દુનિયામાં સતત સંશોધન થઇ રહ્યા છે અને તેનાથી માનવ જીવન ઘણું સરળ બની રહ્યુ છે. વર્ષ 2022માં મોટી મોટી ટેકનોલોજી સામાન્ય યુઝર્સ માટે ઉપલબ્ધ થઇ પરંતુ જો સ્માર્ટફોનની વાત કરીયે તો કોઇ મોટું ઇનોવેશન જોવા મળ્યુ નથી. હવે 2023માં ટેકનોલોજીમાં નવા સંશોધનો અને ઇનોવેશન પર સૌની નજર રહેશે. એક્સટેન્ડેડ રિયાલિટી, AI-આધારિત ટૂલ્સ અને ફોલ્ડેબલ ફોન અને રોબોટ્સ સુધી કેવી રીતે વાસ્તવિકતા બનશે, અમે તમને આ બાબતે જણાવીશું. ચાલો જાણીયે વર્ષ 2023માં મોટા ફેરફારો લાવવા માટે સજ્જ ટોપ-3 ટેક ટ્રેન્ડ્સ (ટેક ટ્રેન્ડ્સ 2023) વિશે…
એક્સટેન્ડેડ રિયાલિટી (Extended Reality)
Extended Reality શબ્દનો સંબંધ VR, AR અને MR સાથે છે. જ્યારે મેટા જેવી કેટલીક બ્રાન્ડ હેડસેટ્સ દ્વારા એક વૈકલ્પિક દુનિયા ક્રિએટ કરી રહી છે, ત્યારે અન્ય બ્રાન્ડ્સ મેટાવર્સ માટે વિવિધ માર્ગો અપનાવી રહી છે. 2023માં અમે સ્ટાર્ટઅપ્સ અને દિગ્ગજ ટેક કંપનીઓ બંનેને મેટવર્સ માટે સોશિયલ એક્સપિરિયન્સનો હિસ્સો બનવા માટે આગળ વધતા જોઈશું.
જ્યારે કેટલીક કંપનીઓ વિઝ્યુઅલ કમ્પ્યુટિંગ હાર્ડવેર અથવા હેડસેટ ઓફર કરશે, અન્ય સોફ્ટવેર અને કન્ટેન્ટ બનાવશે. આનાથી ગ્રાહકોને 3D વર્ચ્યુઅલ સ્પેસમાં વધુ સારા વિકલ્પ મળશે જેમની પાસે હાલમાં કેટલાક કસ્ટમાઇઝ ફિચર્સ સિવાય બીજું કંઈ નથી. આના કારણે સ્ટાર્ટઅપ કંપનીઓને પણ હાર્ટવેર, સોફ્ટવેર અને 3D એન્વાયર્મેન્ટમાં ટૂલ ક્રિએટ કરવા માટે આગળ વધવાની અને ઝડપી વૃદ્ધિ કરવાની તક મળશે.
જાન્યુઆરી 2023માં યોજાનારી CES ઈવેન્ટમાં મોટી અને નાની બ્રાન્ડ્સ તેમના AR, VR અને મિક્સ્ડ-રિયાલિટી હાર્ડવેરની વ્યૂહરચનાની રજૂઆત કરશે. જ્યારે મેટાએ મેટાવર્સમાં રોકાણ કરવા માટે અબજો ડોલરનું પહેલેથી જ વચન આપ્યું છે, ત્યારે Apple 2023ના મધ્ય સુધીમાં ખર્ચાળ હાઇ-એન્ડ મિક્સ્ડ રિયાલિટી હેડસેટ લોન્ચ કરે તેવી પણ અટકળો છે. સોની કંપની પણ ફેબ્રુઆરીમાં પ્લેસ્ટેશન VR2 સાથે આ સેગમેન્ટમાં પ્રવેશવા માટે સજ્જ છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)
વર્ષ 2022ના અંત સુધીમાં, આપણે Artificial Intelligence (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ચેટબોટ્સનું પૂર જોવા મળ્યુ છે. આમાંથી સૌથી વધુ લોકપ્રિય ChatGPT હતી. આ ટૂલ્સ નિષ્ણાતોને ખૂબ પ્રભાવિત કરે છે અને ઘણા લોકો માને છે કે આવનારા સમયમાં વધુ સારી તાલીમ મેળવ્યા પછી, આ ટૂલ્સ ઘણી કામગીરીમાં મનુષ્યનું સ્થાન લઈ શકે છે. OpenAI નું ChatGPT તેની ખામીઓ હોવા છતાં ભવિષ્યની ઝલક દર્શાવે છે. એવું કહેવું ખોટું નહીં હોય કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) 2023માં સૌથી મોટો ટ્રેન્ડ સાબિત થશે. લેન્સા એપ વિશે વાત કરીએ તો, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી ડિજિટલ પોટ્રેટ સાથે પહેલેથી જ ટ્રેન્ડ બની ગઈ છે.
નોંધનીય છે કે Artificial Intelligence પહેલાથી જ ટેક એક્સપિરિયન્સનો એક ભાગ છે, પરંતુ હવે તેને એવી એપ્લિકેશન્સમાં લાવવામાં આવી રહ્યું છે જે ગ્રાહકો સાથે સીધી રીતે સંબંધિત છે. નિષ્ણાતોનું માનવું છે કે વર્ષ 2023માં રિલીઝ થનારા Artificial Intelligence ટૂલ્સ પહેલા કરતાં વધુ સક્ષમ અને શક્તિશાળી હશે અને માનવ જેવા લખાણનું સર્જન કરવા ઉપરાંત કુદરતી માનવ ભાષાને પણ સમજી શકશે. એટલે કે આવનાર સમયમાં તમે AI-આધારિત ટૂલ્સ દ્વારા સ્ક્રિપ્ટો અને લેખો લખાવી શકશો. પરંતુ કેટલાક લોકો આવા ટૂલ્સની વિરુદ્ધમાં છે. જેમ શિક્ષકોનું માનવું છે કે, Artificial Intelligence આવવાથી શૈક્ષણિક નિબંધો, જે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકનની એક સામાન્ય પદ્ધતિ છે, તે સમાપ્ત થઇ જશે. તે ઉપરાંત પ્રાઇવસી અને Lensa AI જેવી એપ્લિકેશન્સ દ્વારા મહિલાઓની પ્રાઈવસી અને સેક્સુલાઇઝેશન જેવી ચિંતાઓ પણ છે.
માનવ જેવા રોબોટ બનશે અને કામગીરી પણ કરશે
વર્ષ 2023માં એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે રોબોટ એવા પણ કામકાજ કરશે જે અત્યાર સુધી માત્ર માનવો દ્વારા કરવામાં આવી રહી છે. અલબત્ત, વર્ષ 1956થી કાર્યસ્થળો પર રોબોટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કૃષિ અને બાંધકામ જેવા ઘણા ઉદ્યોગોમાં રોબોટ્સ લાંબા સમયથી કર્મચારીઓનો એક હિસ્સો છે, જ્યાં મજૂરની અછત છે. હવે તે વધુ ઇનોવેશન લાવવા માટે તૈયાર છે.
રોબોટ્સ હવે જોબ વર્ક પણ કરી રહ્યા છે અને તે ચોક્કસપણે મનુષ્યો માટે જોખમી અને ચિંતાજનક બાબત છે. અગ્રણી રોબોટિક્સ ડેવલપર બિલ લવલે એવી રોબોટિક આર્મ ટેક્નોલોજી બનાવી છે જે કોઇ ચક્રવાત / વાવાઝોડું આવ્યા બાદ બિલ્ડિંગની સાફસફાઇ કરવાથી માંડીને કચરો સાફ કરવા સુધીની બધી જ કામગીરી કરી શકે છે. રોબોટિક આર્મ્સ ઇન્ડસ્ટ્રીયલ રોબોટિક્સનું લોકપ્રિય સ્વરૂપ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, રોબોટ્સનો નવા ક્ષેત્રોમાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેની થોડાક સમય પહેલા કલ્પના કરવી પણ અશક્ય હતી. ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીની એક રિસર્ચ ટીમ એવા રોબોટ પર કામગીરી કરી રહી છે જે સફરજન તોડી શકે છે અને આ રોબોટમાં AIનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રોબોટ સફરજનને પાકવાથી લઈને તેને તોડવા સુધીની દરેક બાબતની માહિતી રાખે છે.
હવે રોબોટ્સ ધણા બધા એવા કામો કરી રહ્યા છે જે હંમેશા માણસો કરતા આવ્યા છે. ઘણા સંશોધકો માને છે કે રોબોટ્સ ઘણી બધી નોકરીઓમાં માનવીની આવશ્યકતાને સમાપ્ત કરી નાંખશે.