US India Relations : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે સાંભળ્યું છે કે ભારત રશિયા પાસેથી વધુ તેલ નહીં ખરીદે. ટ્રમ્પે કહ્યું કે, “તે સાચું છે કે નહીં, મને ખબર નથી, પરંતુ તે એક સારું પગલું છે.” ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કહી હતી.
ટ્રમ્પને ખબર નહોતી કે તેમણે કયા આધારે આ વાત કહી છે કારણ કે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત તરફથી કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન આવ્યું નથી કે નહીં.
એવું જણાવવું રહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા જ ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો હતો અને ભારત રશિયા અને ચીન સાથે વેપાર કરી રહ્યું છે તે અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. આ અંગે ભારત સરકારે કહ્યું હતું કે તે માત્ર રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ કામ કરશે.
વિદેશ મંત્રાલયે શુક્રવારે સાંજે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, આપણી ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે અમે બજાર અને વૈશ્વિક સ્થિતિ પર નજર કરીએ છીએ.
અમેરિકા ભારત પર કેમ દબાણ વધારી રહ્યું છે?
અમેરિકાએ ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવાનું દબાણ વધાર્યું છે. અમેરિકાએ કહ્યું છે કે રશિયા પાસેથી તેલ ખરીદવું એ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેન સામે લડવામાં આવી રહેલા યુદ્ધને પૈસા આપવા જેવું છે.
આ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા માટે જે વાટાઘાટો ચાલી રહી હતી તે પણ 25 ટકા ટેરિફ લાદયા બાદ મુશ્કેલીમાં મુકાઇ હોવાનું દેખાય છે.
ટ્રમ્પ કેમ નારાજ છે?
ટ્રમ્પ ખબર નહીં કઇ વાતને લઇ એટલા ભડક્યા છે કે, તેમણે થોડાક દિવસ પહેલા તેમણે ભારત અને રશિયાને ‘મૃત અર્થવ્યવસ્થા’ ગણાવી હતી. ભારતના વિદેશ મંત્રાલયે પણ માપસરનું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ભારત અને રશિયાના લાંબા સમયથી સંબંધો છે અને તે સમયની કસોટી પર ચકાસેલા છે. ભારત રશિયા સાથે વેપાર કરે છે તે અંગે ટ્રમ્પની નારાજગી અંગે પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “અમે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક મૂલ્યાંકનના આધારે અમારી સંરક્ષણ ખરીદીને પહોંચી વળીએ છીએ. ”
ભારત સંરક્ષણ ખરીદી માટે રશિયા પર નિર્ભર છે અને સોવિયત સંઘના દિવસોથી આવું જ છે. જ્યારે ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું હતું કે ભારત રશિયા સાથે શું કરે છે તેની મને પરવા નથી. જે ચોક્કસપણે બતાવે છે તે એ છે કે ટ્રમ્પ નથી ઇચ્છતા કે ભારત રશિયા સાથે વેપાર કરે.
પાકિસ્તાન બાંગ્લાદેશ પર ઓછા ટેરિફ, ભારત પર વધુ ટેરિફ
આવી સ્થિતિમાં, ટ્રમ્પે ભારતને એક રીતે બતાવવાનો પ્રયાસ ચોક્કસપણે કર્યો છે. આ સિવાય અમેરિકાએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર ઓછા જ્યારે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા હતા. ભારત પર લાદેલો 25 ટકા ટેરિફ અન્ય 50થી દેશો કરતા ઉંચો છે. પાકિસ્તાન પર 19 ટકા અને બાંગ્લાદેશ પર 20 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે પરંતુ સવાલ એ છે કે ભારત પર વધુ ટેરિફ શા માટે?
ટ્રમ્પ પોતાની શરતો પર ટ્રેડ ડીલ કરવા માંગે છે
માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ પોતાની શરતો અનુસાર ભારત સાથે ટ્રેડ ડીલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટ્રમ્પે યુરોપિયન યુનિયન, પાકિસ્તાન સાથે વેપાર કરાર કર્યા છે, પરંતુ તેઓ ઇચ્છે છે કે ભારત તેમની શરતો પર વેપાર સોદાઓ પર સમાધાન કરે.
યુદ્ધવિરામ વિશે બિનજરૂરી નિવેદનબાજી
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદ વારંવાર યુદ્ધવિરામનો શ્રેય લેવાનો પ્રયાસ કરીને ટ્રમ્પે પણ ભારત વિરુદ્ધ વલણ અપનાવ્યું છે, જ્યારે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, યુદ્ધવિરામ પાકિસ્તાનના ડીજીએમઓ દ્વારા પૂછવામાં આવ્યા બાદ જ થયો હતો અને તેમાં કોઈ પણ વિશ્વના નેતાની દખલગીરી નહોતી.





