અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી : ભારતીય-અમેરિકા સમુદાયથી કમલા હેરિસને ઓછા વોટ મળવાનો અંદાજ, શું છે કારણ

US Election 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ આમને-સામને છે. 5 નવેમ્બરે મતદાન થશે. આ પહેલા કેટલાક અનુમાનો ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ માટે સારા સંકેતો આપી રહ્યા નથી

Written by Ashish Goyal
November 01, 2024 20:28 IST
અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી : ભારતીય-અમેરિકા સમુદાયથી કમલા હેરિસને ઓછા વોટ મળવાનો અંદાજ, શું છે કારણ
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ (તસવીર - સોશિયલ મીડિયા)

US Presidential Election 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ આમને-સામને છે. 5 નવેમ્બરે મતદાન થશે. આ પહેલા કેટલાક અનુમાનો ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ માટે સારા સંકેતો આપી રહ્યા નથી. એક અંદાજ એવો છે કે આ ચૂંટણીમાં તે ભારતીય-અમેરિકન મતદાતાઓનો પોતાનો પરંપરાગત મતો ગુમાવી શકે છે. જેમણે હંમેશા ડેમોક્રેટ્સ પાર્ટીનું સમર્થન કર્યું છે. કમલા હેરિસ ભલે ભારતીય મૂળની હોય પરંતુ કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે તેમને 2020માં હાલના રાષ્ટ્રપતિ જો બિડેનની સરખાણીમાં ભારતીય મૂળના લોકો પાસેથી ઓછા વોટ મળવાની સંભાવના છે.

શું કહે છે સર્વે?

કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે અંદાજે 61 ટકા ભારતીય-અમેરિકન સમુદાય કમલા હેરિસને મત આપશે, જે 2020માં અગાઉની પ્રમુખપદની ચૂંટણી કરતા લગભગ 4 ટકા ઓછા છે. ભારતીય-અમેરિકન સમુદાય, જેની સંખ્યા 5.2 મિલિયન છે, તે મેક્સિકન અમેરિકનો પછી યુ.એસ.માં બીજા ક્રમનું સૌથી મોટું ઇમિગ્રન્ટ જૂથ છે. આશરે 2.6 મિલિયન મતદારો 5 નવેમ્બરની ચૂંટણી માટે મત આપવા માટે પાત્ર છે.

આ સર્વેમાં ડેમોક્રેટ્સ સાથે સંકળાયેલા લગાવ ઉપર પણ સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં 47 ટકા લોકો આજે પણ પાર્ટીને પસંદ કરે છે, પરંતુ 2020માં આ આંકડો 56 ટકા હતો. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે ભારતીય અમેરિકન સમુદાયે તેના વલણમાં પરિવર્તનના સંકેતો દર્શાવ્યા છે. તેમાંથી કેટલાક ડોનાલ્ડ ટ્રમ્પ તરફ પણ વળ્યા છે.

આ પણ વાંચો – કમલા હેરિસ અને જો બાઈડને હિંદુઓને અવગણ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પે અલ્પસંખ્યકો પરના હુમલાની કરી નિંદા

કમલા હેરિસ માટે આ કેટલી મોટી વાત?

છેલ્લા કેટલાક વર્ષોમાં બન્ને પાર્ટીઓએ અપ્રવાસી સમુદાય સુધી પોતાની પહોંચ વધારી દીધી છે કારણ કે સમુદાયનો રાજનીતિક પ્રભાવ સતત વધી છે. કમલા હેરિસના ભારતીય કનેક્શન લઇને એ માનવામાં આવે છે કે ભારતીય-અમેરિકનો તેમને પહેલાં કરતાં વધુ સહયોગ કરશે, પરંતુ તેનાથી ઊલટું છે. પેન્સિલ્વેનિયા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, મિશિગન, એરિઝોના, વિસ્કોન્સિન અને નેવાડામાં બંને ઉમેદવારો વચ્ચે 2 ટકાથી ઓછો તફાવત છે. આથી ચૂંટણીને ખૂબ જ રસપ્રદ માનવામાં આવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ