Most Polluted Countries In World AQI Rankings : દુનિયાભરમાં પ્રદૂષણની સમસ્યા દિવસે દિવસે ગંભીર બની રહી છે. ઔદ્યોગિક ક્રાંતિ સાથે પ્રદૂષણની સમસ્યા શરૂ કરી છે. ત્યારબાદ પેટ્રોલ ડીઝલ સંચાલિત વાહનોના ધુમાડા, વસ્તી વધારો, પ્રદૂષિત પાણી, જંગલોનો નાશ જેવા વિવિધ પરિબળોના કારણે પ્રદૂષણની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. જળ, જમીન અને હવામાં પ્રદૂષણનું પ્રમાણ ઘાતક સાબિત થઇ રહ્યું છે. અહીંયા સુધી કે શ્વાસમાં લેવાતી હવા પણ હવે ઝેરી બની ગઇ છે. માત્ર ભારત જ નહીં દુનિયાના ઘણા દેશોમાં પ્રદૂષણ વધ્યું છે.
જો કે ભારત માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે દુનિયાના સૌથી પ્રદૂષિત દેશો તેના પડોશમાં આવેલા છે. ચાલો જાણીયે દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત 10 દેશોના નામ અને ભારત આ યાદીમાં ક્યા સ્થાન પર છે.
દુનિયા સૌથી વધુ પ્રદૂષિત 10 દેશ
વર્ષ 2024ના આંકડા મુજબ દુનિયાના સૌથી પ્રદૂષિત 10 દેશોમાંથી બે દેશે ભારતના પડોશ રાષ્ટ્ર છે. ચાડ ગણરાજ્ય 91.8 µg/m3 સાથે દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશ છે. ચાડ દક્ષિણ આફ્રિકાના મધ્યમાં આવેલો દેશ છે. ચાડમાં પ્રદૂષણનું પ્રમાણ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOના PM2.5 વાર્ષિક ગાઇડલાઇન કરતા 18 ગણાથી વધારે છે. ત્યાર પછી આ યાદીમાં (78.0 µg/m3) WHO PM2.5 સાથે બાંગ્લાદેશ બીજા ક્રમે છે. તો પાકિસ્તાન (73.7 µg/m3) WHO PM2.5 સાથે દુનિયાનો સૌથી વધુપ્રદૂષિત ત્રીજો દેશ છે.કાંગો ગણરાજ્ય (58.2 µg/m3) WHO PM2.5 સાથે દુનિયાનો ચોથો સૌથી વધુ પ્રદૂષિત દેશ છે.
દુનિયાના પ્રદૂષિત દેશોની યાદીમાં ભારત ક્યા સ્થાને છે?
દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત દેશોની યાદી મામલે ભારતીયોએ ખુશ થવાની જરૂર નથી. ભારતમાં પણ પ્રદૂષણની સમસ્યા ગંભીર છે. દુનિયાના સૌથી પ્રદૂષિત ટોપના 10 દેશોની યાદીમાં ભારત પાંચમાં ક્રમે છે. ભારતમાં (50.6 µg/m3) WHO PM2.5 વાર્ષિક ગાઇડલાઇન કરતા 10 ગણું વધારે પ્રદૂષણ છે.
આ યાદીમાં છઠ્ઠા ક્રમે બેહરિન, સાતમાં ક્રમે UAE, 8માં ક્રમે ઓમાન, 9માં ક્રમે કુવૈત અને 10માં ક્રમે ઇરાન છે. દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત દેશોની યાદી વર્લ્ડ ઓફ સ્ટેટિક્સે દ્વારા જાહેર કરવામાં આવી છે. આ રેન્કિંગ 2024માં વાર્ષિક સરેરાશ PM2.5 કોન્સન્ટ્રેશન(μg/m³) ના આધારે તૈયાર કરવામાં આવી છે.