Viral Video: નાની બાળકીએ માતા પિતાને પુછ્યો એવો સવાલ, બંને શરમાઇ ગયા, વાયરલ વીડિયો જોઇ તમે પણ મૂંઝાઈ જશો

Viral Video News : નાની બાળકી માતા પિતાને એવો સવાલ પુછે છે, જે સાંભળી બંને શરમાઇ જાય છે અને બોલતી બંધ થઇ જાય છે. બાળકી માતાને પુછે છે - મમ્મી તમારા પતિ, મારા પિતા કેમ છે.

Written by Ajay Saroya
July 18, 2025 15:45 IST
Viral Video: નાની બાળકીએ માતા પિતાને પુછ્યો એવો સવાલ, બંને શરમાઇ ગયા, વાયરલ વીડિયો જોઇ તમે પણ મૂંઝાઈ જશો
Viral Video : નાની બાળકીનો વીડિયો વાયરલ થયો છે. (Photo: Social Media)

Viral Video News: બાળકો ખરેખર નિર્દોષ હોય છે, તેમનું દિમાગ બહુ ઝડપથી ચાલે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં નાની બાળકી તેના માતા પિતાને સવાલ પૂછે છે જેનો જવાબ તેઓ આપી શકતા નથી, તેઓ શરમથી બોલવાનું બંધ કરી દે છે. મમ્મા… એ જ તમારા પતિ છે તે મારા પિતા કેમ છે.

દીકરીના મુખેથી આ સવાલ સાંભળી માતા આશ્ચર્યચકિત થાય છે, તે આશ્ચર્ય સાથે પૂછે છે, પછી બાળકી ફરીથી આ સવાલ કરે છે અને કહે છે કે જે તમારા પતિ છે તે મારા પિતા કેમ લાગે છે. આ પછી મહિલાએ તેના પતિને કહ્યું છે કે, જવાબ આપો, મને કહો કે તમે તેના પતિના પિતા કેમ છો.

આ પછી બાળકી કહે છે કે, મમ્મી તમને પુછ્યું છે, પપ્પાને નહીં. બાળકી ફરી કહે છે, “મમ્મી, તમારા પતિ મારા પિતા કેમ છે?” આ સવાલ વારંવાર સાંભળીને મહિલા હસવા લાગે છે, તે કહે છે શું… બેટા, મને ખબર નથી. હકીકતમાં માતા પિતાની બોલતી બંધ થઇ ગઇ કે બાળકીના આ સવાલનો જવાબ કેવી રીતે આપવો.

બાળકીના પિતા ત્યાં જ નજીક બેસી કંઇક ખાઇ રહ્યા છે, દીકરી તેમને પૂછે છે, પપ્પા તમે મને જણાવો કે તમે મમ્મીના પતિ કેવી રીતે થાવો છો. તો પછી તમે મારા પિતા કેવી રીતે થાવો છો? પિતા પણ તેના સવાલો સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે, જ્યારે મહિલા હસવાનું બંધ નથી કરી રહી. ત્યારે બાળકી કહે છે કે, તમે બીજા કોઇના દિકરા છો પર મારી મમ્મીના પતિ છો, તમે તમારી મમ્મીના દિકરા છો અને અન્ય કોઇના દિકરા છો, તમે અન્ય કોઇ માતાના દિકરા છો, અને મમ્મી અન્ય કોઇ માતાની દિકરી છે. તમે અન્ય કોઇના છો તો બીજાની પાસે રહો ને. તમે આમની સાથે કેમ રહો છો. અહીં પિતા બાળકને પુછે છે કે, આ શું બોલે છે, શું સવાલ છે, આના પર દિકરી કહે છે કે, તમને કઇં જ ખબર પડતી નથી. તો માતા કહે છે કે, બેટા તારે શું જાણવું છે, તો દીકરી કહે છે કે તમે અલગ છો પપ્પા અલગ છે, તો પિતાને તેમને ઘરે મોકલી દો, મમ્મી કહે છે કે આ પપ્પાનું ઘર છે.

તેના પર દીકરી કહે છે કે, આ પપ્પાનું નાનું ઘર છે, તે નીચેના લોકોનું છે. આ વાત પર માતા કહે છે, નવું ઘર બની રહ્યું છે, આના પર દીકરી કહે છે કે તે આપણું ઘર છે. તે પપ્પાનું નથી, માતા કહે છે કે તે પપ્પાનું નથી, તો દીકરી કહે છે કે પાપા ક્યાં બનાવે છે, માતા ફરી પૂછે છે કે કોણ બનાવે છે, આના પર દીકરી કહે છે કે મિસ્ત્રી બનાવે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં લોકોએ બાળકી પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો છે. આ વીડિયોને 5 મિલિયનથી વધુ લોકોએ જોયો છે, તો ઘણા લોકોએ કમેન્ટ કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ