us presidential election 2024 : અમેરિકાના હિન્દુ નેતા અને પૂર્વ ડેમોક્રેટ તુલસી ગબાર્ડ બુધવારે રિપબ્લિકન પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં પાર્ટી જોઈન કરી લીધી છે. આ દરમિયાન તેમણે ટ્રમ્પની જોરદાર પ્રશંસા કરી હતી. જ્યારે બાઇડેન અને કમલા હેરિસની નીતિઓને લઇને તેમના પર પ્રહાર કર્યો હતો.
ડેમોક્રેટિક પાર્ટી અભિવ્યક્તિની આઝાદી પર અંકુશ લગાવનારી પાર્ટી છે – તુલસી ગબાર્ડ
2022ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમાક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદથી દાવેદારી ઠોંકી ચુકેલા તુલસી ગબાર્ડે રિપબ્લિકન પાર્ટી જોઈન કરવાના સવાલ પર કહ્યું કે મેં ઘણા વર્ષો પહેલા જ ડેમોક્રેટિક પાર્ટી છોડી દીધી હતી કારણ કે આજના સમયમાં ડેમોક્રેટિક પાર્ટી એવા નેતાઓના નિયંત્રણમાં છે જેની આગેવાની એવા નેતા કરી રહ્યા છે જેમને યુદ્ધ પસંદ છે. ડેમોક્રેટિક પાર્ટી અભિવ્યક્તિની આઝાદી પર અંકુશ લગાવનારી પાર્ટી છે. જે કાયદાનું પાલન કરતી નથી. મેં તેના પર એક પુસ્તક પણ લખ્યું છે કે આખરે મેં ડેમોક્રેટિક પાર્ટી કેમ છોડી દીધી.
આ પણ વાંચો – ઓબામા કમલા હેરિસને કેટલી મદદ કરી શકશે? અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચારમાં પ્રવેશવાનો અર્થ
તેમણે કહ્યું કે આ જ કારણ છે કે આ ચૂંટણીમાં મારા માટે પસંદ કરવું ઘણું આસાન હતું હું રિપબ્લિકન પાર્ટીમાં કેમ સામેલ થઇ જાઉ. આ લોકતાંત્રિક અધિકારોની લડાઇ છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના નેતૃત્વમાં ચાર વર્ષોમાં આપણા લોકતંત્રનું પતન થયું છે. ડેમોક્રેટિક પાર્ટી રાજનીતિક પ્રતિશોધવાળી પાર્ટી છે. મેં અંગત રીતે તેને સહન કરી છે.
ટ્રમ્પ જ આપણી આશા છે – તુલસી ગબાર્ડ
તુલસી ગબાર્ડે કહ્યું કે મેં મુખર થઇને કમલા હેરિસની નીતિઓની ટીકા કરી છે. તેમના કારણે આપણી અર્થવ્યવસ્થા તબાહ થઇ ગઇ છે. મોંઘવારી વધી ગઇ છે, દેશમાં ક્રાઇમ વધી ગયો છે. આપણી વિદેશ નીતિ દરેક મોરચે અસફળ રહી છે. આવા સમયે ટ્રમ્પ જ આપણી આશા છે.





