Top 10 countries of origin for America’s foreign-born billionaires 2025 : અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફને લઈને તણાવ વધ્યો છે. થોડા દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ‘ડેડ ઈકોનોમી’ ગણાવી હતી. જો કે તેમનું આ નિવેદન સત્યથી ઘણું દૂર છે. ભારતીયો માત્ર પોતાના દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાનો ઝંડો લહેરાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના દેશ અમેરિકામાં પણ ભારતીયોનો દબદબો છે. ભારત હવે અમેરિકામાં વિદેશમાં જન્મેલા અબજોપતિઓની યાદીમાંથી આગળ નીકળી ગયું છે.
78 દેશોમાં 3000 અબજોપતિઓ છે
વિશ્વના 78 દેશોમાં લગભગ 3,000 અબજોપતિઓ છે. તેમની કુલ સંપત્તિ 16.1 ટ્રિલિયન ડોલર છે. આ અબજોપતિઓમાંથી લગભગ ત્રીજા ભાગના લોકો અમેરિકામાં વસે છે. અમેરિકા વેલ્થ માઇગ્રેશનનું કેન્દ્ર રહ્યું છે. ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં 125 વિદેશી મૂળના અબજોપતિ છે. જેમાંથી 41 અબજોપતિ અમેરિકાના નાગરિક તો છે પરંતુ વિદેશી મૂળના છે.
અમેરિકાના લગભગ 14 ટકા અબજોપતિઓ વિદેશમાં જન્મ્યા છે અને તેમની કુલ સંપત્તિ 1.3 ટ્રિલિયન ડોલર છે. વિશ્વના સૌથી ધનિક લોકોમાં ટોચના 10 અબજપતિઓમાં ત્રણ વિદેશી મૂળના છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. ગૂગલના કો ફાઉન્ડર સર્ગેઈ બ્રિન મૂળ રશિયાના છે. એનવીડિયાના કો-ફાઉન્ડર અને સીઈઓ જેન્સન હુઆંગ તાઇવાનના છે.
આ પણ વાંચો – ટ્રમ્પ અને પુતિનની મુલાકાત પર દુનિયાની નજર, અલાસ્કા અભેદ્ય કિલ્લામાં ફેરવાયું
ભારતની સ્થિતિ શું છે?
અમેરિકામાં ભારતીય મૂળના અરબપતિઓની સંખ્યા 2022માં 5 હતી જે હવે વધીને 2025માં 12 થઈ ગઈ છે. આ કારણે ભારતે ઈઝરાયલને પાછળ છોડીને વિદેશી મૂળના અબજોપતિઓ માટે ટોચનું સ્થાન મેળવી લીધું છે. સાયબર સિક્યોરિટી ફર્મ ઝેડસ્કેલરના સ્થાપક અને સીઈઓ જય ચૌધરી આ યાદીમાં સૌથી આગળ છે. જેમની કુલ સંપત્તિ 17.9 બિલિયન ડોલર (લગભગ 17,900 કરોડ રૂપિયા) છે અને આઠમા ક્રમે છે.
રેન્ક | દેશ | વિદેશમાં જન્મેલા અબજોપતિઓની સંખ્યા – 2025 | વિદેશમાં જન્મેલા અબજોપતિઓની સંખ્યા – 2022 | ફેરફાર |
1 | ભારત | 12 | 7 | 5 |
2 (tie) | ઇઝરાયેલ | 11 | 10 | 1 |
2 (tie) | તાઇવાન | 11 | 4 | 7 |
4 | કેનેડા | 9 | 8 | 1 |
5 | ચીન | 8 | 7 | 1 |
6 (tie) | જર્મની | 6 | 6 | 0 |
6 (tie) | ઇરાન | 6 | 2 | 4 |
8 | ફ્રાન્સ | 5 | 5 | 0 |
9 (tie) | હંગરી | 4 | 4 | 0 |
9 (tie) | યુક્રેન | 4 | 3 | 1 |
2025 ના લિસ્ટમાં ઘણા હાઇ-પ્રોફાઇલ નામો પણ સામેલ છે. જેમાં આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા અને પાલો ઓલ્ટો નેટવર્ક્સના સીઈઓ નિકેશ અરોડાનો સમાવેશ થાય છે.