મંગળવારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી, સી.પી રાધાકૃષ્ણન અને બી.સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો, જાણો કોનું પલડું છે ભારે

Vice President Election 2025 : જગદીપ ધનખડના રાજીનામા બાદ નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યાજશે. નવીન પટનાયકની બીજેડી અને કેસીઆરના બીઆરએસ પાર્ટીએ મંગળવારે યોજાનારી મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે

Written by Ashish Goyal
Updated : September 08, 2025 22:16 IST
મંગળવારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી, સી.પી રાધાકૃષ્ણન અને બી.સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો, જાણો કોનું પલડું છે ભારે
એનડીએ ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને , ઇન્ડિયા ગઠબંધન ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી (તસવીર - ફાઇલ ફોટો)

Vice President Election 2025 : દેશને 15માં ઉપરાષ્ટ્રપતિ જલ્દી મળવા જઈ રહ્યા છે. જગદીપ ધનખડના રાજીનામા બાદ નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાવાની છે. ભાજપના નેતૃત્વવાળા એનડીએએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે વિરોધ પક્ષ ઈન્ડિયા એલાયન્સે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ બી.સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે.

બીજેડી અને બીઆરએસ મતદાનથી દૂર રહેશે

આ દરમિયાન સુદર્શન રેડ્ડીને મોટો ઝટકો લાગ્યો છે. નવીન પટનાયકના બીજુ જનતા દળ (બીજેડી)એ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. પાર્ટી પ્રમુખ નવીન પટનાયકની અધ્યક્ષતામાં બીજેડીના 7 રાજ્યસભાના સભ્યોની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય વિશે માહિતી આપતાં પાર્ટીના કાર્યકારી પ્રમુખ કેટી રામા રાવે જણાવ્યું હતું કે પાર્ટી આ મતદાનથી પોતાને દૂર રાખશે.

નવીન પટનાયકના બીજેડી પછી, કેસીઆરના બીઆરએસે પણ મંગળવારે યોજાનારી મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. બીજેડીના સાંસદ સસ્મિત પાત્રાએ મીડિયાને જણાવ્યું હતું કે બીજુ જનતા દળ આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. બીજુ જનતા દળ એનડીએ અને ઇન્ડિયા બંને ગઠબંધનથી સમાન અંતર જાળવશે. અમારું ધ્યાન ઓડિશા અને ઓડિશાના 4.5 કરોડ લોકોના વિકાસ અને કલ્યાણ પર છે.

ભૂતકાળમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે બીજેડીનું વલણ કેવું રહ્યું છે?

ભૂતકાળમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે બીજેડીનું વલણ બદલાઈ ચૂક્યું છે. પાર્ટી 2012માં મતદાનથી દૂર રહી હતી, 2017માં વિપક્ષના ઉમેદવારને ટેકો આપ્યો હતો અને 2022માં એનડીએના ઉમેદવારને ટેકો આપ્યો હતો. તાજેતરની ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ ભાજપ સામે સત્તા ગુમાવ્યા બાદ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય જનજાતિ બાબતોના મંત્રી જુએલ ઓરામે કહ્યું કે બીજેડીનો મતદાનથી દૂર રહેવાનો નિર્ણય આવકારદાયક પગલું છે. આ એનડીએના ઉમેદવાર માટે આ અપ્રત્યક્ષ સમર્થન છે.

આ પણ વાંચો – નેપાળમાં પ્રદર્શન કરનાર કોણ છે Gen Z? અહીં જાણો આ ‘ડિજીટલ જનરેશન’ વિશે બધી જ માહિતી

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો સમય શું રહેશે?

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન મંગળવારે સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. નિર્વાચક મંડલમાં રાજ્યસભા અને લોકસભાના તમામ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. તે જ દિવસે સાંજે 6 વાગ્યે મતગણતરી શરૂ થશે. નિર્વાચક મંડલમાં રાજ્યસભાના ચૂંટાયેલા 233 સભ્યો (પાંચ બેઠકો હાલમાં ખાલી છે), રાજ્યસભાના 12 નામાંકિત સભ્યો અને લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યો (એક બેઠક હાલમાં ખાલી છે)નો સમાવેશ થાય છે.

ઉપરાષ્ટ્રપતિ માટે કોનું પલડું ભારે?

હાલમાં બીજેડી અને બીઆરએસ મતદાનથી દૂર રહ્યા બાદ મતોની સંખ્યા 770 થઈ ગઈ છે. આવી સ્થિતિમાં બહુમતીનો આંકડો 386 પર પહોંચી જાય છે. એનડીએ પાસે હાલમાં 425 સાંસદો છે. આવી સ્થિતિમાં જો આપણે સંખ્યાબળ પ્રમાણે જોઈએ તો એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન આ ચૂંટણીમાં વિજેતા થાય તેવું લાગી રહ્યું છે. કારણ કે એનડીએ સિવાય, તેમને જગન મોહન રેડ્ડીના વાયએસઆરના 11 સાંસદોનું પણ સમર્થન છે. બીજી તરફ વિપક્ષી ઉમેદવારની વાત કરીએ તો ઈન્ડિયા બ્લોકમાં 313 સાંસદો છે, આ ઉપરાંત તેમને આમ આદમી પાર્ટીના 12 સાંસદોનું પણ સમર્થન છે. આવી સ્થિતિમાં તેમની સંખ્યા 325 પર પહોંચી જાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ