MP theft viral video: મધ્ય પ્રદેશના બૈતૂલથી એક હૈરાન કરનારી ખબર સામે આવી રહી છે. અહીં દુકાનનું તાળું તોડીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ચોરી કરતા સમયે ચોરો સાથે કંઈક એવું બન્યું જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હયું અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ખરેખરમાં બૈતુલમાં 11 દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોરી દરમિયાન ચોરોએ કંઈક એવું કર્યું જેની ચર્ચા વિસ્તારમાં થઈ રહી છે. ચોરોના અલગ-અલગ રૂપ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. થયું એવું કે દુકાનમાં ચોરી કરતી વખતે ભગવાનની તસવીર નીચે પડી ગઈ હતી. ચોરે આકસ્મિક રીતે તે તસવીર પર પગ મૂક્યો હતો. આ પછી ચોરે ખૂબ જ આદરપૂર્વક ભગવાનની તસવીર ઉપાડી હતી અને તેના કપાળ પર લગાવી હતી. જે બાદ તેણે માફી માંગી અને પ્રણામ કરીને પછી તેને જ્યાં હતી ત્યાં જ રાખી દીધી હતી. આ પછી તેણે દુકાનમાંથી ચોરી કરી હતી. હાલ પોલીસ આરોપી ચોરને શોધી રહી છે. આ ઘટના મધ્યપ્રદેશના બૈતુલની છે.
અહીં મુલતાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રભાત પટ્ટનમાં રાત્રે ચોરોએ દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. એક ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જ્યારે ભગવાનની તસવીર નીચે પડી ગય અને અકસ્માતે ચોરના પગને અડી ગઈ હતી. આ પછી ચોરે ચોરી કરવાનું બંધ કર્યું અને પહેલા ભગવાનની તસવીર ઉપાડી હતી અને માફી માંગી અને પછી પૂર્ણ ભક્તિ સાથે તેને ટેબલ પર મૂકી હતી. આ પછી બીજો ચોર આવ્યો અને ફરીથી ડ્રોઅર તોડી રોકડની ચોરી કરી હતી.
આ પણ વાંચો: વર્ષ 2024માં આ 10 અંગ્રેજી શબ્દો ટ્રેન્ડમાં રહ્યા, જાણો તેના નામ અને અર્થ
મુલતાઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજેશ સતનકરે જણાવ્યું કે ચોરીની ઘટના અંગે ફરિયાદ નોંધવામાં આવી છે, હાલમાં દુકાનોમાં થયેલી ચોરીની રકમનો અંદાજ નથી. ચિલ્લર અને રોકડ રકમની ચોરી થઈ છે. આ વિસ્તારમાં સુરક્ષાને લઈને લોકો પરેશાન છે. સીસીટીવી ફૂટેજના આધારે લોકોએ એક શકમંદને પકડી લીધો છે અને તેની પાસેથી એક પિસ્તોલ મળી આવી છે. હાલ વધુ તપાસ હાથ ધરી છે.





