Trump Tariff On Cars Imports Impact On India : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી વિદેશી કાર પર 25 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. એટલે કે અમેરિકા સિવાય અન્ય દેશમાં મેન્યુફેક્ચરિંગ થયેલી તમામ કાર પર 25 ટકા ટેરિફ વસૂલવામાં આવશે. આ ટેરિફથી વૈશ્વિક ઓટો ઉદ્યોગને ગંભીર અસર થઇ શકે છે. મેક્સિકો, કેનેડા, જાપાન અને ભારત સહિત ઘણા દેશોની ઓટો કંપનીઓ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. કાર પર ટેરિફ 2 એપ્રિલથી લાગુ થશે. ડોનાલ્ડ ટ્રમ્પ આ દિવસને લિબરેશન ડે કહે છે કારણ કે તે દિવસથી ભારત અને ચીન પર પારસ્પરિક ટેરિફ પણ લાગુ થવાની છે.
ટ્રમ્પે કાર પર ટેરિફ કેમ લાદયો
ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશમાંથી અમેરિકામાં ઇમ્પોર્ટ થતી કાર પર 25 ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. જો કે વિદેશી કંપની અમેરિકામાં કાર મેન્યુફેક્ચરિંગ કરે તો ટેરિફ લાગશે નહીં. એટલે કે
અમેરિકામાં કઇ કાર પર ઇમ્પોર્ટ ટેરિફ વસૂલાશે
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની બહાર બનેલી અને પછી તેમના દેશમાં વેચાતી તમામ કાર અને ટ્રક પર 25 ટકા ટેરિફ લાદી છે. આ નિર્ણયથી અમેરિકામાં વેચાતી લગભગ અડધી કારને અસર થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં ન બનેલી તમામ કાર પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. જો તે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ થયેલી હશે તો કોઈ ટેરિફ લાગશે નહીં.
ETના એક મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાં સેડાન, એસયુવી અને મિનિવાન જેવા આયાતી પેસેન્જર વાહનો, હળવા વજનના ટ્રક, એન્જિન, ટ્રાન્સમિશન અને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઘટકો જેવા મુખ્ય ઓટોમોબાઈલ પાર્ટ્સ પર ઇમ્પોર્ટ ટેરિફ વસૂલવામાં આવશે.વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, જો જરૂર પડશે તો આ યાદીમાં વધુ ઓટોમોબાઇલ પાર્ટ્સ ઉમેરવામાં આવી શકે છે.
ટેરિફથી અમેરિકાને કેટલી આવક થશે
યુએસમાં ઇમ્પોર્ટ કાર પર 25 ટકા ટેરિફથી અમેરિકા સરકારને અજબો ડોલરની કમાણી થવાની અપેક્ષા છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ નવા ટેરિફથી યુએસ સરકારને લગભગ 100 અબજ ડોલરની આવક થઈ શકે છે.
યુએસ ટેરિફની ભારત પર શું અસર થશે?
નવી ટ્રમ્પ ટેરિફથી અમરિકામાં કારની નિકાસ કરનાર દેશોને ઉંડી અસર થવાની છે. ભારત પેસેન્જર વ્હીકલ કારનો મોટો ઉત્પાદક અને નિકાસ દેશ છે. જો ભારતના સંદર્ભમાં વાત કરીયે તો દેશમાં ઘણી બધી કાર બને છે અને નિકાસ કરે છે. જો કે પેસેન્જર કારની નિકાસ વિકાસશીલ દેશોમાં સૌથી વધુ કરવામાં આવે છે. અમેરિકામાં વધુ પ્રમાણમાં કાર નિકાસ થતી નથી. જો કે અમેરિકાની નવી વેપાર નીતિ ઓટો પાર્ટ્સ ઉદ્યોગ પ્રભાવિત થઇ શકે છે. કારણ કે, મધરસન ગ્રુપ, સંસેરા એન્જિનિયરિંગ લિમિટેડ અને સુપ્રજીત એન્જિનિયરિંગ લિમિટેડ જેવી ભારતીય ઓટો પાર્ટ્સ કંપનીઓ માટે અમેરિકા એક મોટું બજાર છે.





