“એવી હાલત થશે જે અયોધ્યામાં 6 ડિસેમ્બરે થઈ હતી,” બાબરી મસ્જિદ નિર્માણના નિવેદન પર ભડક્યા ઉમા ભારતી

ઉમા ભારતીએ કહ્યું, "અલ્લાહ, ઈબાદત અને ઇસ્લામના નામે બનેલી મસ્જિદોનું અમે સન્માન કરીશું, પરંતુ બાબરના નામે બનેલી ઇમારતનો તેવો જ હાલ થશે જે 6 ડિસેમ્બરના રોજ અયોધ્યામાં થયો હતો, ઈંટો પણ ગાયબ થઈ જશે."

Written by Rakesh Parmar
November 23, 2025 23:00 IST
“એવી હાલત થશે જે અયોધ્યામાં 6 ડિસેમ્બરે થઈ હતી,” બાબરી મસ્જિદ નિર્માણના નિવેદન પર ભડક્યા ઉમા ભારતી
મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી (તસવીર: ફેસબુક)

BJP Leader Uma Bharti: મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ રવિવારે ચેતવણી આપી હતી કે મુઘલ રાજવંશના સ્થાપક બાબરના નામે દેશમાં મસ્જિદ બનાવવાનો કોઈપણ પ્રયાસ થશે તો તેની હાલત પણ તેવી જ થશે જે 6 ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યામાં થઈ હતી.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા અને રામ જન્મભૂમિ ચળવળના અગ્રણી વ્યક્તિ ઉમા ભારતીએ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરની પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ બનાવવાની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા આ ટિપ્પણી કરી હતી.

કબીરે એક કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, બાબરી મસ્જિદ 6 ડિસેમ્બરે મુર્શિદાબાદના બેલડાંગામાં બનાવવામાં આવશે અને તેમાં મોટી સંખ્યામાં લઘુમતી સમુદાયના ધાર્મિક નેતાઓ હાજરી આપશે.

આ પણ વાંચો: દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું મોટું નિવેદન- કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય

X પરની એક પોસ્ટમાં ઉમા ભારતીએ કહ્યું, “અલ્લાહ, ઈબાદત અને ઇસ્લામના નામે બનેલી મસ્જિદોનું અમે સન્માન કરીશું, પરંતુ બાબરના નામે બનેલી ઇમારતનો તેવો જ હાલ થશે જે 6 ડિસેમ્બરના રોજ અયોધ્યામાં થયો હતો, ઈંટો પણ ગાયબ થઈ જશે.”

તેમણે ઉમેર્યું, “હું મારા મિત્ર મમતા બેનર્જીને સલાહ આપું છું કે બાબરના નામે મસ્જિદ બનાવવાની હિમાયત કરનારાઓ સામે કાર્યવાહી કરે. બંગાળ અને દેશની ઓળખ અને સંવાદિતાનું રક્ષણ કરવાની તમારી પણ જવાબદારી છે.” ઉમા ભારતીએ આ પોસ્ટમાં તેમના પક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ટેગ કર્યા.

તમને જણાવી દઈએ કે, 6 ડિસેમ્બર 1992 ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદને “કાર સેવકો” દ્વારા તોડી પાડવામાં આવી હતી જેમણે દાવો કર્યો હતો કે તે જ સ્થળે રામ મંદિર છે. આ તોડી પાડવાથી હિંસા ભડકી હતી જેમાં આશરે 2,000 લોકો માર્યા ગયા હતા. આ કેસમાં ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ભાજપના વરિષ્ઠ નેતાઓ મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત 35 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમને લાંબી સુનાવણી બાદ CBI કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ