Twitter પર હવે ‘ગ્રે’ કલરનું ટીક જોવા મળશે, તે કોને મળશે?, કેટલો ચાર્જ લાગશે? મેળવો તમામ પ્રશ્નોના ઉત્તર

Twitter users accounts policy : એલન મસ્ક (elon musk) દ્વારા હસ્તગત કર્યા બાદ ટ્વિટરે (Twitter) યુઝર્સ એકાઉન્ટ (users accounts) માટેના નીતિનિયમોમાં વ્યાપક ફેરફારો કર્યા, સત્તાવાર એકાઉન્ટ માટે હવે નવા કલરનું ‘ગ્રે’ ટીક (grey tick) લાવવાની તૈયારી, જાણો તેના વિશેની સંપૂર્ણ વિગત

Written by Ajay Saroya
November 09, 2022 20:22 IST
Twitter પર હવે ‘ગ્રે’ કલરનું ટીક જોવા મળશે, તે કોને મળશે?, કેટલો ચાર્જ લાગશે? મેળવો તમામ પ્રશ્નોના ઉત્તર

એલન મસ્ક દ્વારા હસ્તગત કર્યા બાદ સૌથી મોટું માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર સતત ચર્ચામાં છે. એલન મસ્ક દ્વારા ટેકઓવર કરાયા બાદ ટ્વિટર તેના યુઝર્સ માટેના નીતિનિયમોમાં વ્યાપક ફેરફારો કરવા જઇ રહ્યુ છે. હવે એવા અહેવાલ આવ્યા છે કે, ટ્વિટર તેના યુઝર્સ એકાઉન્ટના બ્લુ ટીકનો કલર પર બદલવા જઇ રહ્યુ છે. યુઝર્સને હવે તેમના ટ્વિટર એકાઉન્ટર પર ‘બ્લુ ’ટીકના બદલ ‘ગ્રે’ ટીક જોવા મળશે. ઉપરાંત ટ્વિટરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે ચાર્જ ચૂકવવો પડશે.

યુઝર્સ પાસેથી દર મહિને 8 ડોલર ચાર્જ વસૂલાશે?

ટ્વિટરે જાહેરાત કરી હતી કે હવેથી યુઝર્સને બ્લુ ટિક માટે દર મહિને 8 ડોલરનો ચાર્જ ચૂકવવો પડશે. જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો આ રકમ લગભગ 650 રૂપિયા જેટલી થાય છે. આ નિર્ણય બાદ એલોન મસ્કની દુનિયાભરમાં ટીકા થઈ હતી, તેમ છતાં ટ્વિટરના નવા માલિક તેમના નિર્ણય પર અડગ છે.

જોકે, યુએસમાં વચગાળાની ચૂંટણી યોજાઈ રહી હોવાના કારણે કંપનીએ તેનો નિર્ણય થોડાક સમય માટે મુલતવી રાખ્યો છે. એટલે કે, યુઝર્સને બ્લુ ટિક માટે કંપની દ્વારા નક્કી કરવામાં આવેલી 8 ડોલરનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. એક મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીએ આ નિર્ણય ખોટા સમાચારને ફેલાતા રોકવા માટે લીધો છે.

‘ગ્રે’ ટિક સત્તાવાર એકાઉન્ટની ઓળખ

તાજેતરમાં, કંપનીના પ્રોડક્ટ મેનેજમેન્ટ વિભાગના ડિરેક્ટર એસ્થર ક્રોફોર્ડે એક સ્ક્રીનશોટ શેર કર્યો. આ સ્ક્રીનશોટમાં ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટ પર ગ્રે ટિક દેખાય છે. આ સાથે યુઝરના એકાઉન્ટની નીચે લખેલું ઓફિશિયલ એકાઉન્ટ દેખાઈ રહ્યું છે. જોકે આમાં ટ્વિટરનો નિયમિત બ્લુ ચેકમાર્ક પણ દેખાઈ રહ્યો છે.

શું યુઝર્સ ‘ગ્રે’ ટીકને ખરીદી શકશે

ક્રોફોર્ડે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ ‘ગ્રે’ ટીક ટ્વિટરના અગાઉ વેરિફાઈડ એકાઉન્ટ માટે ઉપલબ્ધ નથી. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે યુઝર્સ આ ગ્રે ટિક ખરીદી શકશે નહીં. આ ગ્રે ટકી માત્ર સરકારી વિભાગો, કોમર્શિયલ કંપનીઓ, બિઝનેસ પાર્ટનર્સ, મોટા મીડિયા આઉટલેટ્સ, પ્રકાશકો અને અમુક જાહેર વ્યક્તિઓને આપવામાં આવશે.

આ પણ વાંચોઃ twitter ડીલ પછી એલોન મસ્કની સંપત્તિમાં 70 અરબ ડોલરનો ઘટાડો, માર્કેટ પ્રાઇઝમાં પણ થયું મોટું નુકસાન

તેમણે કહ્યું કે કંપની દ્વારા અગાઉ આપવામાં આવેલા બ્લુ ટીકને વેરિફાઈડ એકાઉન્ટને ફરી વેરીફાઇડ કરવામાં આવશે નહીં. કંપની દ્વારા તેના કેટલાક પ્રીમિયમ યુઝર્સને થોડાક ચાર્જના બદલામાં બ્લુ ટિક સહિતની કેટલીક સર્વિસ પૂરી પાડવામાં આવશે. જો કે ટ્વિટરનું આ નવું ફીચર હજુ સુધી કંપનીના ઓફિશિયલ પેજ પર દેખાઇ રહ્યું નથી.

આ પણ વાંચોઃ ટ્વિટરે ભારતમાં છટણી શરૂ કરી, માર્કેટિંગ સહિત ઘણા વિભાગોમાંથી કર્મચારીઓને છૂટા કરાયા

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ