લારી પર રાખેલી પ્લાસ્ટિકની થેલીમાં કરતો હતો યુરિન, પછી આવી રીતે વેચતો હતો ફ્રુટ

Thane Fruit Seller Video : વીડિયો વાયરલ થતા પોલીસે આરોપી સામે કેસ નોંધીને તેની ધરપકડ કરી. આ ઘટનાના કારણે સ્થાનિક લોકો ગુસ્સે ભરાયા હતા

Written by Ashish Goyal
September 24, 2024 16:38 IST
લારી પર રાખેલી પ્લાસ્ટિકની થેલીમાં કરતો હતો યુરિન, પછી આવી રીતે વેચતો હતો ફ્રુટ
મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના ડોંબિવલીમાં એક ફળો વેચનાર ફેરિયાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાની લારી પર રાખેલી પ્લાસ્ટિકની થેલીમાં યુરિન કરતો જોવા મળે છે (તસવીર - સોશિયલ મીડિયા)

Thane Fruit Seller Video : મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના ડોંબિવલીમાં એક ફળો વેચનાર ફેરિયાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાની લારી પર રાખેલી પ્લાસ્ટિકની થેલીમાં યુરિન કરતો જોવા મળે છે. આ પછી તે હાથ ધોયા વગર ફરી ફળો વેચતો જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતા પોલીસે આરોપી સામે કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.

પોલીસે કેસ નોંધ્યો

મનપાડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે 20 વર્ષીય ફળ વિક્રેતાની ઓળખ અલી ખાનના રુપમાં થઇ છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 271 (ખતરનાક બીમારીના સંક્રમણ ફેલાવવાની લાપરવાહી), 272 અને 296 (અશ્લીલતા) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

વીડિયોમાં ફળ વેચનારની હરકત કેદ થઇ ગઇ છે. ફૂટેજમાં જોવા મળે છે કે અલી ખાન એક થેલીમાં યુરિન કરીને કોઇપણ જાતની સફાઇ કર્યા વગર પોતાનું કામ ફરીથી શરુ કરતો જોવા મળે છે. તે ડોંબિવલીના નિલજે ગામના વિસ્તારમાં ફળ વેચવાનો ધંધો કરે છે.

આ પણ વાંચો – તિરુપતિ પ્રસાદના બોક્સમાંથી ગુટખાનું પેકેટ મળ્યું? મંદિરે ગયેલા ભક્તનો મોટો દાવો

સ્થાનિક લોકો ગુસ્સે ભરાયા

આ ઘટનાના કારણે ડોંબિવલી વિસ્તારમાં લોકો ગુસ્સે થયા છે. વીડિયો સામે આવ્યા પછી સ્થાનિક લોકો ફ્રુટ વેચનાર ફેરિયાની લારી પર ભેગા થયા હતા જ્યાં તેમણે બધો સામાન નષ્ટ કરી દીધો હતો અને ફુટ વેચનાર સાથે મારપીટ પણ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ શરુ કરી છે અને ઘટનાની તપાસ શરુ કરી દીધી છે.

આ પહેલા પણ ઘણા આવા કિસ્સા સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા ગાજિયાબાદના લોની વિસ્તારમાં એક જ્યૂસ વેપારી જ્યુસમાં યુરિન ભેળવતો હતો. તેની દુકાનમાંથી એક લીટર યુરિન જપ્ત કરવામાં આવ્યું હતું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ