે ત્યારે સાઈ દોડી આવે છે. ગુરુવારે કરવામાં આવતા વ્રતથી સાઈની વિશેષ કૃપા ભક્તો પર બની રહે છે. ત્યારે શિરડી સાંઈ બાબાનું ધામ ગણાય છે. અમે આજે ગુરુવારે તમને ઘરે બેઠાં જ શિરડી સાંઈ મંદિરથી લાઈવ દર્શન કરાવીશું. અહીં કરો લાઇવ દર્શન

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ