Vande Bharat Sleeper Train : વંદે ભારત સ્લીપર ટ્રેન 180 કિમીની ઝડપે દોડી, ટ્રાયલ રન પૂર્ણ, જાણો હવે આગળ શું?

Vande Bharat Sleeper Train: રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO) એ બીજી વંદે ભારત સ્લીપર રેકનો ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ નવી ટ્રેનને બીઇએમએલ દ્વારા આઇસીએફ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી છે

Written by Ashish Goyal
November 18, 2025 17:43 IST
Vande Bharat Sleeper Train : વંદે ભારત સ્લીપર ટ્રેન 180 કિમીની ઝડપે દોડી, ટ્રાયલ રન પૂર્ણ, જાણો હવે આગળ શું?
Vande Bharat Sleeper train

Vande Bharat Sleeper train: રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO) એ બીજી વંદે ભારત સ્લીપર રેકનો ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ નવી ટ્રેનને બીઇએમએલ દ્વારા આઇસીએફ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી છે. આ નવી સેમી-હાઇ-સ્પીડ સ્લીપર ટ્રેન સમગ્ર ભારતમાં લાંબા અંતરની રેલ મુસાફરીમાં મોટા ફેરફારો લાવવાની અપેક્ષા છે.

વંદે ભારત સ્લીપર ટ્રેન ટ્રાયલ રન

ધ ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર ટ્રાયલ દરમિયાન આરડીએસઓએ ત્રણ રેલવે ઝોનમાં 16 કોચ વાળા પ્રોટોટાઇપ સ્લીપર રેક -2 પર બહુવિધ ઝડપે વિગતવાર ઓસિલેશન ટ્રાયલ્સ અને ઇમરજન્સી બ્રેકિંગ ડિસ્ટન્સ (ઇબીડી) પરીક્ષણો કર્યા હતા. આ રેલવે ઝોનમાં ઉત્તર મધ્ય રેલવે, પશ્ચિમ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેનો સમાવેશ થાય છે.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આરડીએસઓએ બીજી વંદે ભારત સ્લીપર રેકનો ટ્રાયલ રન પુરી રીતે પૂર્ણ કરી લીધો છે.

વંદે ભારત સ્લીપર ટ્રેન સમાચાર

પરીક્ષણ સમાપ્ત થયા પછી ધ્યાન હવે આગળના પગલાઓ તરફ છે, જેમાં ક્લિયરન્સ અને ટ્રેનના સત્તાવાર લોન્ચિંગની તૈયારી શામેલ છે. રેલવેના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે બીજી વંદે ભારત સ્લીપર રેકનું ટ્રાયલ પૂર્ણ થયા પછી, ટ્રાયલ દરમિયાન ઓળખવામાં આવેલા જરૂરી સુધારા અને ગોઠવણો માટે ટ્રેનને બીઇએમએલમાં પાછી મોકલવામાં આવશે. ત્યારબાદ રેલવે બોર્ડની સૂચના મુજબ માર્ગદર્શન આપવામાં આવશે.

આ પણ વાંચો – WhatsApp પર નંબર સેવ કર્યા વગર આવી રીતે મોકલો મેસેજ, જાણો સ્ટેપ બાય સ્ટેપ રીત

મહત્તમ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવીને, આરડીએસઓએ તેની તકનીકી કાર્યક્ષમતા, બ્રેકિંગ ક્ષમતા, સ્થિરતા, કંપન અને મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સની વિશ્વસનીયતાની તપાસ કરી.

વંદે ભારત સ્લીપર સેકન્ડ રેક ટ્રાયલ સ્પીડ

વંદે ભારત સ્લીપરે ટ્રાયલ દરમિયાન મહત્તમ 180 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવી હતી. ટ્રાયલ ઉત્તર મધ્ય રેલવેના મહોબા-ખજુરાહો સેક્શન પર શરૂ થઈ હતી, ત્યારબાદ પશ્ચિમ મધ્ય રેલવેના સવાઈ માધોપુર-કોટા-નાગડા સેક્શન પર અને પશ્ચિમ રેલવેના અમદાવાદ-મુંબઈ સેક્શન પર સમાપ્ત થઈ હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ