Top 10 Richest Ministers in Modi 3.0 Union Cabinet, મોદી કેબિનેટના ટોપ 10 કરોડપતિ મંત્રીઓ: નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારે 9 જૂન, 2024ના રોજ સત્તા સંભાળી છે. લોકસભા ચૂંટણી 2024માં NDA ગઠબંધનને 293 બેઠકો મળી હતી. પીએમ મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ ગઠબંધનમાં ટીડીપી, જેડીયુ અને અન્ય પાર્ટીઓ સામેલ છે. આ વખતે કેન્દ્રીય કેબિનેટમાં કુલ 71 મંત્રીઓએ પણ શપથ લીધા છે. તેમાંથી 31 કેબિનેટ મંત્રીઓ છે જ્યારે 35 રાજ્ય અને 5 રાજ્ય સ્વતંત્ર મંત્રી છે.
એનડીએ સરકારના આ તમામ મંત્રીઓમાં ડૉ. ચંદ્ર શેખર પેમ્માસાની ઘણી હેડલાઈન્સમાં આવ્યા હતા અને તેનું કારણ તેમની 5705 કરોડ રૂપિયાની અપાર સંપત્તિ છે. એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના તાજેતરના અહેવાલમાં ખુલાસો થયો છે કે વર્તમાન લોકસભામાં વિજેતા ઉમેદવારોમાંથી 93 ટકા કરોડપતિ છે. અમે તમને મોદી 3.0 સરકારના 10 સૌથી અમીર મંત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ.
મોદી કેબિનેટના ટોપ 10 કરોડપતિ મંત્રીઓ
ડૉ ચંદ્ર શેખર પેમ્માસાની
- પાર્ટી: તેલુગુ દેશમ પાર્ટી (TDP)
- પોર્ટફોલિયો: ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી, સંચાર રાજ્ય મંત્રી
- લોકસભા: વિજયવાડા, આંધ્રપ્રદેશ
- સંપત્તિઃ ₹5705 કરોડ

ડૉ. ચંદ્ર શેખર પેમ્માસાની મોદી 3.0 કેબિનેટ અને સંસદના સૌથી ધનિક સભ્ય છે. 18મી લોકસભામાં ચૂંટણી જીતનાર પેમ્માસાની પાસે 5705 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પેમ્માસાનીએ YSRCPના કિલારી વેંકટને હરાવીને આંધ્ર પ્રદેશની ગુંટુર બેઠક જીતી. તેમને ગ્રામીણ વિકાસ અને સંચાર મંત્રાલયના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા
- પાર્ટી: ભારતીય જનતા પાર્ટી (BJP)
- પોર્ટફોલિયો: સંચાર મંત્રી, ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી
- લોકસભા: ગુના, મધ્ય પ્રદેશ
- સંપત્તિઃ ₹425 કરોડ

જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયરના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમની પાસે 425 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. તેઓ મોદી કેબિનેટના બીજા સૌથી અમીર મંત્રી છે. સિંધિયા જેઓ 2020 માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા, તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 2021 માં ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2024માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ તેમને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ અને સંચાર મંત્રી બનાવવામાં આવ્યા છે.
એચડી કુમારસ્વામી
- પક્ષ: જનતા દળ (સેક્યુલર)
- પોર્ટફોલિયો: ભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રાલય
- લોકસભા: ચન્નાપટના, કર્ણાટક
- સંપત્તિઃ ₹ 217 કરોડ

એચડી કુમારસ્વામી કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી છે. તેણે પોતાના ચૂંટણી એફિડેવિટમાં 217 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. ચન્નાપટના લોકસભા બેઠક પરથી જીતેલા એચડી કુમાર સ્વામીને ભારે ઉદ્યોગ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલયની જવાબદારી મળી છે.
અશ્વિની વૈષ્ણવ
- પાર્ટી: ભારતીય જનતા પાર્ટી (BJP)
- પોર્ટફોલિયો: રેલ્વે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી
- લોકસભા: ઓડિશાથી રાજ્યસભા સાંસદ
- સંપત્તિઃ 144 કરોડ
અશ્વિની વૈષ્ણવ ઓડિશાના સાંસદ છે અને તેમની પાસે કુલ 144 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 2019થી ભાજપના રાજ્યસભા સાંસદને આ વખતે પણ રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તેઓ મોદી 3.0 કેન્દ્રીય કેબિનેટમાં માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના પોર્ટફોલિયો પણ ધરાવે છે.

રાવ ઈન્દ્રજીત સિંહ
- પાર્ટી: ભારતીય જનતા પાર્ટી (BJP)
- પોર્ટફોલિયો: રાજ્ય મંત્રાલય (સ્વતંત્ર હવાલો), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ, આયોજન મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય
- લોકસભા: ગુડગાંવ, હરિયાણા
- સંપત્તિઃ ₹121 કરોડ

ગુડગાંવના સાંસદ અને દિગ્ગજ નેતા રાવ ઈન્દ્રજીત સિંહે પોતાની સંપત્તિ 121 કરોડ રૂપિયા જાહેર કરી છે. છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ગુડગાંવ બેઠક પરથી જીતી રહેલા રાવ ઈન્દ્રજીત નવા મંત્રીમંડળમાં રાજ્ય મંત્રાલય (સ્વતંત્ર હવાલો), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ, આયોજન મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયની જવાબદારીઓ સંભાળશે.
પીયૂષ ગોયલ
- પાર્ટી: ભારતીય જનતા પાર્ટી (BJP)
- પોર્ટફોલિયો: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
- લોકસભા: મુંબઈ ઉત્તર લોકસભા બેઠક, મહારાષ્ટ્રમાંથી રાજ્યસભા સભ્ય
- સંપત્તિઃ ₹ 110 કરોડ

પિયુષ ગોયલ પાસે 110 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. તેઓ મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા અને તેમને વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન બનાવવામાં આવ્યા.
અમિત શાહ
- પાર્ટી: ભારતીય જનતા પાર્ટી (BJP)
- પોર્ટફોલિયો: ગૃહ અને સહકાર મંત્રાલય
- લોકસભા: ગાંધી નગર, ગુજરાત
- સંપત્તિઃ ₹ 65 કરોડ

ભાજપ અધ્યક્ષ અમિત શાહ પાસે લગભગ 65 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેઓ ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી જીત્યા છે અને 2019ના કેબિનેટની જેમ આ વખતે પણ તેમને ગૃહમંત્રી પદ મળ્યું છે. આ વખતે તેઓ સહકારી મંત્રાલય પણ સંભાળશે.
ક્રિષ્ન પાલ ગુર્જર
- પાર્ટી: ભારતીય જનતા પાર્ટી (BJP)
- પોર્ટફોલિયો: સહકાર રાજ્ય મંત્રી
- લોકસભા: ફરીદાબાદ, હરિયાણા
- સંપત્તિઃ ₹ 62 કરોડ

કૃષ્ણ પાલ ગુર્જરની કુલ સંપત્તિ 62 કરોડ રૂપિયા છે. તેઓ ફરીદાબાદથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તેણે 2014, 2019 અને 2024માં સતત જીત મેળવી છે. કૃષ્ણ પાલ ગુર્જરને મોદી 3.0 કેબિનેટમાં સહકાર રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
વી. સોમન્ના
- પાર્ટી: ભારતીય જનતા પાર્ટી (BJP)
- પોર્ટફોલિયો: જલ શક્તિ મંત્રી, રેલ્વે રાજ્ય મંત્રી
- લોકસભા: ગોવિંદરાજ નગર, કર્ણાટક
- સંપત્તિઃ ₹ 31.61 કરોડ

વી.સોમન્ના કર્ણાટકના ગોવિંદરાજ નગરથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ ₹31.61 કરોડની સંપત્તિ ધરાવે છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં તેમને જલ શક્તિ રાજ્યમંત્રી અને રેલવે રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ- Lok Sabha Speaker: લોકસભા અધ્યક્ષ કોણ બનશે? 26 જૂને સ્પીકરની ચૂંટણી; ભાજપ, જેડીયુ કે ટીડીપી કોણ સૌથી મજબૂત દાવેદાર?
પંકજ ચૌધરી
- પાર્ટી: ભારતીય જનતા પાર્ટી (BJP)
- પોર્ટફોલિયો: નાણા રાજ્ય મંત્રી
- લોકસભા: મહારાજગંજ, ઉત્તર પ્રદેશ
- સંપત્તિઃ ₹ 41 કરોડ

પંકજ ચૌધરી પાસે 41 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. મહારાજગંજથી ચૂંટણી જીતનાર પંકજ ચૌધરીને 2024માં નાણા રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.