અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવ્યો 25 ટકા ટેરિફ, રશિયા-ચીન સાથે વેપાર પર ચિંતા વ્યક્ત કરી

Donald trump tarrif: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને રશિયા સાથે ભારતના વેપાર પર નારાજગી વ્યક્ત કરી છે.

Written by Rakesh Parmar
Updated : July 30, 2025 19:28 IST
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવ્યો 25 ટકા ટેરિફ, રશિયા-ચીન સાથે વેપાર પર ચિંતા વ્યક્ત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને રશિયા સાથે ભારતના વેપાર પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારત હંમેશા તેના મોટાભાગના લશ્કરી સાધનો રશિયા પાસેથી ખરીદે છે અને તે ચીન સાથે પણ વેપાર કરે છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કહ્યું, “યાદ રાખો, ભારત અમારો મિત્ર છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમે તેની સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે કારણ કે તેના ટેરિફ ખૂબ ઊંચા છે, વિશ્વમાં સૌથી વધુ છે અને તેના પર કોઈપણ દેશ કરતા સૌથી કડક અને બિન-નાણાકીય વેપાર પ્રતિબંધો છે. આ ઉપરાંત તેઓએ હંમેશા તેમના મોટાભાગના લશ્કરી સાધનો રશિયા પાસેથી ખરીદ્યા છે. ચીનની સાથે તેઓ રશિયાના સૌથી મોટા ઉર્જા ખરીદનાર છે. આ એવા સમયે છે જ્યારે દરેક ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં હત્યા બંધ કરે. બધું બરાબર નથી. તેથી ભારતે 1 ઓગસ્ટથી 25% ટેરિફ અને તે પછી દંડ ચૂકવવો પડશે. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.”

આ પણ વાંચો: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, ‘અલ-કાયદા મોડ્યુલ’ વિરૂદ્ધ કાર્યવાહીમાં બેંગલુરૂની મહિલાની ધરપકડ

કોંગ્રેસે નિશાન સાધ્યું

કોંગ્રેસે ટ્રમ્પના પગલા પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે X પર લખ્યું, “ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદ્યો અને દંડ પણ લાદ્યો. દેશ નરેન્દ્ર મોદીની ‘મિત્રતા’ના પરિણામો ભોગવી રહ્યો છે. મોદીએ ટ્રમ્પ માટે પ્રચાર કર્યો, તેમના એકબીજાને ગળે લગાવતા ફોટા ક્લિક કરાવ્યા અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ કરાવ્યું. અંતે ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદ્યો. ભારતની વિદેશ નીતિ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.”

ટ્રમ્પ દરરોજ ભારતનું અપમાન કરી રહ્યા છે – AAP સાંસદ સંજય સિંહ

AAP સાંસદ સંજય સિંહે કહ્યું, “ટેરિફ ધમકીઓ ઉપરાંત તેઓ દરરોજ ભારતનું અપમાન કરી રહ્યા છે. તેમણે એપલને ભારતમાં iPhone બનાવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ પાકિસ્તાનને પ્રેમ કરે છે અને ભારતે આ વિશે વિચારવું જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પગલાનો સખત વિરોધ કરવો જોઈએ અને તેમના આગામી પગલાની સ્પષ્ટતા કરવી જોઈએ.”

કોંગ્રેસ સાંસદ સપ્તગિરિ ઉલાકાનું નિવેદન

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદ્યો. આના પર કોંગ્રેસના સાંસદ સપ્તગિરિ ઉલાકાએ કહ્યું, “આ દુઃખદ સમાચાર છે. મને લાગે છે કે આના કારણે આપણને નુકસાન થશે. સરકારે આ અંગે ચર્ચા કરવી જોઈએ.”

આ પણ વાંચો: વિદ્યાર્થીને કારથી કચડી નાખવાના આરોપમાં અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ

આ દુર્ભાગ્યપૂર્ણ છે – BJP સાંસદ પ્રવીણ ખંડેલવાલ

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લાદવા પર BJP સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું, “ચોક્કસપણે ભારત સરકાર આની નોંધ લેશે. આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે ભારત સરકાર આના પર કેવી પ્રતિક્રિયા આપે છે. મારા અંગત મતે આ દુર્ભાગ્યપૂર્ણ છે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ